આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત | Aadu lasan dungri ane tameta ni pest banavani rit

આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત - Aadu lasan dungri ane tameta ni pest banavani rit
Image credit – Youtube/SNEHAL SHRIGADIWAR
Advertisement

 નમસ્તે મિત્રો આજે આપણે આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત – Aadu lasan dungri ane tameta ni pest banavani rit શીખીશું, do subscribe SNEHAL SHRIGADIWAR YouTube channel on YouTube If you like the recipe , આપણે રસોડા માં દરોજ ની રસોઇ બનાવવા આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ને તાજા સુધારી ને તાજા જ વાપરતા હોઈએ પણ જે વ્યક્તિ ઘર કામ સિવાય બહાર કામ કરતી હોય એમના માટે રસોઈ થોડી ઝડપી બનાવવા આજ આપણે આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવી ફ્રીઝ માં એક અઠવાડિયા થી બે અઠવાડિયા અને ફ્રીઝર માં છ મહિના થી બાર મહિના સુંધી સાચવી શકાય અને એ પણ કોઈ પણ જાત ના પ્રિઝરવેટીવ વગર ઘર માં રહેલ સામગ્રીથી તૈયાર કરવાની રીત શીખીશું તો ચાલો જાણીએ આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવા જરૂરી સામગ્રીAadu lasan dungri ane tameta ni pest banavani rit | Recipe Video

લસણ ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • લસણ ની કણી 250 ગ્રામ
  • મીઠું 1 ½ ચમચી

આદુ ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • આદુ 250 ગ્રામ
  • મીઠું 1 ½ ચમચી

ટમેટા ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા 500 ગ્રામ
  • તેલ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • ખાંડ 1 ચમચી

ડુંગળી ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • ડુંગળી 500 ગ્રામ
  • તેલ 2 ચમચી
  • મીઠું 1 ચમચી

આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત

લસણની પેસ્ટ બનાવવાની રીત

સૌ પ્રથમ લસણ ની કણી ને લગ કરી ને ફોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ લસણ ની કણી ને મિક્સર જાર માં નાખો સાથે મીઠું નાખી જાર નું ઢાંકણ બંધ કરી  સ્મૂથ પીસી ને પેસ્ટ બનાવી લ્યો ને તૈયાર પેસ્ટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ફ્રીઝ કે ફ્રીજર માં મૂકી જરૂર મુજબ કાઢી ને વાપરી શકો છો તો તૈયાર છે લસણની પેસ્ટ.

આદુ ની પેસ્ટ બનાવવાની રીત

આદુ ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એના પર રહેલ ધૂળ કચરો નીકળી જાય ત્યાર બાદ ચમચી થી આદુ ને છોલી ને સાફ કરી લ્યો અને ફરીથી એક વખત પાણી થી ધોઇ લ્યો ને કપડા માં નાખી ને કોરા કરી લ્યો.

Advertisement

ત્યાર બાદ ચાકુથી નાના કટકા કરી લ્યો કટકા કરેલ આદુને મિક્સર જારમાં નાખો સાથે મીઠું બધી મિક્સર ની ઢાંકણ બંધ કરી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો ને તૈયાર પેસ્ટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીઝ કે ફ્રિજર માં મૂકી જરૂર મુજબ વાપરી શકો છો તો તૈયાર છે આદુ ની પેસ્ટ.

ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત

સૌ પ્રથમ પાકા ને થોડા કડક હોય એવા ટમેટા લ્યો એને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો અને ટમેટા માં પ્લસ ની નિશાની જેમ ચાકુ થી કાપા પાડી એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ટમેટા નાખી ને અડધી મિનિટ ટમેટા ને ગરમ કરો અથવા ટમેટા ની છાલ અલગ થવા લાગે ત્યાં સુંધી ગરમ કરો.

હવે ટમેટા ને ગરમ પાણી માંથી કાઢી લ્યો અને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે એની છાલ અલગ કરી ને દાડી વાળો ભાગ અલગ કરી  ચાકુ થી કટકા કરી લ્યો ને કટકા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ટમેટા ની પ્યુરી નાખો સાથે ખાંડ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી ને ટમેટા નું પાણી બરી ને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુંધી મિડીયમ અથવા ફૂલ તાપે હલાવતા રહો. ટમેટા ની પેસ્ટ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી પેસ્ટ ને ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જરૂર મુજબ ઉપયોગમાં લ્યો તો તૈયાર છે ટમેટા ની પેસ્ટ.

ડુંગળી ની પેસ્ટ બનાવવાની રીત

સૌ પ્રથમ ડુંગળી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને પાણી થી ધોઈ લ્યો અને કપડા થી કોરી કરી લ્યો હવે ચાકુ થી બે ભાગ કરી પાતળી અને લાંબી લાંબી સુધારી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી અને મીઠું નાખી બરોબર મિક્સ કરી ને પહેલા ફૂલ તાપે હલાવતા રહી શેકો ડુંગળી નરમ થઈ ને ગોલ્ડન રંગ ની થવા લાગે એટલે ગેસ ને ધીમો અથવા મીડીયમ કરી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુંધી શેકી લ્યો

ડુંગળી બરોબર ડાર્ક બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ડુંગળી ને થોડી ઠંડી થવા દયો (તમે આમજ શેકેલ ડુંગળી પણ ઠંડી કરી ડબ્બા માં મૂકી શકો છો ) ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જરૂર મુજબ વાપરી શકો છો તો તૈયાર છે ડુંગળી ની પેસ્ટ.

Aadu lasan dungri ane tameta ni pest banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર SNEHAL SHRIGADIWAR ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લસણ વગર નો ઠેંસો બનાવવાની રીત | Lasan vagar no theso banavani rit

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ | Fangavel mag ane Singdana no salad

પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ | pani puri na pani nu premix banavani rit

પ્રોસેસ ચીઝ બનાવવાની રીત | processed cheese banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement