મસાલા પરોઠા બનાવવાની રીત | masala paratha banavani rit | masala paratha recipe in gujarati

મસાલા પરોઠા બનાવવાની રીત - masala paratha banavani rit - masala paratha recipe in gujarati
Image credit – Youtube/Nidhi Kitchen and Home
Advertisement

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Nidhi Kitchen and Home YouTube channel on YouTube આજે આપણે મસાલા પરોઠા બનાવવાની રીત – masala paratha banavani rit gujarati ma શીખીશું. આ પરોઠા ને તમે ચા અથાણાં કે પછી સલાડ સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ masala paratha recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

મસાલા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | masala paratha recipe ingredients

  • ઘઉંનો લોટ 2 કપ
  • જીરું 1 ચમચી
  • કલોનજી 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી/તેલ જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ 

મસાલા પરોઠા બનાવવાની રીત | masala paratha recipe in gujarati

મસાલા પરાઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉનો લોટ ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, જીરું, ક્લોંજી, લાલ મરચાનો પાઉડર, હળદર, લીલા ધાણા સુધારેલા  ને એક બે ચમચી તેલ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને ફરી એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ એક બાજુ ઢાંકી ને રાખી દયો

Advertisement

પંદર મિનિટ પછી ફરી લોટ ને ફરી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો ને એક લુવો લઈ કોરો લોટ લગાવી ને વણી ને રોટલી બનાવો

 હવે વચ્ચે પા ચમચી તેલ / ઘી આખી રોટલીમાં લગાવો ને બે ત્રણ ચપટી કોરો લોટ છાંટી ને અડધી વારી લ્યો ને અડધા ભાગમાં ફરી બે ત્રણ ટીપાં તેલ નાખી અડધી વાળેલ રોટલીમાં લગાવો ઉપર કોરો લોટ એક બે ચમચી છાંટો ને પછી અડધી ફોલ્ડ કરી લ્યો

આમ ત્રિકોણ આકાર આપી દયો ને ફરી કોરો લોટ લઈ ત્રિકોણ રોટલી વણી લ્યો હવે ગેસ પર તવી ગરમ મૂકો ને ત્રિકોણ વણેલ રોટલી ને તવી પર નાખો બને બાજુ થોડી થોડી શેકો પછી ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ને ગોલ્ડન થાય એટલે તવી પરથી ઉતારી લ્યો ને બીજા પરોઠા ને પણ આમ વણી ને તૈયાર કરો ને શેકી લ્યો આમ બધા પરોઠા તૈયાર કરી લ્યો તો તૈયાર છે મસાલા પરોઠા.

masala paratha banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nidhi Kitchen and Home ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મિલ્ક પુડિંગ બનાવવાની રીત | milk pudding banavani rit | milk pudding recipe in gujarati

લસણ ડુંગળી વગરની પંજાબી શાક ની ગ્રેવી બનાવવાની રીત | lasan dungri vagar Panjabi shak ni greavy banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit | mohanthal recipe in gujarati

બ્રેડ પકોડા બનાવવાની રીત | Bread pakoda recipe in gujarati | Bread pakoda banavani rit

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit | pav bhaji recipe in gujarati

ઢાબા સ્ટાઈલ વેજ કડાઈ બનાવવાની રીત | વેજ કડાઈ બનાવવાની રીત | Dhaba style veg kadai recipe | veg kadai recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement