ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો PM eVidya Programme for digital education

pm eVIDYA
pm eVIDYA
Advertisement

PM eVidya Programme , ભારત માં ડિજિટલ ભણતર ને પ્રોત્સાહન આપવા માટે અને e-learning ને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શક્ય બનાવવા માટે, વિત્ત મંત્રી નિર્મલા સીતારામન એ રવિવાર એ eVidya પ્રોગ્રામ લૉન્ચ કર્યો. અહીં જાણો આ પ્રોગ્રામ વિશે.

આ સુવિધા માં વિદ્યાર્થી અને શિક્ષકો ડિજિટલ ભણતર ની ઘણી બધી પદ્ધતિઓ નો લાભ લઇ શકશે.અને 100 થી પણ વધુ યુનિવર્સિટીઓ ને અલગ અલગ  કોર્ષ 30 મે થી શરૂ કરવાની પરવાનગી મળશે.

શુ છે PM eVidya Programme:

ડિજિટલ / ઓનલાઈન શિક્ષણની મલ્ટિમોડ ઍક્સેસ માટેનો એક પ્રોગ્રામ PM eVidya Programme જેમાં નીચે મુજબ નો સમાવેશ થશે:

Advertisement

ટોચના 100 યુનિવર્સિટીઓને 30 મે સુધીમાં આપમેળે ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. યુનિયન બજેટમાં પણ આ જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્રીય એચઆરડી મંત્રી રમેશ પોખરીયલ નિશંકે રવિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે

“ઉચ્ચ શિક્ષણના 3.7 કરોડ વિદ્યાર્થીઓને ભણતરની તકો પૂરી પાડવા અને ઓનલાઇન શિક્ષણ નિયમનકારી માળખાને ઉદારીકરણ દ્વારા ઇ-લર્નિંગને વિસ્તૃત કરવા, ટોચની 100 યુનિવર્સિટીઓ ઓનલાઇન અભ્યાસક્રમો શરૂ કરશે.  પરંપરાગત યુનિવર્સિટીઓ અને ODL કાર્યક્રમોમાં ઓનલાઈન ઘટકો પણ 20% થી વધારીને 40% કરવામાં આવશે.”

DIKSHA, જે શાળાઓ અને કોલેજો માટે ‘એક રાષ્ટ્ર,એક ડીજીટલ પ્લેટફોર્મ’ ની સુવિધા પૂરી પાડશે.તે e-content અને QR કોડેડ રેજીસ્ટર  કરેલી બુક્સ પુરી પાડશે.

PM eVidya Programme for digital education
PM eVidya Programme for digital education

DIKSHA 14 ભાષાઓ અસમિયા, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, છત્તીસગડી માં સામગ્રી પુરી પાડશે.

DIKSHA આવતા 3 મહિના સુધી મોટા પ્રમાણ માં સારી ક્વોલિટી માં e-resources પુરા પાડશે.

‘one class, one channel’ અંતર્ગત ધોરણ 1 થી 12 સુધીના દરેક વર્ગ માટે એક નિર્ધારિત ટીવી ચેનલ પ્રસારિત કરવામાં આવશે.

વિદ્યાર્થીઓમાં રેડિયો, કોમ્યુનિટી રેડિયો અને પોડકાસ્ટનો વ્યાપક ઉપયોગ થશે. શાળાના શિક્ષણ માટે 289 સમુદાય રેડિયો સ્ટેશનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

CBSE ની શિક્ષા વાણી તરીકે ઓળખાતા પોડકાસ્ટ સમયસર, શિક્ષિત અને રસપ્રદ રીતે 9 થી 12 ગ્રેડના વિવિધ વિષયો માટે ધ્વનિ સામગ્રીનો પ્રસાર કરે છે. CBSE-Siksha vaani, Android ફોન વપરાશકર્તાઓ માટે playstore પર ઉપલબ્ધ છે.  અત્યાર સુધી શિક્ષાવાણીમાં NCERT અભ્યાસક્રમ અનુસાર વિષયો પર ઓડિયો ફાઇલોના સ્વરૂપમાં સામગ્રીના લગભગ 400 અલગ અલગ ફાઈલો ઉપલબ્ધ છે.

દૃષ્ટિની અને સાંભળવામાં નબળા બાળકો માટે વિશેષ ઇ-સામગ્રી પ્રદાન કરવામાં આવશે.  તે ડિજિટલી એક્સેસીબલ ઇન્ફર્મેશન સિસ્ટમ (DAISY) વિકસાવવામાં આવી છે અને NIOS વેબસાઇટ / યુ ટ્યુબ પર મડી રહેશે.

Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement