રાઈ ના ફાયદા | રાઈ ના ઘરેલું ઉપચાર | રાઈ ના તેલ ના ફાયદા | Rai na fayda

રાઈ ના ફાયદા - રાઈ ના ઘરેલું ઉપાય - રાઈનો ઉપયોગ - rai na fayda - mustard seed benefits in Gujarati - sarso tel na fayda - સરસવ તેલ ના ફાયદા
Advertisement

આ આર્ટીકલ ની અંદર વાંચો માહિતી રાઈ ના ફાયદા, રાઈ નો ઉપયોગ કરવાની રીત,રાઈ ના ઘરેલું ઉપાય , રાઈ ના તેલ ના ફાયદા અને ઉપયોગ કરવાની રીત, rai na fayda.

દરેક ભારતીય ના ઘરમાં વાપરવામાં આવતી રાઈ ની વાત કરશું. દાળ શાકના વઘારમાં અને અથાણા માં વપરાતી એક મહત્વની વસ્તુ છે, તેના વગર નાં તો અથાણું સ્વાદિષ્ટ બને કે ના તો દાળ શાક.

લગભગ બધા દશોમાં રાઈનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. રાઈ ત્રણ પ્રકાર ની આવે છે. સફેદ, કાળી, અને લાલ, કાળી રાઈ માં પણ બે પ્રકાર હોય છે. નાની રાઈ અને મોટી રાઈ.

Advertisement

નાની રાઈ જે રેગ્યુલર વઘાર માં વાપરવામાં આવે છે અને મોટી રાઈ જને રાયડો પણ કહેવાય છે. જે ખાસ કરીને સાંભરમાં વાપરવામાં આવે છે, દાળ શાકના વઘાર ઉપરાંત રાયતામાં પણ આપણે રાઈનો ઉપયોગ કરી શકીએ છીએ.

રાઈ ના ફાયદા | Rai na fayda

રાઈ મસાલામાં વાપરવાથી હોજરી અને આંતરડામાં ફાયદો કરે છે. હોજરી માં લોહીનું પરિભ્રમણ વધારે છે અને હોજરીની પાચન કરવાની ક્રિયા સતેજ બનાવે છે.

રાઈના દાણામાંથી તેલ નીકળે છે. જે સરસીયા તેલ કરતા વધુ ગરમ હોય છે. રાઈનું તેલ તીખું, પચવામાં હલકું, ગેસ ને દૂર કરનાર તેમજ માથાના અને કાન ના રોગ ને મટાડનાર અને લોહીને શુદ્ધ કરનાર છે.

સફેદ અને કાળી રાઈ કફ અને પિત્ત માં ફાયદો કરે છે. તેનાથી ખંજવાળ અને કોઢ ના રોગ માં ફાયદો થાય છે.

રાઈ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

સિંધા નમક, રાઈ અને સાકર મિક્ષ કરીને સવાર સાંજ સેવન કરવાથી ઉધરસ નો કફ પાતળો થઈને સરળતા થી નીકળી જાય છે.

રાઈને મધમાં વાટીને ચાટવાથી શરદી મટે છે.

રાઈના ચૂર્ણ માં થોડીક ખાંડ મિક્ષ કરીને ચૂર્ણ બનાવીને પાણી સાથે લેવાથી અપચો અને પેટમાં આવતી ચૂંક મટી જાય છે.

વાટેલી રાઈ અને થોડું પાણી મિક્ષ કરીને પીવાથી અપચાને લીધે ઉલટી થતી હોય અને ખોરાક પચતો નાં હો તો એ બન્ને બંધ થઇ જાય છે.

રાઈ અને સંચળ વાટી અને પેસ્ટ બનાવીને સોજા વાળા ભાગે લગાવવાથી સોજા ઉતરી જાય છે.

ઘી મા રાઈ ના લોટ ને અથવા મધ મા રાઈ ના લોટ ને મિક્ષ કરીને તેનો લેપ કરવાથી ગુમડા માં પડેલા કીડાઓં મરી જાય છે.

રાઈનો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર

રાઈના લોટને એકદમમ જુના ઘી માં મેળવીને તેનો લેપ કરવાથી કોઢ મટે છે. આ લેપ થી દાદર, ખરજવું થયું હોય તો તે પણ મટી જાય છે.

રાઈમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ રહેલા છે. તેમાં ફોલેટ,થીયામીન,નીયાસીન, જેવા તત્વો રહેલા છે. આમ આના ઉપયોગ થી તમારું વજન બેલેન્સ માં રહે છે. અને મેટાબોલીઝમ પણ વધે છે.

રાઈને પીસીને નવસેકા પાણીમાં નાખીને કોગળા કરવાથી દાંત ના દુખાવામાં રાહત મળે છે. રાઈના તેલ માં સિંધા નમક મિલાવીને દાંત ના પેઢા પર લાગવાથી પેઢા સંબંધિત સમસ્યા દૂર થાય છે.

Rai na fayda gharelu upchar ma

રાઈના પાંદડામાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. રાઈના પાંદડા કોલેસ્ટ્રોલ ને ઘટાડીને હૃદયરોગ ને દૂર કરવામાં મદદ કરે છે.

રાઈનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે. ૧-૨ ગ્રામ રાઈ ના ચૂર્ણ માં સાકર મિલાવીને ગરમ પાણી સાથે લેવાથી પાચન સારું થાય છે અને પેટ ના દુખાવામાં રાહત મળે છે.

નવસેકા પાણીમાં રાઈનું ચૂર્ણ મિલાવીને પીવાથી માસિકધર્મ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે.

રાઈ ના ફાયદા સંધિવા મા

સૌથી વધારે ફાયદો રાઈ નો હોય તો તે છે સંધિવા માં. રાઈ માં રહેલા સેલેનીયમ અને મેગ્નેશિયમ ના કારણે સંધિવા માં ખુબ જ ફાયદો થાય છે. આ તેલની માલીશ કરવાથી શરીર માં ગરમી આવે છે અને વા માં ફાયદો થાય છે.

રાઈ ના ફાયદા અને તેની અંદર રહેલ વિટામીન

ઉમર વધવાની સાથે તેની અસર આપણા ચહેરા પર પણ વર્તાય છે. પણ જો તમે રાઈના તેલ નો નિયમિત ઉપયોગ કરશો તો ચહેરા ને હમેશા માટે જવાન રાખી શકશો. તેમાં રહેલું કેરોટીન, અને વિટામીન –એ, સી, અને કે રહેલા છે જે રાઈના તેલ ને એન્ટી ઓક્સીડેન્ટ સ્વરૂપ આપે છે જે વધતી ઉમર ને મહદઅંશે ઓછી કરે છે.

રાઈ ના તેલ ના ફાયદા | સરસિયાના તેલ ના ફાયદા

શરીર માં અંદર ક્યાય પણ જો લોહી જામી ગયું છે તો રાઈ ના તેલની માલીશ કરીને શેક લ્યો. આમ કરવાથી શરીર માં ગરમી પેદા થાય છે અને જામેલું લોહી પાતળું બની જાય છે.

વાત- પિત્ત થી અકળાઈ ગયેલા અંગ પર રાઈની પોટીશ બાંધીને રાખવાથી ફાયદો થાય છે. રાઈના તેલ ની માલીશ કરવાથી વાયુરોગ માં ફાયદો થાય છે.

Sarso tel na fayda | સરસવ તેલ ના ફાયદા

વાળ માટે પણ સરસીયું તેલ બહુ જ ફાયદો કરે છે. સરસીયા તેલ ની માલીશ કરવાથી વાળ નો ગ્રોથ વધે છે, વાળ કાળા અને લાંબા બને છે.

૧૦૦મિલિ સરસીયું તેલ, અથવા તલ નું તેલ સારી રીતે ઉકાળી લો. નવસેકું રહે એટલે તેમાં રાઈના દાણા, લસણ, અને કપૂર નાખીએ ઢાંકીને રાખી દ્યો. ઠંડુ પડે એટલે ગાળીને બોટલમાં ભરી લો.

આ તેલ ના ૪-૫ ટીપાં કાન માં નાખવાથી કાન માં થતો દુખાવો મટી જાય છે.

રાઈ ના ફાયદા અને રાઈ નો લેપ બનાવવાની વિધિ

૧ ભાગ રાઈ નો ભુક્કો અને તેનાથી ત્રણ ગણો ઘઉંનો લોટ લઈને તેને ઠંડા પાણી માં નાખીને હાથેથી સારી રીતે મિક્ષ કરીને ઉપયોગ માં લેવાનું.

આ લેપની પોટીશ બનાવીને અથવા કપડા પેર લગાવીને વાપરી શકાય છે.

રાઈ ના વધારે પડતા ઉપયોગ થી થતા નુકસાનો.

રાઈ ની તાસીર ગરમ હોય છે. તેથી રાઈનું વધારે સેવન કરવું નહિ. કારણ કે વધારે સેવન કરવાથી ઉલટી થાય છે.

તાસીર ગરમ હોવાથી રાઈ નો ઉપયોગ મસાલા તરીકે પણ પ્રમાણસર કરવો.

વધુ પડતો ઉપયોગ કરવાથી આતરડા અને હોજરી ખરાબ થવાનો સંભવ રહે છે.

હંમેશા રાઈ નો લેપ બનાવવા ઠંડુ પાણી જ વાપરવું

રાઈનો લેપ ડાયરેક્ટ ત્વચા પર નહિ લગાવવો, તેનાથી શરીર માં ફોડલા કે બળતરા થઇ શકે છે.

રાઈ ને લગતા કેટલાક પ્રશ્નો

રાઈ ને અંગ્રેજી મા શું કહે છે? | રાઈ in English | Rai in English name

રાઈ ને અંગ્રેજી મા Mustard seed ( મસ્તરડ સીડ ) કહેવાય છે

શું ભીના વાળ મા સરસીયા નું તેલ લગાવી શકાય છે?

ના, ભીના વાળ મા સરસીયા નું તેલ લગાવવું નહી,વાળ ભીના હોવાના કારણે સરસીયા તેલ નો પુરેપુરો ફાયદો મળતો નથી

વાળ મા વધુમાં વધુ કેટલા સમય સુધી સરસીયું તેલ રાખી શકાય ?

તમે ઈચ્છો તો આખી રાત વાળ મા સરસીયું તેલ લગાવી રાખી શકો છો

સરસીયા તેલ મા કપૂર નાખી ને ઉપયોગ કરવાથી ક્યા ફાયદા થઇ શકે છે?

સરસીયા તેલ મા કપૂર મિક્ષ કરી લગાવવા થી ઘુટણ ના દુખાવા મા રાહત થાય છે અને ત્વચા મા પણ ચમક આવે છે

સરસો અને રાઈ બન્ને એક છે?

રાઈ ના છોડ ને સરસો તરીકે ઓળખવામાં આવે છે અને તે છોડ પર ફળી/સિંગ લાગે છે જેમાંથી રાઈ નીકળે છે

ભારત મા રાઈ નું વધારે ઉત્પાદન ક્યાં થાય છે?

સંપૂર્ણ ભારત મા રાઈ નું ઉત્પાદન કરવામાં આવે છે પરંતુ મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર મા તેની વધુ ખેતી કરવામાં આવે છે

Mustard seed benefits in Gujarati

અમારા દ્વારા આપેલ માહિતી રાઈ ના ફાયદા, રાઈ નો ઉપયોગ કરવાની રીત,રાઈ ના ઘરેલું ઉપાય , રાઈ ના તેલ ના ફાયદા અને ઉપયોગ કરવાની રીત, rai na fayda , mustard seed benefits in Gujarati.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આંબા હળદર ના ફાયદા | aamba haldar na fayda

કારેલા ના ફાયદા અને નુકશાન | કારેલા ના ઘરેલું ઉપચાર | Karela na fayda

સરગવાની સિંગ ના ફાયદા અને ઘરેલું ઉપચાર ની માહિતી| Saragva ni sing fayda

મેથી દાણા ના ફાયદા અને ઘરેલું ઉપચાર ની માહિતી | Methi na dana na fayda

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement