બચેલી રોટલી નો નાસ્તો બનાવવાની રીત | Bacheli rotli no nasto banavani rit

બચેલી રોટલી નો નાસ્તો - Bacheli rotli no nasto - બચેલી રોટલી નો નાસ્તો બનાવવાની રીત - Bacheli rotli no nasto banavani rit
Image credit – Youtube/Suvidha Net Rasoi
Advertisement

ઘરે બચેલી રોટલી નો નાસ્તો બનાવવાની રીત – Bacheli rotli no nasto banavani rit શીખીશું, do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે વધી ગયેલ રોટલી ને બેસન અને કાચા બટેટા નું મિશ્રણ તૈયાર કરીને તેનો ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનાવતા શીખીશું. આ નાસ્તો ક્રિસ્પી અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે નાસ્તા માં કે સાંજે તમે ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે વધી ગયેલ રોટલી નો ટેસ્ટી નાસ્તો બનાવતા શીખીએ.

બચેલી રોટલી નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

 • રોટલી 2
 • બટેટા 1
 • પાલક 1 કપ
 • અજમો ½ ચમચી
 • જીરું ½ ચમચી
 • ધાણા પાવડર 1 ચમચી
 • લાલ મરચું પાવડર ½ ચમચી
 • ગરમ મસાલો ½ ચમચી
 • હળદર ¼ ચમચી
 • સ્વાદ પ્રમાણે મીઠું

બચેલી રોટલી નો નાસ્તો બનાવવાની રીત

બચેલી રોટલી નો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં રોટલી ને સાઇડ થી ચાકુ ની મદદ થી થોડી કટ કરી ને રોટલી ને ચોરસ કરી લ્યો.

ત્યાર બાદ એક ઇંચ ના ગેપ માં તેને લાંબી પટી બને તે રીતે કટ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.

Advertisement

એક બાઉલમાં બટેટા ને છોલી ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલી ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેમાં અજમો, જીરું, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં બેસન નાખો. હવે તેમાં એક ચમચી જેટલા સફેદ તલ નાખો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિશ્રણ તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય ત્યારે રોટલી ની પટી ને મિશ્રણ માં સરસ કોટ કરી ને તેલ માં નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધો નાસ્તો બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી વધી ગયેલ રોટલી નો નાસ્તો. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ વધી ગયેલ રોટલી નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Rotli nasto notes

 • વધી ગયેલ રોટલી ની જગ્યાએ તમે ફ્રેશ રોટલી નો ઉપયોગ કરીને પણ નાસ્તો બનાવી શકો છો.

Bacheli rotli no nasto banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દૂધી નો હલવો બનાવવાની રીત | Dudhi no halvo banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit

લીલા લસણનો ઠેસો બનાવવાની રીત | Lila lasan no theso banavani rit

આલુ સેન્ડવીચ બનાવવાની રીત | બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | aloo sandwich banavani rit

સુકી ભેલ બનાવવાની રીત | bhel banavani rit gujarati ma | suki bhel recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement