પાંચ દાળ ના પકોડા સાથે સ્પેશિયલ કાઢી અને ચટણી બનાવવાની રીત

પાંચ દાળ ના પકોડા બનાવવાની રીત - Panch dal na pakoda banavani rit
Advertisement

મિત્રો દાળ માં પ્રોટીન ખૂબ પ્રમાણ માં હોય છે. શાકાહારી ભોજન માં આપણે દાળ માંથી સારા પ્રમાણ માં પ્રોટીન મેળવી શકીએ છીએ, તો આજે નવીજ રીતે પાંચ દાળ ના પકોડા બનાવવાની રીત સાથે સ્પેશિયલ કાઢી અને ચટણી બનાવવાની રીત પણ લાવ્યા છીએ, Panch dal na pakoda banavani rit.

પાંચ દાળ ના પકોડા

પાંચ દાળ ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • મસૂર ની દાળ ૨ ચમચા
  • અડદ દાળ ૨ ચમચા
  • મગફળી  ૨ ચમચા
  • લાલ મરચુ પાઉડર ૧/૨ ચમચી
  • જીરૂ  ૧/૨ ચમચી
  • આખા ધાણા ૧/૨ ચમચી
  • હિંગ  ૧/૪ ચમચી
  • ૧ ઇંચ આદું નો ટૂકડો જીણો સુધારેલો
  • ૩ લીલા મરચાં સુધારેલા
  • લીલી ડુંગળી સુધારેલી  ૧/૪ કપ
  • ૧ ચમચો લીલાં ધાણા સમારેલા
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે

કઢી ની સામગ્રી

  • બેસન ૧/૪ કપ
  • ૧/૨ કપ દહીં
  • ૨.૫ કપ પાણી
  • હળદર પાઉડર ૧/૪ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી
  • ધાણજીરૂ પાઉડર ૧/૨ ચમચી
  • ૧/૨ ચમચી મીઠું
  • ઘી ૧ ચમચો
  • હિંગ ૧/૪ ચમચી
  • ૧ લીલું મરચું સુધારેલું
  • ૧/૨ ઇંચ આદું નો ટૂકડો જીણો સુધારેલો
  • રાઈ  ૧/૨ ચમચી
  • જીરૂ ૧/૨ ચમચી
  • મેથી ૧/૪ ચમચી
  • ૨ લવિંગ
  • કાળા મરી ૫-૬
  • ૧ તજ નો ટુકડો
  • એલચી ૧
  • ૨ આખા સૂકું લાલ મરચા
  • તમાલપત્ર ૧
  • લીલા ધાણા સમારેલા ૧ ચમચો

ચટણી ની સામગ્રી

  • ૧ કપ લીલા ધાણા
  • લીલા મરચાં ૨
  • લસણ ની કળી  ૫-૬
  • ૧ ઇંચ આદું નો ટૂકડો
  • સેકેલૂ જીરૂ ૧/૨ ચમચી
  • સંચળ મીઠું  ૧/૪ ચમચી
  • મીઠું  ૧/૪ ચમચી
  • લીંબુ નો રસ ૧
  • બિકાનેરી ભુજીયા સેવ ૧ ચમચો
  • ૧/૪ કપ પાણી

પાંચ દાળ ના પકોડા બનાવવાની રીત

દાળ પકોડા બનાવવા માટે પહેલા તમારે તુવેરદાળ, ચણાદાળ, છડિયદાલ, મસૂર દાળ, અડદ દાળ અને મગફળી ના દાણા ને એક વાટકા માં ધોઈ ને ૫-૬ કલાક પલાળવા મૂકી દેવા.

દાળ પલળે એની વચ્ચે તમે ચટણી અને કઢી બનાવી સકો છો.

Advertisement

કઢી જમવાના ૧ કલાક પહેલા બનાવી લો.

તો આપણે દાળ પકોડા ની રીત આગળ  લખસું.

દાળ અને મગફળી પલળી જાય પછી તેને એક મિક્સર જારમાં પીસી લેવી. દાળ પીસવા સમયે થોડું થોડું કરીને પાણી નાખવું.

પીસેલી દાળ ને એક વાટકા માં કાઢી લો. પછી તેમાં લાલ મરચું પાઉડર, જીરૂ, આખા ધાણા, હિંગ, આદું, લીલા મરચાં સુધારેલા, લીલી ડુંગળી/ સૂકી ડુંગળી, લીલા ધાણા સમારેલા, અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરવું.

હવે ગેસ પર એક કડાઈ માં તરવા માટે જરૂરી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને પકોડા તરવા માટે નાખો. ગેસ નો તાપ મીડિયમ  રાખવો.

પકોડા સોનેરી રંગ ના થાય એટલે તેલ માંથી કઢી લો. બધા પકોડા આ મુજબ બનાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ દાળ પકોડા.

કઢી બનાવવાની રીત

એક બાઉલ માં ૧/૪ કપ બેસન અને ૧/૪ કપ દહીં લો. બંને ને બરાબર મિક્સ કરો. હવે તેમાં ૨.૫ કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

આ મિશ્રણ માં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાવડર અને મીઠું નાખીને હલાવી લો.

હવે ગેસ પર એક કડાઈ મૂકી એમાં એક ચમચો ઘી ગરમ કરવા મૂકી એમાં હિંગ, લીલું મરચું, આદું, રાઈ, જીરું, મેથી, લવિંગ, મિરી, એલચી, સૂકું આખું લાલ મરચું, તમાલ પત્ર નાખી ને હલાવી લો.

હવે બેસન વારું મિશ્રણ આ વઘાર માં નાખી અને કઢી ને બરાબર ચડવા દો. કઢી ચડી ગયા પછી તેમાં પકોડા નાખી એક ઉકાળો આવે ત્યાં સુધી ચડાવો. સુધારેલ ધાણા  નાખી સર્વ કરો.

ચટણી બનાવવાની રીત

એક મિક્સર જારમાં લીલા ધાણા, લાલ  મરચા, લસણ ની કળી, આદું, સેલેલું જીરૂ, સંચળ મીઠું, મીઠું, લીંબુ નો રસ, બીકાનેરી ભુજીયા સેવ અને ૧/૪ કપ પાણી ઉમેરીને મિક્સર માં ક્રશ કરો.

તો તૈયાર છે મસ્ત ચટણી,મિત્રો ચટણી અને કઢી સાથે આ પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

Panch dal na pakoda banavani rit

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

શક્કરટેટી નો મિલ્કશેક બનાવવાની રીત | Musk Melon Milk shake recipe

પાન શોટ્સ શરબત બનાવવાની રીત | Paan Shots Sharbat Recipe in Gujarati

જલજીરા બનાવવાની રીત | Jal Jeera Recipe in Gujarati

કેરી ની ચટણી બનાવવાની રીત | Keri ni chatni banavani recipe

દાલ ફ્રાય તડકા બનાવવાની રેસીપી | Dal fry tadka recipe in Gujarati

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement