મિત્રો ગરમી માં બપોરે ઘરે આવીએ ત્યારે કંઈ ઠંડુ પીવું હોય અને એ પણ પાંચ મિનિટ માં તૈયાર થઈ જાય તો? આજે અમે તેવીજ પાન ની ઠંડી રેસીપી લાવ્યા છીએ તો ચાલો જોઈએ પાન શોટ્સ શરબત બનાવવાની રીત, Paan Shots Sharbat Recipe in Gujarati.
Estimated reading time: 3 minutes
Table of contents
પાન શોટ્સ શરબત બનાવવા જરૂરી સામગ્રી
પાન શોટસ નું મિશ્રણ બનાવવા જરૂરી સામગ્રી
- ૧/૪ કપ વરિયાળી
- ૧/૪ કપ નારિયેળ નું છીણ
- ૨ ચમચા ખાંડ
- ૬ કલકત્તી પાન
- ૪ ચમચા ગુલકંદ
- ૪-૫ ટીપાં લીલો રંગ (ખાવાનો)
- ૨ ચમચા પાણી
પાન શોટસ બનાવવા જરૂરી સામગ્રી
- ૩ ચમચા પાન શૉટ્સ નું મિશ્રણ
- ૧ કપ આઇસક્રીમ
- ૧ કપ દૂધ
- ૨ ચમચા ખાંડ પીસેલી
- પીસ્તા- બદામ કતરણ
- ગુલાબ ની પાંખડી
પાન શોટસ નું મિશ્રણ બનાવવાની રીત
સૌ પ્રથમ એક મિક્સર જારમાં વરિયાળી, નાળિયેર નું છીણ, ખાંડ , કલકત્તી પાન નાખી ને એક વાર પીસી લેવું. પછી એક જાર માં ગુલકંદ, ખાવાનો લીલો રંગ, અને ૨ ચમચા પાણી નાખી બીજી વાર પીસી લો.
મિત્રો તમે આ મિશ્રણ ને ડબ્બા માં ભરી ને ફ્રીઝ માં રાખી દો. આ મિશ્રણ એક અઠવાડિયા સુધી જો ફ્રીઝ માં રાખીએ તો બગડતું નથી. અને જ્યારે જોઈએ ત્યારે પાન સોટ્સ તૈયાર કરી સકાય છે.
તો હવે પાન શોત્સ પાંચ મિનિટ માં તૈયાર કરીએ.
પાન શોટસ નું શરબત બનાવવાની રીત
એક જગ માં ૩ ચમચા પહેલા થી તૈયાર કરેલું પાન શોટસ્ નું મિશ્રણ લઈ તેમાં એક કપ આઇસક્રીમ અને એક કપ ઠંડુ કરેલું દૂધ અને પીસેલી ખાંડ નાખી હેન્ડ મિક્સર થી મિક્સ કરી લો.
હવે આ તૈયાર પાન વારા દૂધ ને શોટસ્ સાઇઝ ના ગ્લાસ માં અથવા તમારી પાસે જે ગ્લાસ હોય એ ગ્લાસ માં નાખી ને પિસ્તા – બદામ ની કતરણ અને ગુલાબ ની પાંખડી થી સજાવી સર્વ કરો.
નોટ:- જો તમને શોટસ્ વધારે ઠંડા જોઈએ તો હેન્ડ મિક્સર માં મિક્સ કરવા પહેલા દૂધ માં બરફ નાખી શકો છો.
Paan Shots Sharbat Recipe in Gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Manisha Bharani’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
નારીયલ ના લાડવા બનાવવાની રીત | Topra na ladoo | Nariyal ladoo banavani rit
કાલા ખટ્ટા શરબત બનાવવાની રીત | kala khatta sharbat recipe in Gujarati
આલું પાપડી મઠરી બનાવવાની રીત | Aloo Papdi Mathri recipe Gujarati
મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit
શક્કરીયા નો ચેવડો બનાવવાની રીત | Sakariya no chevdo banavani rit
નાગરવેલના પાન ના ફાયદા | નાગરવેલના પાન ના ઘરેલું ઉપચારો | Nagarvel na pan na fayda
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે