નમસ્તે મિત્રો આજે આપણે લસણ વગર નો ઠેંસો બનાવવાની રીત – Lasan vagar no theso banavani rit શીખીશું. ઠેંસો એ એક પ્રકારની ચટણી છે, do subscribe Anyone Can Cook YouTube channel on YouTube If you like the recipe , અને આજ આપણે લસણ વગર બનાવશું કેમક ઘણા લોકો લસણ નથી ખાતા તો એમને આ ઠેંસો નો સ્વાદ ને મજા લઇ શકે. આ ઠેંસો હમેશા આપણે લીલા મરચા અને લસણ સાથે બનતા જોઈ છે પણ આજ આપણે લસણ વગર નો ઠેંસો બનાવશું. જેને તમે રોટલી , પરોઠા અને ભાખરી સાથે ટેસ્ટી લાગે છે. તો ચાલો જાણીએ Lasan vagar no theso recipe in gujarati શીખીએ.
લસણ વગર નો ઠેંસો બનાવવા જરૂરી સામગ્રી
- મિડીયમ તીખા લીલા મરચા 50-100 ગ્રામ
- લીલા ધાણા સુધારેલા 50 ગ્રામ
- જીરું 1 ½ ચમચી
- હિંગ ½ ચમચી ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ 1 ચમચી
- તેલ 3-4 ચમચી
લસણ વગર નો ઠેંસો બનાવવાની રીત | Lasan vagar no theso recipe in gujarati
લસણ વગર નો ઠેંસો બનાવવા સૌપ્રથમ મીડીયમ તીખા લીલા મરચા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો ને દાડી અલગ કરી બે કે ત્રણ ભાગ માં ચાકુથી કટકા કરી લ્યો,
હવે ગેસ પર એક બે ચમચી તેલ એક કડાઈમાં ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું નાખી તતડાવો હવે એમાં લીલા મરચા ના કટકા નાખી ને મિક્સ કરી લ્યો .
મરચા ને શેકી લ્યો મરચા ઉપર બ્રાઉન ટપકા થવા લાગે એટલે એને મિક્સર જાર માં કાઢી લ્યો અને એ જ કડાઈમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને એને પણ મરચા સાથે કાઢી લ્યો.
હવે મરચા અને ધાણા સાથે પા ચમચી હિંગ અને અડધી ચમચી જીરું નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી ને દરદરું પીસી ને એક બાજુ મૂકો ( અહી તમે પીસતી વખતે પા કપ શેકેલ સીંગદાણા પણ નાખી શકો છો ).
હવે ફરી એક જ કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું અને પા ચમચી હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં પીસેલા પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને શેકી લ્યો,
ત્યાં બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાટકા માં કાઢી લ્યો ને મજા લ્યો લસણ વગર નો ઠેંસો.
Lasan vagar no theso banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Anyone Can Cook ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મિલ્ક બાર બરફી બનાવવાની રીત | Milk baar barfi banavani rit | Milk baar barfi recipe in gujarati
સન્નાટા રાયતું બનાવવાની રીત | Sannata raitu banavani rit
તરબૂચ ની છાલ ની ચટણી | Tarbuch ni chal ni chutney
કાચી કેરી ના રાઈસ બનાવવાની રીત | Raw mango rice recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે