તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા અને નુકશાન | Tamba na vasan ma pani

tamba na vasan ma pani pivana fayda - તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા અને નુકશાન - તાંબા નું પાણી ઉપયોગ કરવાની રીત
Advertisement

આજ ના આર્ટીકલ મા વાંચો તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા અને નુકશાન, વિવિધ ઘરેલું ઉપચારો મા તાંબાના પાણી નો ઉપયોગ કરવાની રીત,તાંબા ના પાણી ના ફાયદા, તાંબા નું પાણી ઉપયોગ કરવાની રીત, tamba na vasan ma pani pivana fayda

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા

આપણે બધા જાણીએ જ છીએ કે પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. શરીર માં પાણી મી માત્રા ખુબ જ લેવલ માં હોવી જરૂરી છે.

સ્વસ્થ રહેવા માટે સામાન્ય માણસ એ દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પી જવું જોઈએ.

Advertisement

તાંબા ના વાસણ નું પાણી આયુર્વેદમાં ઉત્તમ માનવામાં આવે છે. આયુર્વેદમાં સવારે નરણે કોઠે તાંબા ના વાસણ નું પાણી ને પીવાનું ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

તાંબુ એક એવી ધાતુ છે જેમાં રાખેલું પાણી પીવાથી શરીર ના ઘણા બધા રોગો મટી જાય છે. સાથે સાથે તાંબા નું પાણી પીવાથી શરીર માં રહેલા અનેક ઝેરીલા દ્રવ્યો બહાર નીકળી જાય છે.

તાંબા ના વાસણ માં આખી રાત રાખેલા પાણી ને “તામ્રજલ’ કહે છે. હાલ તાંબા ની બોટલ પણ મળી રહે છે જે ખુબજ સરળતાથી રોજીંદા જીવન મા ઉપયોગ મા લઇ શકો છો,

તો ચાલો જાણીએ તાંબા ના પાણી ના અનેક એવા ફાયદાઓ જે શરીર ને સ્વસ્થ બનાવે છે.

ગઠીયા વા માં ફાયદાકારક

આજ ની ભાગદોડ વાળા જીવન માં અને અસંતુલિત ખાણીપીણી ને કારણે નાની ઉમર માં જ બધાને ગઠીયા વા ની સમસ્યા થઇ જાય છે.

જો તમે પણ એમાંના એક છો તો તાંબા ના વાસણ નું પાણી પીવાનું ચાલુ કરી દો.

તાંબા ના પાણી માં એવા ગુણ હોય છે જેનાથી શરીર માં યુરિક એસીડ ઓછું થઇ જાય છે, અને તેથી જ ગઠીયા વા અને સાંધા ના દુખવામાં રાહત મળતી થઇ જાય છે.

જવાન દેખાવા માટે પીવો તાંબાના વાસણમાં રાખેલ પાણી

તાંબા નું પાણી પીવાથી કે તાંબા ની બોટલ મા રાખેલ પાણી પીવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી. ત્વચા જલ્દી ઢીલી પડતી નથી, ડેડ સ્કીન પણ નીકળી જાય છે અને ચહેરો હમેશા જવાન અને ચમકીલો દેખાય છે .

તાંબા ના પાણી નું સેવન કરવાથી ત્વચા ને તંદુરસ્ત અને સ્વસ્થ રાખે છે

સ્કીન માટે જાત જાત ના કોસ્મેટીક વાપરવાની જગ્યાએ તાંબા ના વાસણ માં રાખેલું પાણી પીવું જોઈએ. નિયમિત રીતે આ પાણી પીવાથી ત્વચા ગ્લોઇન્ગ અને સ્વસ્થ રહે છે.

તાંબા નું પાણી થાઈરોઈડમાં ફાયદેમંદ છે

થાઈરેક્સીન હોર્મોન્સ ના અસંતુલન ને કારણે થાઈરોઈડ ની બીમારી થાય છે. તાંબા નું પાણી શરીર માં થાઈરેક્સીન હોર્મોન્સ ને સંતુલિત કરે છે,tamba na vasan ma pani pivana fayda.

હૃદય ને સ્વસ્થ રાખે છે તાંબા નું પાણી

તણાવ ને કારણે હૃદય ઉપર દબાવ વધે છે. હમેશા તણાવ માં રહેતી વ્યક્તિઓ ને પણ હૃદય રોગ ની સમસ્યા થઇ શકે છે.

તાંબા નું પાણી પીવાથી શરીર માં લોહી નું પરિભ્રમણ વધી જાય છે અને લોહી માં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે અને હૃદયરોગ ની બીમારી થતી નથી.

તાંબા નું પાણી લોહીને શુધ્ધ કરે છે

લોહી ની કમી હોય તો તાંબા નું પાણી પીવું ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. લોહીની ઉણપ વધારે પડતું મહિલાઓ માં વધારે જોવા મળે છે.તેવામાં આપણા શરીર ને તાંબા ની જરૂર પડે છે.

તાંબુ આપણા શરીર ને આવશ્યક પોષક તત્વો ને અવશેષીત કરવામાં મદદ કરે છે એટલે જ તાંબા ના વસં માં રાખેલું પાણી લોહી ની ઉણપ અને લોહીના વિકારોને દૂર કરે છે.

તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા તે વજન ઓછું કરવામાં મદદ કરે છે

જો તમે વજન ઘટાડવા માંન્ગોછો તો કસરત ની સાથે સાથે તાંબા ના વાસણ માં રાજ્હેલું પાણી પણ પીવો.

આ પાણી પીવાથું શરીર માં વધારા ની ચરબી બળી જાય છે. શરીર માં કોઇપણ પ્રકાર ની કમજોરી રહેતી નથી.

તાંબા નું પાણી પાચન પ્રક્રિયા સુધારે છે

પેટ માં ગેસ ની સમસ્યા છે તો તાંબા નું પાણી નિયમિત પીવું જોઈએ.

આયુર્વેદ મુજબ શરીર માં રહેલા વધારા ના નકામાં તત્વો ને બહાર કાઢવામાં તાંબાનું પાણી મદદ કરે છે.

તાંબા માં રાખેલું પાણી પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જાય છે.

તાંબા નું પાણી એનીમિયા થી બચાવે છે

એનીમિયા થી બચવા માટે તાંબા માં રાખેલું પાણી પીવું જોઈએ. કારણ કે એનીમિયા થવાનું મુખ્ય કારણ છે શરીર માં તાંબા ની ઉણપ.

તાંબાના વાસણમાં પાણી પીવાના નુકશાન

આમ તો જો કે તાંબા ના વાસણ માં રાખેલું પાણી પીવાથી શરીર માં કોપર ની માત્રા વધી જતી નથી, પરતું અમુક પરિસ્થિતિઓ માં કોપર ની વધારે માત્રા નુકસાન કરી શકે છે.

શરીર માં તાંબા ની વધારે માત્રા ગેસ ની સમસ્યા કરી શકે છે.

કપોર ની વધારે માત્રા આતરડા ને નુકસાન પહોચાડી શકે છે.

તાંબા ની વધારે માત્રા તમારા લીવર ને નુકસાન પહોચાડી શકે છે.

તાંબા ને સંબધિત લોકો ને મુજ્વતા કેટલાક પ્રશ્નો

અંગ્રેજી મા તાંબા ને શું કહેવાય? | તાંબુ translation in English

તાંબા ને અંગ્રેજી Copper કહેવાય છે.

તાંબા ના વાસણ ને અંગેજી મા શું કહેવાય? | Tamba na vasan in English

અંગેજી મા તાંબા ના વાસણ ને Copper Vessel કહેવાય છે

તાંબા નું પાણી ક્યારે પીવું જોઈએ?

આયુર્વેદ અનુસાર પેટના રોગોને મટાડવા માટે આખી રાત તાંબા ના વાસણ માં રાખેલું પાણી સવારે ખાલી પેટે પીવું જોઈએ.

તાંબા ના વાસણ માં રાખેલું પાણી પીવાથી શું ફાયદા થાય છે?

તાંબા ના વાસણ માં રાખેલું પાણી એકદમ શુધ્ધ થઇ જાય છે. તેનાથી ડાયેરિયા, કમળો, અને બીજી અનેક પ્રકારની બીમારીઓ મટે છે. તાંબા માં એન્ટી ઈમ્ફ્લમેંટરી ગુણ હોય છે. જે શરીર ને દર્દ અને સોજા માંથી રાહત અપાવે છે.

શું તાંબા ના લોટામાં લીંબૂ પાણી પીવાથી નુકસાન થાય છે?

હા, નુકસાન થાય છે. તાંબા ના વાસણમાં લીંબૂ પાણી પીવાથી ખુબ જ નુકસાન થાય છે. લીંબૂ માં એસીડ હોય છે જે તાંબા સાથેદૈરેક્ત મિક્ષ થઇને શરીર ને નેગેટીવ અસર આપે છે. જો તમે તાંબા ના વાસણ માં લીંબૂ પાણી પીવો છો તો તમને પેટ દર્દ, ગેસ, ઉલટી જેવી સમસ્યાઓ થઇ શકે છે.

શું તાંબા ના વાસણ માં રાખેલા પાણી ને ગરમ કરીને પી શકાય છે?

ના ,તાંબા વાળું પાણી ગરમ કરીને પીવાય નહિ, કારણકે તેમ કરવાથી પાણી માં કોપર નું પ્રમાણ વધી જાય છે.

તાંબુ શુદ્ધ છે તે કેવી રીતે તપાસી શકાય?

તાંબા ની શુધ્ધતા તપાસવા તમે ચુંબક નો ઉપયોગ કરી શકો છો,જો તે ચુંબક સાથે ચિપકે છે તો તે તાંબુ શુદ્ધ નથી.

જો તમે તાંબા ની બોટલ અથવા તાંબા ના વાસણ ખરીદવા ઇચ્છોછો તો નીચેની પ્રોડક્ટ જોઈ શકો છો

Tamba na vasan ma pani pivana fayda

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી,તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા અને નુકશાન , Tamba na vasan ma pani pivana fayda, પસંદ આવી હશે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

ક્યાં પાત્ર નું પાણી પીવું ઉત્તમ છે તેમજ તે પાણી તેના નિયમ | વિવિધ પાત્રમા રાખેલ પાણી પીવાના ફાયદા

શરીરની ગરમી દૂર કરવા અને ગરમીથી બચવાના ઉપાયો મા ૧૩ વસ્તુ નું સેવન કરી શકો છો | garmi thi bachvana upay

વિવધ પ્રાણીઓ ના દૂધ પીવાના ફાયદા સમય મુજબ | ઘરેલું ઉપચાર મા દૂધ નો ઉપયોગ | ગાય ના દૂધ ના ફાયદા | દૂધ ના ફાયદા તેના પીવાના સમય મુજબ

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement