પાલક વટાણા ની પૂરી બનાવવાની રીત | Palak vatana ni puri banavani rit

પાલક વટાણા ની પૂરી બનાવવાની રીત - Palak vatana ni puri banavani rit - Palak vatana puri recipe in gujarati
Image credit – Youtube/Recipes Hub
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પાલક વટાણા ની પૂરી બનાવવાની રીત – Palak vatana ni puri banavani rit શીખીશું. do subscribe Recipes Hub YouTube channel on YouTube  If you like the recipe, આ પૂરી તમે સવાર સાંજે ચા સાથે ગરમ ઠંડી બને રીતે ખાઈ શકો છો ને ટિફિન કે પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો તો ચાલો જાણીએ Palak vatana puri recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પાલક વટાણા ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 1 કપ
  • મેંદા નો લોટ ½ કપ
  • બેકિંગ સોડા 1 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • આખા ધાણા ½ ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ¼ ચમચી
  • કાલોંજી / મંગ્રેલા ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • ખાંડ ¼ ચમચી
  • પાલક 1 કપ સુધારેલ
  • લીલા વટાણા ½ કપ
  • લીલા મરચા 2-3
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  • સફેદ તલ 4-5 ચમચી
  • તેલ 3-4 ચમચી + તરવા માટે તેલ

પાલક વટાણા ની પૂરી બનાવવાની રીત | Palak vatana puri recipe in gujarati

પાલક વટાણા ની પૂરી બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ સુધારી લ્યો અને વટાણા ના દાણા ને કાઢી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર નાખો સાથે લીલા મરચા સુધારેલા અને આદુ નાખી પેસ્ટ બનાવી લ્યો અને બીજા મિક્સર જાર માં આખા ધાણા, વરિયાળી અને જીરું ને અધ કચરા પીસી લ્યો

હવે એક વાસણમાં ઘઉં નો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો ( તમે માત્ર ઘઉં નો લોટ પણ વાપરી શકો છો) એમાં સ્વાદ મુજબ મીઠુ, બેકિંગ સોડા અને ત્રણ ચાર ચમચી તેલ નું મોણ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો.

Advertisement

ત્યાર બાદ એમાં અધ કચરા પીસેલા ધાણા, વરિયાળી અને જીરું નાખો સાથે કાલોંજી, હાથ થી મસળી અજમો, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, મરી પાઉડર, ખાંડ અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં પીસી રાખેલ વટાણા પાલક ને પેસ્ટ થોડી થોડી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો લોટ બાંધવા પાણી ની જરૂર પડે તો જ નાખવું બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરી એક ચમચી તેલ લગાવી મસળી એના લુવા બનાવી લો ને લુવા ની એક બાજુ સફેદ તલ માં દબાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પાટલા ને વેલણ પ્ર તેલ લગાવી પુરી ને થોડી જાડી રહે એમ વણી ને તૈયાર કરો અને તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પુરી નાખી મિડીયમ તાપે બને બાજુ ચડાવી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો અને મજા લ્યો પાલક વટાણા ની પૂરી.

 Palak vatana ni puri banavani rit | Palak vatana ni puri video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાજભોગ બનાવવાની રીત | Rajbhog banavani rit | Rajbhog recipe in gujarati

મસૂરની દાળ બનાવવાની રીત | masur ni dal banavani rit | masur ni dal recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati

સીંગ ભજીયા બનાવવાની રેસીપી | શીંગ ભજીયા બનાવવાની રીત | sing bhujia recipe in gujarati

ગોળ ની ચા બનાવવાની રીત | gol ni cha banavani rit | gol ni cha recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement