ક્વિનવા ઢોસા વિથ ચટણી બનાવવાની રીત | Quinoa Dosa banavani rit

ક્વિનવા ઢોસા બનાવવાની રીત - Quinoa Dosa banavani rit - Quinoa Dosa recipe in gujarati
Image credit – Youtube/Skinny Recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ક્વિનવા ઢોસા વિથ ચટણી બનાવવાની રીત – Quinoa Dosa banavani rit શીખીશું. આ ઢોસા હેલ્થી ની સાથે ટેસ્ટી બને છે ને સવાર ના નાસ્તામાં કે સાંજ ના નાસ્તામાં બનાવી ને તૈયાર કરી શકો છો, do subscribe Skinny Recipes YouTube channel on YouTube If you like the recipe , ને નાના બાળકો તથા ડાયટ કરતા લોકો માટે ખૂબ જ સારા હોય છે તો ચાલો જાણીએ Quinoa Dosa recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ક્વિનવા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

 • ક્વિનવા 1 કપ
 • કાકડી 1
 • લીલા મરચાં સુધારેલ 1-2
 • આદુ ¼ ઇંચ
 • ડુંગળી 1
 • છીણેલું નારિયેળ 3-4 ચમચી
 • હળદર ¼ ચમચી
 • મરી પાઉડર ¼ ચમચી
 • જીરું ½ ચમચી
 • મીઠું સ્વાદ મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

 • તેલ 1 +1 ચમચી
 • લસણ ની કણી 10-12
 • સૂકા લાલ મરચા 4-5
 • મીઠા લીમડાના પાન 10-12
 • મેથી દાણા 1-2 ચપટી
 • રાઈ ⅓ ચમચી
 • અડદ દાળ ⅓ ચમચી
 • મીઠા લીમડાના પાન 4-5

 ક્વિનવા ઢોસા બનાવવાની રીત | Quinoa Dosa recipe in gujarati

ક્વિનવા ઢોસા વિથ ચટણી  બનાવવા સૌપ્રથમ આપણે ઢોસા માટે ક્વિનવા ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક અથવા આખી રાત પલાડી મૂકો ત્રણ કલાક પછી ક્વિનવા માંથી વધારાનું પાણી કાઢી નાખો.

હવે મિક્સર જારમાં છોલી ને સાફ કરેલ કાકડી ના કટકા, આદુ ના કટકા, લીલા મરચાં સુધારેલ, ડુંગળી , છીણેલું નારિયેળ, હળદર, મરી પાઉડર, જીરું નાખો સાથે પલાળી ને નિતારી રાખેલ  ક્વિનવા નાખો ને ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.  (જો જરૂર લાગે તો પાણી નાખવું ).

Advertisement

ઢોસા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં ઢોસા નું મિશ્રણ નાખી ફેલાવી લ્યો ને ઢાંકી ને એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢોસા ને ઉથલાવી ને તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ એક એક ઢોસા ને તૈયાર કરી ચટણી સાથે મજા લ્યો  ક્વિનવા ઢોસા વિથ ચટણી.

ચટણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી સુધારેલ, લસણ ની કણી, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, આંબલી અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો.

મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો. હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું , મેથી દાણા, અડદ દાળ અને મીઠા લીમડા ના પાન નાખી વઘાર તૈયાર કરી ચટણી માં નાખો તો તૈયાર છે ચટણી.

Quinoa Dosa banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ | Fangavel mag ane Singdana no salad

બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit

આલુબુખારા જ્યુસ બનાવવાની રીત | plum juice banavani rit | plum juice recipe in gujarati

કિચન કિંગ મસાલો બનાવવાની રીત | kitchen king masalo banavani rit

શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya no chaat banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement