ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત | Choco Chip Cookies banavani rit

ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત - Choco Chip Cookies banavani rit - Choco Chip Cookies recipe in gujarati
Image credit – Youtube/Bristi Home Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત – Choco Chip Cookies banavani rit શીખીશું, do subscribe Bristi Home Kitchen YouTube channel on YouTube If you like the recipe , ચોકો ચિપ્સ કુકી બાળકો ને ખૂબ પસંદ આવતા હોય છે ને બજારમાં લેવા જઈ એ તો ખૂબ મોંઘા આવતા હોય છે સાથે ક્યારે બનાવેલા હસે કેમ બનાવેલ હસે એ પણ વિચાર આવતા હોય છે એટલે ઘણી વખત આપવાનું ટાળતા હોઈએ પણ આજ આપણે બાળકો ને ખુશ કરવા  ઘરે Choco Chip Cookies recipe in gujarati શીખીએ.

ચોકો ચિપ્સ કુકી બનાવવા જરૂરી સામગ્રી

  • માખણ 100 ગ્રામ
  • પીસેલી ખાંડ ¼ કપ
  • મેંદા નો લોટ / ઘઉં નો લોટ 1 કપ
  • ચોકલેટ ચિપ્સ 2-3 ચમચી
  • ઘી / તેલ જરૂર મુજબ

ચોકો ચિપ્સ કુકી બનાવવાની રીત | Choco Chip Cookies recipe in gujarati

ચોકો ચિપ્સ કુકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રૂમ તાપમાન વાળુ માખણ લ્યો એને ચમચા થી બરોબર ફેટી ને સ્મૂથ કરી એમાં હવા ભરી ને હલકું કરી લ્યો. ( બરોબર એક બાજુ પાંચ સાત મિનિટ ફેટવા થી એમાં હવા ભરાસે) હવે એમાં પીસેલી ખાંડ નાખો ને ફરીથી એને પણ પાંચ મિનિટ એક સરખું હલાવતા રહો ફેટી લ્યો.

ખાંડ ને માખણ બરોબર ફેટી લીધા બાદ એમાં ચાળી ને મેંદા નો લોટ નાખી મિક્સ કરી લ્યો (અહી તમે કુકી ને હેલ્થી બનાવવા ઘઉં નો લોટ પણ નાખી શકો છો માત્ર થોડો જ સ્વાદ માં ફરક આવશે ) લોટ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ચોકલેટ ચિપ્સ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ને દસ પંદર મિનિટ ફ્રીઝ માં મૂકો.

Advertisement

હવે જેમાં કુકી બનાવવાની હોય એ કડાઈ માં  ઘી કે તેલ લગાવી લ્યો એના પર બટર પેપર મૂકો અને બટર પેપર ને પણ તેલ કે ઘી થી ગ્રીસ કરી લ્યો હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ને આકાર ની કુકી બનાવી હો એ બનાવતા જાઓ ને કડાઈ માં થોડા થોડા અંતરે મૂકતા જાઓ અને બાકી રહેલ લોટ ને ફ્રીઝ માં મૂકી દયો.

હવે કડાઈને ગેસ પર સાવ ધીમા તાપે ઢાંકી ને મૂકો ને દસ મિનિટ ચડાવી લ્યો કુકી ને દસ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ પર થી ઉતારી લ્યો ને થોડી ઠંડી થવા દયો,

કુકી ઠંડી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મુકેલ લોટ માંથી બીજી કુકી તૈયાર કરી એને પણ સાવ ધીમા તાપે ચડાવી લ્યો ને ઠંડી થાય એટલે કાઢી લ્યો બધી જ કુકી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ચોકો ચિપ્સ કુકી.

Choco Chip Cookies banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bristi Home Kitchen ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કુલ્ફી બનાવવાની રીત | Kulfi banavani rit | Kulfi recipe in gujarati

રાજભોગ બનાવવાની રીત | Rajbhog banavani rit | Rajbhog recipe in gujarati

દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit | dudhi nu raitu recipe in gujarati

રીંગણ ના ભજીયા બનાવવાની રીત | ringan na bhajiya banavani rit | ringan na bhajiya recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement