તવા મસાલા ઈડલી બનાવવાની રીત | tawa masala idli banavani rit recipe in gujarati

તવા મસાલા ઈડલી બનાવવાની રીત - tawa masala idli banavani rit - tawa masala idli recipe in gujarati
Image credit – Youtube/Chef Ranveer Brar
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે તવા મસાલા ઈડલી બનાવવાની રીત – tawa masala idli banavani rit શીખીશું. do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube  If you like the recipe  આ તવા મસાલા ઈડલી ને તમે બચેલ ઈડલી કે તાજી તૈયાર કરી ને ગરમ ગરમ તૈયાર કરી શકો છો  તો ચાલો જાણીએ tawa masala idli recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

તવા મસાલા ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • ઈડલી 5-6
  • માખણ 3-4 +1  ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણું સમારેલું કેપ્સીકમ 1
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લસણ ની ચટણી 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼  ચમચી
  • પાઉંભાજી મસાલો 1 ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

તવા મસાલા ઈડલી બનાવવાની રીત | tawa masala idli recipe in gujarati

તવા મસાલા ઈડલી બનાવવા સૌપ્રથમ ઈડલી ના ચાર ભાગ માં કટકા કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક તવો અથવા પેન ગરમ કરવા મૂકો એમાં માખણ નાખો ને પીગળવા દયો

Advertisement

માખણ પીગળે એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરો ને ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી ચડાવો

હવે એમાં લાલ મરચાનો લસણ વાળી ચટણી નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સીકમ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો

ટમેટા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી મસાલો અને મીઠું નાખી મિક્સ કરો ને પા કપ પાણી નાખી મિક્સ કરી બે મિનિટ ચડવા દયો

હવે એમાં કટકા કરેલ ઈડલી નાખો ને બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં ફરી એક ચમચી માખણ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો તવા મસાલા ઈડલી.

tawa masala idli banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જામફળ નું જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe in gujarati

ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit

કોળા નું શાક બનાવવાની રીત | kola nu shaak banavani rit | kola nu shaak gujarati recipe

બેસન ની બરફી બનાવવાની રીત | besan ni barfi banavani rit | besan barfi recipe in gujarati

ચટપટા મસાલેદાર મરચા બનાવવાની રીત | chatpata masaledar marcha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement