સોજી નો ચેવડો બનાવવાની રીત | Soji no chevdo banavani rit recipe in gujarati

સોજી નો ચેવડો - Soji no chevdo - સોજી નો ચેવડો બનાવવાની રીત - Soji no chevdo banavani rit - Soji no chevdo recipe in gujarati
Image credit – Youtube/Rasoi Ghar
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સોજી નો ચેવડો બનાવવાની રીત – Soji no chevdo banavani rit શીખીશું. ખુબજ ટેસ્ટી લાગે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, do subscribe Rasoi Ghar YouTube channel on YouTube If you like the recipe , એકદમ ખસ્તા બને છે. સાથે હેલ્થી પણ છે. આ ચેવડા ને એક વાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. અને ક્યારેય પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને ખસ્તા Soji no chevdo recipe in gujarati શીખીએ.

સોજી નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

 • મખાનાં ૧ કપ
 • સોજી ૧ કપ
 • પાણી ૧ ૧/૪ કપ
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ઓલિવ ઓઇલ ૨ +૨ ચમચી
 • ૧૦-૧૨ બદામ ના ટુકડા
 • ૧૦-૧૨ કાજુ ના ટુકડા
 • કિશમિશ ૨ ચમચી
 • સીંગદાણા ૧ કપ
 • ખસ ખસ ૨ ચમચી
 • મીઠું લીંબડી ૧/૨ કપ
 • ચાટ મસાલો ૧ ચમચી
 • મરી પાવડર ૧/૨ ચમચી
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ખાંડ ૨ ચમચી
 • બાફેલા બટેટા ૨

સોજી નો ચેવડો બનાવવાની રીત | Soji no chevdo recipe in gujarati

સોજી નો ચેવડો બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં એક ઉબાલ આવે ત્યાં સુધી ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તપેલી ને નીચે ઉતારી લ્યો. હવે તેમાં સોજી નાખી ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને સેટ થવા દયો.

Advertisement

સોજી સેટ થાય ત્યાં સુધી ડ્રાય ફ્રુટ ને સેકી લેશું.

ડ્રાય ફ્રુટ ને સેકવાં માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બદામ ના ટુકડા અને કાજુ ના ટુકડા નાખો. હવે તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો. હવે તેમાં મખાના અને કિશમિશ નાખો. હવે તેને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે કઢાઇ માં સેકી ને રાખેલા સીંગદાણા નાખો. હવે તેને પણ એક થી બે મિનિટ સુધી તેલ માં સેકી લ્યો. હવે તેમાં ખસખસ નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મીઠા લીમડા ના નાના ટુકડા કરી ને તેમાં નાખો. હવે લીમડો સરસ થી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

  કઢાઇ માં સેકી ને રાખેલા ડ્રાય ફ્રુટ તેમાં નાખો. હવે તેમાં ચાટ મસાલો, મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને સુગર પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.

હવે ઢાંકી ને રાખેલ સોજી ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને લોટ ગુંથીએ એ રીતે ગુંથી લ્યો. હવે તેમાં બાફેલા બટેટા ને મેસ કરીને તેમાં નાખો. હવે બને ને ફરી થી સરસ થી ગુંથી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સેવ તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ નું મશીન લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સેવ ની જારી લગાવી તેમાં સોજી અને બટેટા નું મિશ્રણ નાખો.

  તેલ ગરમ થાય એટલે તેમાં મશીન થી સેવ બનાવી ને નાખો. હવે સેવ બને તરફ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી સેવ બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે સેવ ને એક મોટા બાઉલમાં કાઢી લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને ચટપટો સોજી નો ચેવડો. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટી સોજી નો ચેવડો ખાવાનો આનંદ માણો.

Soji no chevdo recipe in gujarati notes

 • ઓલિવ ઓઇલ ની જગ્યા એ તમે બીજા કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકો છો.

Soji no chevdo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પનોરી બનાવવાની રીત | Panori banavani rit | Panori recipe in gujarati

પીઝા મઠરી બનાવવાની રીત | Pizza mathri banavani rit | Pizza mathri recipe in gujarati

ભરેલા શાક નો મસાલો બનાવવાની રીત | Bharela shaak no masalo banavani rit

મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement