રીંગણ ના ભજીયા બનાવવાની રીત | ringan na bhajiya banavani rit | ringan na bhajiya recipe in gujarati

રીંગણ ના ભજીયા બનાવવાની રીત - ringan na bhajiya banavani rit - ringan na bhajiya recipe in gujarati
Image credit – Youtube/Bindaas Cooking with Ritu
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે કાળી ચૌદશ ના નવીજ રીત ક્રિસ્પી અને ટેસ્ટી રીંગણ ના ભજીયા બનાવવાની રીત – ringan na bhajiya banavani rit શીખીશું. do subscribe Bindaas Cooking with Ritu YouTube channel on YouTube  If you like the recipe  આ ભજીયા થોડી અલગ રીત થી બનાવ્યા છે જે લાંબા જાંબલી રંગના રીંગણ આવે એમાંથી બનાવેલ છે જે ખૂબ ક્રિસ્પી બને છે તો ચાલો જાણીએ ringan na bhajiya recipe in gujarati – રીંગણા ના ભજીયા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રીંગણ ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • જાંબલી લાંબા રીંગણા 3-4
  • બ્રેડ સ્લાઈસ 3-4
  • મેંદા નો લોટ 4-5 ચમચી
  • ચોખાનો લોટ 1-2 ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

રીંગણ ના ભજીયા બનાવવાની રીત | ringan na bhajiya recipe in gujarati

રીંગણા ના ભજીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બે ત્રણ ગ્લાસ ઠંડુ  પાણી લ્યો એમાં એક ચમચી મીઠું નાખી એક બાજુ મૂકો હવે રીંગણા ને ધોઇ ને એની દાડી બાજુ થી અડધા થી એક ઇંચ જેટલી નીચેથી છાલ ઉતારી લ્યો

ત્યાર બાદ ચાકુથી ચાર કે છ ભાગમાં છોલી રાખેલ છે ત્યાં સુધી ઊભા કાપા પાડી લ્યો અને મીઠા વાળા પાણીમાં નાખી દયો આમ બધા રીંગણા છોલી ને કાપી પાણી માં નાખી દયો ને ઉપર પ્લેટ નો થોડો વજન રાખી દયો

Advertisement

હવે મિક્સર જારમાં બ્રેડ ના ટુકડા નાખી પીસી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો એમાં સ્વાદ મુજબ થોડું મીઠું, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

બીજા એક વાસણમાં મેંદા નો લોટ અને ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો

હવે રીંગણા ને પાણી માંથી કાઢી કપડા પર કોરા કરી લ્યો ત્યાર બાદ મેંદા ના મિશ્રણ ના ચમચી વડે મિશ્રણ ને બરોબર કોટીંગ કરી લ્યો ને ત્યાર બાદ બ્રેડ વાળા મિશ્રણ માં બ્રેડ નું બરોબર કોટીંગ કરી એક થાળી માં મૂકતા જાઓ આમ બધા રીંગણા ને પહેલા મેંદા ના મિશ્રણ માં

ત્યાર બાદ બ્રેડ ના મિશ્રણ માં કોટીંગ કરી થાળી માં મૂકો (અહી આ રીતે તૈયાર કરી પહેલેથી રીંગણ ને ફ્રીઝ માં મૂકી દયો ને ખાવા હોય ત્યારે તરી ને તૈયાર કરી શકો છો )

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પહેલા કોટીંગ કરી તૈયાર કરેલ રીંગણ ને ગરમ તેલ માં નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી ફેરવી ફેરવી ને તરી લ્યો આમ બધા રીંગણ ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ સોસ કે ચટણી સાથે સર્વ કરો રીંગણા ના ભજીયા.

ringan na bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bindaas Cooking with Ritu ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘઉં સોજી નો નાસ્તો બનાવવાની રીત | ghau soji no nasto banavani rit

પારસી માવા કેક બનાવવાની રીત | parsi mawa cake banavani rit | parsi mawa cake recipe gujarati

મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit

કોબી ના ભજીયા બનાવવાની રીત | kobi na bhajiya banavani rit | kobi na bhajiya recipe in gujarati

લીલી મકાઈ ના ભજીયા બનાવવાની રીત | makai na bhajiya banavani rit | makai pakoda recipe in gujarati

સોયા ચંક મંચુરિયન બનાવવાની રીત | soya chunks manchurian banavani rit | soya chunks manchurian recipe in gujarati

કુરકુરી ભીંડી બનાવવાની રીત | kurkuri bhindi banavani rit | kurkuri bhindi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement