ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત | Fada lapsi banavani rit

ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત, fada lapsi banavani rit recipe Gujarati
Image – Youtube/Hebbars Kitchen

ગુજરાત ની અંદર ભોજન સાથે સ્વીટ ભોજન મા લેવું પસંદ કરતા હોય છે તેમાં પણ જયારે લાપસી ની વાત આવે તો દરેક ને ખુબજ પસંદ આવે છે તો ચાલો જોઈએ, ગોળ ની ફાડા લાપસી બનાવવાની રીત, fada lapsi banavani rit recipe Gujarati ma

ફાડા લાપસી બનાવવાની રીત

લાપસી બનાવવા જરૂરી સામગ્રી

 • ૩ ચમચા ઘી
 • ૧ ટૂકડો તજ
 • ૨ એલચી
 • ૨ લવિંગ
 • ૧/૨ કપ ઘઉં દલીયા
 • ૨ કપ ગરમ પાણી
 • ૧/૪ કપ ગોળ
 • ૧/૨ કપ પાણી ( બીજી વાર માટે)

ડ્રાય ફ્રુટ શેકવા માટે

 • ૧ ચમચો ઘી
 • ૨ ચમચા કાજુ ના ટુકડા
 • ૨ ચમચા બદામ ના ટુકડા
 • ૧/૪ ચમચી એલચી પાવડર
 • ૨ ચમચા કિશમિશ

Fada lapsi banavani rit

સૌ પ્રથમ એક કુકર માં ૩ ચમચા ઘી ગરમ કરીને તેમાં તજ, એલચી, લવિંગ નાખી હલાવી લો પછી તેમાં ૧/૨ કપ ઘઉં નો દલિયા/ ફાડિયા નાખો.

દલિયાં/ ફાડિયા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી શેકો. ત્યાર બાદ તેમાં ૨ કપ ગરમ પાણી નાખી ને બરાબર મિક્સ કરીને કુકર બંધ કરી પાંચ સિટી સુધી ચડાવો.

પાંચ સિટી વાગે એટલે ગેસ ધીમો કરી તેમાં ૧/૪ કપ ગોળ અને ૧/૨ કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને પાંચ મિનિટ શીજવા દો.

લાપસી સીજે ત્યાં સુધી એક વઘારિયા માં ૧ ચમચો ઘી નાખીને તેમાં કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા, કીસમીસ અને એલચી પાવડર નાખીને હલાવી લઈ ગેસ બંધ કરી દો.

હવે આ શેકેલા ડ્રાય ફ્રુટ ને લાપસી માં નાખી બરાબર મિક્સ કરીને ડ્રાય ફ્રુટ થી સજાવી પીરસો.

તો તૈયાર છે સ્વાદિષ્ટગોળ ની ફાડા લાપસી

Fada lapsi recipe video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાંચ દાળ ના પકોડા સાથે સ્પેશિયલ કાઢી અને ચટણી બનાવવાની રીત | Panch dal na pakoda banavani rit

ગુંદા નું અથાણું બનાવવાની રીત | Gunda nu athanu banavani recipe

કાલા ખટ્ટા શરબત બનાવવાની સરળ રીત | kala khatta sharbat recipe

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

પાપડ ચવાણું બનાવવાની રીત | Papad nu chavanu banavani rit

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે