એલચી ના ફાયદા | એલચી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા | Elchi na fayda

એલચી ના ફાયદા - એલચી નો ઉપયોગ - Elchi na fayda - Cardamom Benefits in Gujarati

આજ ના આ આર્ટીકલ ની અંદર અમે આપ સર્વે માટે એલચી ના ફાયદા, એલચી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા કેવી રીતે કેરવો, એલચી ને અંગેજી મા શું કહેવાય, elchi na fayda in Gujarati,Elaichi na Fayda,Cardamom Benefits in Gujarati, જેવી વિવિધ માહિતી આપીશું

એલચી ના ફાયદા – Elchi na fayda

અત્યંત સુગંધીદાર, પ્રાચિનકાળ થી વપરાતી એવી એલચી ના અનેક લાભો છે. તેનો ઉપયોગ પ્રાચીનકાળ થી મુખવાસ તરીકે થતો આવ્યો છે.

મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈપણ વ્યંજન, મીઠાઈ માં સુગંધ લાવવા માટે એલચી નો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાન માં નાખવામાં આવે છે.

ભારત માં એલચી નું બજાર ખુબ વિકસેલું છે. કેરલા, મલબાર માં પુષ્કળ એલચી થાય છે. ત્યાંથી પુષ્કળ પ્રમાણ માં એલચી બહાર વિદેશ મોકલવામાં આવે છે.

એલચીની બે જાતો થાય છે. નાની એલચી કે જેનો ઉપયોગ ખાવામાં અને વિવિધ વ્યંજનો બનાવામાં થાય છે અને મોટી એલચી જેનો વધારે પડતો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે.

નાની એલચીને કાગદી એલચી પણ કહેવામાં આવે છે.

હમેશા જયારે જરૂર પડે ત્યારે જ એલચી ને ઉપયોગ લેવી.તેનો ભુક્કો બનાવીને સ્ટોર કરી રાખવો નહિ.

આમ કરવાથી તેના માં રહેલી સુગંધ અને તત્વો ઉડી જાય છે. તો ચાલો જાણીએ આવી નાની એલચી ના મોટા ઔષધીય ગુણો અને ઘરેલું ઉપચારો.

એલચી નો ઉપયોગ આંખો માટે

કપૂર, એલચી દાણા, બદામ અને પીસ્તા લઈને તેને પાણી સાથે પથ્થર પર ખુબ લસોટવી. ત્યારબાદ દૂધ માં નાખીને ખુબ ઉકાળવી અડધું દૂધ બાકી રહે ત્યારે સાકર નાખીને ઉકાળવું. હલવા જેવું થાય એટલે તેમાં ચાંદી નો વરખ નાખીને રોજ થોડું થોડું ખાવાથી શક્તિ આવે છે અને આંખો નું તેજ વધે છે.

એલચી નું ચૂર્ણ અને સાકર સરખે ભાગે લઈને તેમાં એરંડિયું તેલ મિક્ષ કરીને રોજ સવારે સેવન કરવાથી પણ આંખોની નબળાઈ દૂર થાય છે અને તેજ વધે છે.

એલચી નો ઉપયોગ ઉધરસ અને કફ માટે

ખજૂર, દ્રાક્ષ, એલચી આ ત્રણેય ને મધ માં નાખીને ખાવાથી ઉધરસ, દમ અને અશક્તિ મટે છે.

એલચી અને સુંઠ નો ભુક્કો સરખે ભાગે લઈને મધ માં નાખીને ચાટવાથી કફજન્ય ઉધરસ મટે છે. તથા એલચી, સિંધા નમક, ઘી અને મધ નાખીને મિક્ષ કરીને ખાવાથી પણ ઉધરસ અને કફ મટે છે.

નાની એલચીને તવી પર બાળીને કોલસો કરીને ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાકી દેવું. પછી ઠંડી પડી જાય એટલે તેનું ચૂર્ણ કરીને ઘી અથવા મધ સાથે દિવસ માં ત્રણ વાર ચાટવાથી કફ અને ઉધરસ મટે છે.

એલચી ના ફાયદા પેશાબ સબંધી સમસ્યા મા

આખી એલચીને ખાંડી તેમાં દૂધ અને પાણી નાખીને ઉકાળીને રાખી દો. ઠંડુ પડે એટલે તેમાં સાકરનો ભુક્કો નાખીને અડધા અડધા કલાકે પીવાથી પેશાબ છૂટ આવે છે.

એલચીના દાણા નું ચૂર્ણ મધ સાથે નાખીને ચાટવાથી પણ ફાયદો થાય છે.

સુંઠ અને એલચી સરખા ભાગે લઈને તેને દાડમ ના રસ માં કે દહીના પાણી માં સિંધા નમક નાખીને પીવાથી પણ પેશાબ માં થતી બળતરા શાંત થાય છે, પેશાબ છૂટ આવે છે.

એલચી ના ફાયદા હરસ- મસા માટે

શંખજીરૂ, નાગકેસર, જાયફળ, કપૂર, કેસર, અને એલચી દાણા ને સરખે ભાગે લઈને ચૂર્ણ કરવું.

તેમાંથી એક નાની ચમચી ચૂર્ણ ને મધ, ઘી અને સાકર મેળવીને સવાર સાંજ ૧૪ દિવસ સુધી પીવાથી હરસ-મસા, હરસ માં મટી જાય છે.

આ પ્રયોગ કરતી વખતે ગોળ, ટોપરા જેવા ગરમ ખાદ્ય પદાર્થો નું સેવન બંધ કરી રાખવું.

એલચી નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

એલચી, બિલા, દૂધ અને પાણી મિક્ષ કરીને દૂધ બાકી રહે ત્યાં સુધી ઉકાળીને પીવાથી તમામ પ્રકાર ના તાવ મટી જાય છે.

આમળા ના રસ સાથે એલચીનું સેવન કરવાથી શરીર ની બળતરા, પેશાબની બળતરા, અને હાથ-પગ ની બળતરા દૂર થાય છે.

જીવ મુંઝાતો હોય ત્યારે એલચીના ભુક્કા ને મધ સાથે મિલાવીને ચાટવાથી રાહત થાય છે.

દાડમ ના શરબત માં એલચીના ભૂકાને નાખીને પીવાથી ઉલટી અને ઉબકા મટે છે.

Elchi na fayda gharelu upchar ma

સિંધા નમક, જવખાર, શેકેલી હિંગ, અને એલચી ના દાણા ને ઉકાળી ને તેનો ઉકાળો બનાવીને તેમાં એરંડિયું તેલ મિક્ષ કરીને પીવાથી કમર, હૃદય, પીઠ, ડુંટી, કાન, આંખ તમામ પ્રકાર ના દર્દ માંથી ઝાલડી રાહત મળે છે.

સેકેલી હિંગ અને એલચી દાણા નું ચૂર્ણ લઇ ને લીંબૂ ના રસ માં નાખીને પીવાથી પેટનો ગેસ, અને આફરો મટી જાય છે.

પીપળીમૂળ અને એલચી દાણા ને સરખે ભાગે લઈને દરરોજ સવારે ઘી સાથે ચાટવાથી હૃદયરોગ મટે છે.

ઘી અને દૂધ સાથે સેકેલી હિંગ અને એલચીના ભુક્કા ને મિક્ષ કરીને પીવાથી પેશાબ માં ધાતુ જતી હોય તો તેમાં ફાયદો થાય છે.

એલચી ના નુકશાન

એ વાત માં શંકા ને કોઈ સ્થાન જ નથી કે એલચી નું સેવન કરવાથી અઢળક ફાયદાઓ થાય છે. પરંતુ જો તેનો વધારે ઉપયોગ થઇ ગયો તો તે નુકસાન પણ પહોચાડી શકે છે.એવા જ અમુક નુકસાનો છે એલચીના જે નીચે મુજબ છે.

રાત્રે એલચી ખાવી નહિ, કોઢ થવાનો સંભવ રહે છે.

એલચીનું વધારે સેવન કરવાથી સગર્ભા સ્ત્રીઓને ગર્ભપાત થવાનો સંભવ રહે છે.

વધારે સેવન કરવાથી ડાયેરિયા થવાનો સંભવ રહેલો છે.

ક્યારેક ક્યારેક ત્વચા માં એલર્જી થઇ શકે છે. જીભ માં સોજો પણ આવી શકે છે.

એલચી ને લગતા લોકો ને મુજ્વતા કેટલાક પ્રશ્નો

એલચી ને અંગ્રેજી મા શું કહેવાય છે ? | એલચી in English |એલચી meaning English

નાની એલચી ને અંગ્રજી મા Small Cardamom અને મોટી એલચી/ કાળી એલચી ને Black Cardamom કહેવાય છે.

દૂધ સાથે એલચી ના શું ફાયદા?

દૂધ સાથે એલચી નું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થી છુટકારો મળે છે.

શું એલચી નું રોજ સેવન કરી શકાય?

એક દિવસ મા બે થી ત્રણ એલચી નું સેવન કરી શકાય વધુ સેવન કરવાથી તેના ફાયદા એ બદલે નુકશાન પહોચાડી શકે છે

મોટી એલચી / કાળી એલચી પાણી મા ઉકાળી તે પાણી પીવા ના શું ફાયદા?

કાળી એલચી ને પાણી સાથે ઉકાળી પીવાથી ઉલ્ટી ની સમસ્યા મા રાહત મળે છે અને આ પાણી ના કોગળા કરવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.

Elaichi na Fayda

અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી એલચી ના ફાયદા, એલચી ને અંગેજી મા શું કહેવાય, elchi na fayda in Gujarati,Elaichi na Fayda,Cardamom  Benefits in Gujarati, માહિતી ગમી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

લીંબુ ના ફાયદા | લીંબુ ની છાલ ના ફાયદા | લીંબુ ના ઘરેલું ઉપચાર ની વિગત | Limbu na fayda

ગળા ના ફાયદા | ગળા ના ઘરેલુ ઉપચાર | ગીલોય ના ફાયદા | | Giloy benefits in Gujarati

રાઈ ના ફાયદા | રાઈ ના ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | રાઈ ના તેલ ના ફાયદા | Rai na fayda

એપલ સીડર વિનેગર ના ફાયદા | એપલ સીડર સરકો ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે