મગદાળ નમકીન બનાવવાની રીત | moong dal namkeen banavani rit | moong dal namkeen recipe in gujarati

મગદાળ નમકીન બનાવવાની રીત - moong dal namkeen recipe in gujarati - moong dal namkeen banavani rit
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે મગદાળ નમકીન બનાવવાની રીત – moong dal namkeen banavani rit gujarati ma શીખીશું. બજાર માં અલગ અલગ દાળ તરેલી ને અલગ અલગ મસાલા છાંટી ને મળે છે જે ખાવા માં ખૂબ કીસ્પી લાગતી હોય છે તો એમાંથી જ એક દાળ મગ ની ફોતરા વગરની દાળ ને આજ moong dal namkeen recipe in gujarati ઘરે તરી ને તૈયાર કરતા શીખીશું જેના માટે નીચે મુજબની સામગ્રી જોઈશે.

મગદાળ નમકીન બનાવવા જરૂરી સામગ્રી | moong dal namkeen ingredients

  • મગ ની ફોતરા વગરની દાળ / છડિયા દાળ 1 કપ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

મગદાળ નમકીન બનાવવાની રીત | moong dal namkeen recipe in gujarati

સૌ પ્રથમ મગ ની ફોતરા વગરની દાળ / છડિયા દાળ લ્યો એને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી મુકો

 અહી તમે મગ ની ફોતરા વાળી દાળ પણ લઈ શકો છો  મગ ની ફોતરા વાળી દાળ ને સાફ કરી લ્યો ને બે ત્રણ વખત પાણીથી ધોઈ નાખો ને એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો છ કલાક પછી હાથ થી મસળી ને ત્રણ ચાર વખત પાણી નાખી ફોતરા દૂર કરી ને ઉપયોગમાં લઈ શકાય છે

Advertisement

છ કલાક પછી દાળ માંથી પાણી નિતારી નાખો ને કોટન ના કપડા પર નિતારી રાખેલ દાળ નાખી લૂછી ને સાવ કોરી કરી લ્યો ને પંખા નીચે બે મિનિટ સૂકવી લ્યો જેથી સાવ કોરી થઈ જાય

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો ને એમાં થોડી થોડી દાળ નાખી ને તરી લ્યો દાળ બરોબર ગોલ્ડન થાય ને તેલ માં ફુગ્ગા થવા ના બંધ થાય એટલે દાળ બરોબર ક્રિસ્પી તરાય ગઈ છે એને ઝારા ની મદદ થી ચારણી માં કાઢી લ્યો

ચારણી માં કાઢવા થી એમાં જે વધારાની તેલ હસે એ નીતરી જસે આમ બધી દાળ ને તરી લ્યો ને ચારણીમાં કાઢી લ્યો તરેલી દાળ નું તેલ નીતરી જાય ને દાળ સાવ ઠંડી થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને એર ટાઇટ ડબ્બામાં ભરી નાખો તો તૈયાર છે  મગદાળ નમકીન

આ નમકીન તમે એમજ ખાઈ શકો છો અથવા એમાં ચાર્ટ મસાલા કે બીજા મસાલા છાંટી ને પણ ખાઈ શકો છો અથવા તો ડુંગરી ને ટમેટા ઝીણા સુધારી ચાર્ટ બનાવી ને પણ ખાઈ શકો છો.

moong dal namkeen banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મસાલા પરોઠા બનાવવાની રીત | masala paratha banavani rit | masala paratha recipe in gujarati

મિલ્ક પુડિંગ બનાવવાની રીત | milk pudding banavani rit | milk pudding recipe in gujarati

આંબલીની કેન્ડી બનાવવાની રીત | aambli ni kendi banavani rit | aambli kendi recipe in gujarati

લચ્છા ડુંગરી બનાવવાની રીત | lachhca dungri banavani rit | laccha pyaaz recipe in gujarati

મેગી નો મસાલો બનાવવાની રીત | megi no masalo banavani rit | megi no masalo recipe in gujarati

મિષ્ટી દોઈ બનાવવાની રીત | mishti doi banavani rit | mishti doi recipe in gujarati

દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit gujarati | dum aloo recipe in gujarati

અથાણાં નો મસાલો બનાવવાની રીત | athana no masalo banavani rit | athana no masalo recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement