શિયાળા સ્પેશિયલ સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો – રીંગણ નું ભરથું – Ringan nu bharthu

ringan nu bharthu recipe in Gujarati - olo banavani rit - રીંગણ નું ભરથું - રીંગણ નો ઓળો
Image - Youtube/Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો, રીંગણ નું ભરથું ,રીંગણ નો ઓળો , Ringan nu bharthu recipe in Gujarati, Ringan nu bhartu, ringan no olo banavani rit.

Ringan nu bharthu recipe in Gujarati

Ringan nu bhartu બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  •  ૪-૫ મીડીયમ મોટા રીંગણા અડધો કપ વટાણા
  • ૧૫-૨૦ કની લસણ
  • ૨-૩ લીલા મરચા
  • ૩-૪ ડુંગરી
  • ૨-૩ ટામેટા
  • એક નાનો ટુકડો આદુ
  • ૩-૪ ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પા ચમચી હળદર
  • ૧-૨ ચમચી લાલ મરચા નો પાવડર
  • ૧ ચમચી ધાણા જીરું નો પાવડર
  • પા ચમચી ગરમ મસાલો
  • લીલા ઘણા ગાર્નિશ માટે

Ringan no olo banavani rit

રીંગણ નો ઓળો કરવા રીંગણા ને પાણી થી બરોબર ધોઈ લ્યો ત્યાર બાદ રીંગણા માં કાપા પાડી લસણ ની કની નાખી તેલ લગાડી ને ગેસ પર/ શગડી પર કે અંગારા પર સેકી લેવા રીંગણા સેકાઈ જાય એટલે ઉપર ના ફોતરા ઉતારી કટકા કરી લેવા.

ત્યાર બાદ ગેસ પર કડાઈ મૂકી એમાં ૨-૩ ચમચી તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે એમાં છીણેલું આદુ ,સુધારેલી ડુંગરી નાખી ૩-૪ મિનિટ સેકો ત્યાર બાદ તેમાં જીના સુધારેલા ટામેટા નાખી ફરી ગળે ત્યાં સુંધી સેકો

Advertisement

પછી તેમાં વટાણા , લાલ મરચા નો પાવડર, હળદર , ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી ૩-૪ મિનિટ સેકો સેકાઇ જાય પછી તેમાં સેકેલાં રીંગણા નાખી જરૂરત મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ધીમે તાપે ૫-૭ મિનિટ સેકો ને થોડો ગરમ મસાલો ને લીલા ધાણા નાખી ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી/ રોટલા સાથે પીરસો, રીંગણા નો ઓળો.

રીંગણ નું ભરથું રેસીપી વિડીયો

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મસાલેદાર સેકેલા બટાકા ઓવન વગર

હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળા ના મુઠીયા

વિડીયો: ઘરે બનાવો હેલ્ધી ક્રીમી પાલક સૂપ

સ્વાદિષ્ટ અને હેલ્ધી ઘઉં ના લોટ ના જીરા બિસ્કીટ

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement