મસાલા કેરી બનાવવાની રીત | Masala keri banavani rit | Masala keri recipe in gujarati

મસાલા કેરી બનાવવાની રીત - Masala keri banavani rit - Masala keri recipe in gujarati
Image credit – Youtube/Apni Rasoi by Rinku
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા કેરી બનાવવાની રીત – Masala keri banavani rit શીખીશું, do subscribe Apni Rasoi by Rinku YouTube channel on YouTube If you like the recipe , આ મસાલા કેરી ને ટિતોરા, ચટપટા મેંગો, કાચી કેરી નો મુખવાસ આંબોડિયા પણ કહેવાય છે કે કાચી કેરી નો ખાટો તીખો મુખવાસ લાગે છે જે એક વખત બનાવી ને બાર મહિના સુંધી સાચવી ને મજા લઇ શકો છો તો ચાલો જાણીએ Masala keri recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મસાલા કેરી બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 500 ગ્રામ
  • મરી પાઉડર ½  ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 – 2 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મસાલા કેરી બનાવવાની રીત | Masala keri recipe in gujarati

મસાલા કેરી બનાવવા માટે સૌ કાચી કરી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને કપડાથી એક એક કેરી ને બિલકુલ કોરી કરી લેવી કેરી ને કોરી કરી લીધા બાદ એને છોલી ને સાફ કરી લ્યો છોલી ને સાફ કરેલ કેરી ને ચાકુથી કાપી ને ગોટલી અલગ કરી લ્યો અને બધી જ કેરી ને કાપી લ્યો

હવે જે કેરી કાપી મોટા કટકા કરેલ એને ના ઘણા જાડા ના ઘણા પાતળા એમ લાંબા લાંબા અથવા જે સાઇઝ ના કટકા કરવા હોય એ સાઇઝ ના કટકા કરી લ્યો કરેલ કટકા ને એક મોટા વાસણમાં નાખતા જાઓ આમ બધી કેરી ને કાપી ને કટકા કરી લ્યો

Advertisement

ત્યારબાદ હવે કટકા કરેલ કેરી માં મરી પાઉડર અડધી ચમચી, લાલ મરચાનો પાઉડર એક થી બે ચમચી, શેકેલ જીરું પાઉડર, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો મસાલા સાથે કેરી ને બરોબર મિક્સ કરી લેવી

હવે એક મોટા થાળ કે પ્લેટ માં અલગ અલગ મસાલા કેરી ને પાથરી ને ફેલાવી દયો ને એક એક પીસ ને અલગ અલગ રહે એમ ફેલાવી નાખવા હવે થાળ કે પ્લેટ ને તડકા માં મૂકી દયો ને સાંજે ઘરમાં લઈ લ્યો ને હાથ ફેરવી લેવો ને ઘર માં પંખા નીચે મૂકવું.

ત્યાર બાદ બીજા દિવસે પણ તડકા માં મૂકો સાંજે ઘરમાં લઈ લ્યો આમ ક્યાં સુંધી કેરી બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધી તડકા માં સૂકવવા મૂકવી જ્યારે કેરી બિલકુલ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જમ્યા પછી કે જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે મજા લ્યો મસાલા કેરી.

Masala keri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Apni Rasoi by Rinku ને Subscribe કરજો.

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit

ગોળ ની રોટલી બનાવવાની રીત | Gol ni rotli banavani rit | Gol ni rotili recipe in gujarati

લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવાની રીત | Lili chutney vara bataka nu shaak banavani rit

કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit | keri ni kadhi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement