લીલી તુવેર અને વટાણા ની લીલવાની કચોરી રેસીપી – Lilva ni kachori recipe

lilva ni kachori recipe in Gujarati - lilva kachori - લીલવાની કચોરી
Image - Youtube/FOOD COUTURE by Chetna Patel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું લીલી તુવેર અને વટાણા ની લીલવાની કચોરી રેસીપી, Lilva ni kachori recipe in Gujarati.

Lilva ni kachori recipe in Gujarati

લીલવાની કચોરી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે.

  • ૧૫૦ ગ્રામ લીલી તુવેર ના દાણા
  • ૧૦૦ ગ્રામ વટાણા
  • ૧ કપ મેંદો
  • પા કપ ઘઉં નો લોટ
  • પા ચમચી અજમો
  • ૫-૭ ચમચી તેલ
  • ૧ લીંબુ નો રસ
  • જરૂર પ્રમાણે પાણી
  • અડધી ચમચી જીરું
  • પા ચમચી હિંગ
  • ૧ ચમચી તલ
  • પા કપ છીણેલું નારિયેળ
  • ૨-૩ ચમચી કાજુ
  • ૩-૪ ચમચી કીસમીસ
  • ૧-૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ચપટી ખાવા ના સોડા
  • ૧ ચમચી ખાંડ
  • પ્પા કપ લીલું લસણ જીનું સુધારેલ
  • પા કપ જીના સમારેલા લીલાં ઘણા
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

લીલવાની કચોરી રેસીપી

લીલવાની કચોરી બનવા માટે સૌપ્રથમ મિક્સચર માં વટાણા ને લીલી તુવેર ને અધધ કચરા પીસી એક બાજુ મૂકી દયો

ત્યાર બાદ એક વાસણ માં ઘઉં નો લોટ ને મેંદા નો લોટ લ્યો ને સ્વાદ મુજબ મીઠું, અજમો, અડધી ચમચી લીંબુ ને બે ચમચી તેલ નાખી મિક્સ કરો

Advertisement

ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ પૂરી માટે જરૂર પડે એવો લોટ બાંધો ને છેલ્લે અડધી ચમચી તેલ નાખી  લોટ બાંધી ઢાંકણ ઢાંકી બંધ કરી એક બાજુ મૂકી દયો.

એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે તેમાં ૨ ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરું તતડે એટલે એમાં હિંગ ને તલ ને વટાણા તુવેર નું મિશ્રણ નાખી ૫-૭ મિનિટ સેકો,

ત્યાર બાદ તેમાં ચપટી સોડા નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૫-૭ મિનિટ ચડાવો,

ત્યાર બાદ તેમાં છીણેલું નારિયેળ, કીસમીસ, કાજુ , આદું મરચાં ની પેસ્ટ, ખાંડ, ગરમ મસાલો  નાખી બરોબર મિક્સ કરી ૩-૪ મિનિટ ચડવો,

ગેસ બંધ કરી મિશ્રણ બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં લીલું લસણ ને લીલા ધાણા ને અડધી ચમચી લીંબુ નો રસ નાખી મિક્સ કરો

હવે બાંધેલા લોટ માંથી નાના નાના લુવા બનાવી લ્યો ને કચોરી માટે બનાવેલ મિશ્રણ માંથી પણ નાના ગોલાં બનાવી તૈયાર કરી લેવા

લુવા ને વણી ને મીડીયમ પાતળી પૂરી વની લ્યો ને તેમાં કચોરી નું મિશ્રણ નાખી પોટલી જેમ બધી બાજુ થી બંધ કરી પોટલી બનાવી તૈયાર કરી લેવી

ત્યાર બાદ ગેસ પર કડાઈ માં તરવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પોટલીઓ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવી,lilva ni kachori recipe.

આનદ માણો લીલવાની કચોરી રેસીપી નો,Lilva ni kachori recipe in Gujarati.

Lilva ni kachori recipe Video 

 

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો ઘઉંના લોટ ની ખસ્તા કચોરી 

સ્વાદિષ્ટ પરંપરાગત ગુજરાતી દાળ ઢોકરી રેસીપી

બાજરી ના ચમચમીયા રેસીપી

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement