રાજસ્થાની રજવાડી ચાય | Rajasthani Rajwadi chai

રાજસ્થાની રજવાડી ચાય - Rajasthani Rajwadi chai - રાજસ્થાની રજવાડી ચાય બનાવવાની રીત - Rajasthani Rajwadi chai banavani rit
Image credit – Youtube/Kanak's Kitchen Hindi
Advertisement

ઘરે રાજસ્થાની રજવાડી ચાય બનાવવાની રીત – Rajasthani Rajwadi chai banavani rit શીખીશું. શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ સવાર ના ચાય મળી જાય તો આપણો દિવસ બની જાય, do subscribe Kanak’s Kitchen Hindi YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે એવી જ તાજગી થી ભરપુર સરદી ઉધરસ માં પણ કામ આવે તેવી ક્રીમી રજવાડી ચાય બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી રજવાડી ચાય બનાવતા શીખીએ.

રજવાડી ચાય બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી 1.5 કપ
  • એલચી 3-4
  • લવિંગ 3-4
  • મરી 5-6
  • વરિયાળી 1 ચમચી
  • તજ 1 ટુકડો
  • આદુ ½ ઇંચ
  • ચાય પતી 2 ચમચી
  • દૂધ 3 કપ
  • કેસર 1 ચપટી
  • ખાંડ 4-5 ચમચી

રાજસ્થાની રજવાડી ચાય બનાવવાની રીત

રજવાડી ચાય બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો. પાણી ગરમ થાય ત્યાં સુધી એલચી, લવિંગ, મરી, વરિયાળી અને તજ ને ધસ્તાથી કૂટી લ્યો. ત્યાર બાદ તેને પાણી માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં આદુ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં ચાય પતી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દયો.

Advertisement

ત્યાર બાદ તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ઉકળવા દયો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સુગર કરેમલ બનાવી લ્યો.

સુગર કેરેમલ ને ચાય માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે હલાવતા રહો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણી ટેસ્ટી રજવાડી ચાય. હવે તેને માટી ના કુલ્હડ માં ગાળી ને સર્વ કરો અને ગરમા ગરમ રજવાડી ચાય પીવાનો આનંદ માણો.

Rajwadi chai recipe notes

  • રજવાડી ચાય ને જલ્દી થી બનાવી હોય તો સુગર કેરેમલ વાળી તપેલી માં જ પાણી નાખી ને તેમાં જ ચાય બનાવી શકો છો.

Rajasthani Rajwadi chai banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Kanak’s Kitchen Hindi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મકાઈ ના લોટ નું સાજા બનાવવાની રીત | Makai na lot nu saja banavani rit

ઘઉં ના લોટ ની બ્રાઉની બનાવવાની રીત | Ghau na lot ni brownie banavani rit| Ghau na lot ni brownie recipe in gujarati

રાગી સોજી ની ઈડલી બનાવવાની રીત | Ragi soji ni idli banavani rit

શેકેલ મસાલા મરચા બનાવવાની રીત | Shekel masala marcha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement