બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત | Bachela bhat mathi dhosa banavani rit

બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત - Bachela bhat mathi dhosa banavani rit
Image credit – Youtube/SANCHIKA All in ONE
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત સાથે ચટણી બનાવવાની રીત શીખીશું, do subscribe SANCHIKA All in ONE YouTube channel on YouTube If you like the recipe , ઘણી વાર ભાત બચી જાય તો પહેલા તો વઘારવા નો વિચાર આવે પણ હવે ભાત માંથી અલગ અલગ વાનગીઓ બનાવતા થઈ ગયા છીએ એમાંથી જ એક વાનગી આજ આપણે Bachela bhat mathi dhosa banavani rit સાથે ચટણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બચેલ ભાત થી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી ½ ચમચી
  • બચેલ ભાત 1 કપ
  • દહી ½  કપ
  • લીલા મરચા 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઇનો ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા 2-3 સુધારેલ
  • લસણની કળી 4-5
  • ડુંગળી 1 સુધારેલ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ 1-2 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • ચણા દાળ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 3-4

બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત

 બચેલ ભાત માંથી ઢોસા બનાવવા બચેલા ભાત ને મિક્સર જાર માં નાખો સાથે સોજી, દહી, લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, આદુ ના કટકા, સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો 

ત્યાર બાદ ફરી અડધો કપ પાણી નાખો ને ફરીથી સ્મુથ પીસી ને એક વાસણમાં કાઢી લ્યો અને મિક્સર જાર માં બે ચાર ચમચી પાણી નાખી મિશ્રણ માં નાખી દયો ને ઢાંકી ને એક બાજુ મૂકો   (મિશ્રણ ને ઢોસા ના મિશ્રણ જેટલું ઘટ્ટ રાખવું)

Advertisement

દસ મિનિટ પછી એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ કરો ત્યાર બાદ એમાં તૈયાર મિશ્રણ ને વાટકા કે કડછી નાખી ને ફેલાવી લઈ ઢોસા બનાવી લ્યો ને થોડો શેકાઈ જાય ત્યાર બાદ એમાં તેલ છાંટી ને ગોલ્ડન શેકી લ્યો

ઢોસા ને બરોબર શેકી લીધા બાદ ઉતારી બીજો ઢોસો શેકવા નાખો આમ એક એક ઢોસા ને બરોબર શેકી લ્યો ને બધા ઢોસા તૈયાર કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો બચેલ ભાત માંથી ઢોસા સાથે ચટણી

ચટણી બનાવવા માટેની રીત

મિક્સર જારમાં સુધારેલ ટમેટા, ડુંગળી, લીલા મરચા, લસણ ની કણી અને લીલા ધાણા સુધારેલા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ચણા દાળ અને મીઠા લીમડાના પાન નાખી દાળ ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ચટણી અને લાલ મરચાનો પાઉડર નાખો મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે ચટણી.

Bachela bhat mathi dhosa banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર SANCHIKA All in ONE ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit

આમળાનો પાવડર બનાવવાની રીત | aamla no powder banavani rit

લીલા વટાણા નું અથાણું બનાવવાની રીત | Lila vatana nu athanu banavani rit

દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli banavani rit

શક્કરિયા નો ચાટ બનાવવાની રીત | shakkariya no chaat banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement