ઢાબા સ્ટાઈલ મકાઈ કેપ્સીકમ નું પંજાબી શાક બનાવવાની રીત | Makai capsicum nu Panjabi shaak

મકાઈ કેપ્સીકમ નું પંજાબી શાક - Makai capsicum nu Panjabi shaak - મકાઈ કેપ્સીકમ નું પંજાબી શાક બનાવવાની રીત - Makai capsicum nu Panjabi shaak banavani rit
Image credit – Youtube/Food se Fitness Gujarati
Advertisement

આપણે ઘરે ઢાબા સ્ટાઈલ માં મકાઈ કેપ્સીકમ નું પંજાબી શાક બનાવવાની રીત – Makai capsicum nu Panjabi shaak banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube If you like the recipe , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે નાન, બટર રોટી કે પરાઠા સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ઢાબા સ્ટાઈલ માં મકાઈ કેપ્સીકમ નું પંજાબી શાક બનાવતા શીખીએ.

મકાઈ કેપ્સીકમ નું શાક બનાવવા માટેની સામગ્રી

  • કેપ્સીકમ ના ટુકડા 1 કપ
  • તેલ 1 ચમચી
  • બટર 1 ચમચી
  • તજ 1 ટુકડા
  • મોટી એલચી 1
  • તેજ પત્તા 1
  • જીરું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લાલ મરચું પાવડર 1 ½ ચમચી
  • હળદર 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • દહી 2 ચમચી
  • ચીઝ ક્યૂબ 1 નાની કટોરી
  • કસૂરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • બટર 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • પનીર 50 ગ્રામ

મકાઈ બાફવા માટેની સામગ્રી

  • મકાઈ 1 કપ
  • પાણી 1 કપ
  • હળદર 1 ચપટી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ખાંડ 1 ચમચી

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ટામેટા 2
  • કાજુ 8-10
  • લસણ 3-4
  • લીલું મરચું 1
  • આદુ 1 ઇંચ

મકાઇ બાફવા માટેની રીત

મકાઈ બાફવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં એક ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી ખાંડ નાખો. હવે તેમાં મકાઈ ના દાણા નાખો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી પાણી માં ઉકાળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

ગ્રેવી બનાવવા માટેની રીત

ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર માં ટામેટા ના ટુકડા નાખો. હવે તેમાં પલાળી ને રાખેલા કાજુ નાખો. હવે તેમાં લસણ ની કડી, લીલું મરચુ અને આદુ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રેવી.

Advertisement

Makai capsicum nu Panjabi shaak banavani rit

મકાઈ કેપ્સીકમ નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. હવે તેમાં કેપ્સીકમ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ માં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેમાં. તજ, મોટી એલચી, તેજ પત્તા અને જીરું નાખો.

તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને એક મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવી લ્યો.

તેમાં બાફી ને રાખેલા મકાઈ ના દાણા અને કેપ્સીકમ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડું પાણી નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.

ત્યાર બાદ તેમાં ચીઝ ના ક્યૂબ, કસૂરી મેથી,ગરમ મસાલો અને બટર નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ગ્રેટ કરીને પનીર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી શાક ને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી ઢાબા સ્ટાઈલ માં મકાઈ અને કેપ્સીકમ નું પંજાબી શાક. હવે તેને બટર રોટી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ મકાઈ અને કેપ્સીકમ નું પંજાબી શાક ખાવાનો આનંદ માણો.

capsicum nu shaak recipe notes

  • ગ્રેવી માં મગજતરી નો ઉપયોગ કરી શકો છો.
  • દહી ની જગ્યા એ તમે ફ્રેશ ક્રીમ નો ઉપયોગ કરી શકો છો.

મકાઈ કેપ્સીકમ નું પંજાબી શાક બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કુંદરું નું શાક બનાવવાની રીત | Kundru nu shaak banavani rit

ગાજરનો કેક બનાવવાની રીત | gajar no cake banavani rit

મસાલા બ્રેડ બનાવવાની રીત | Masala bread banavni rit | Masala bread recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement