ત્રણ પ્રકારના હેલ્થી જ્યુસ બનાવવાની રીત | healthy juice banavani rit

હેલ્થી જ્યુસ બનાવવાની રીત - healthy juice banavani rit
Image credit – Youtube/Satvic Movement
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારના હેલ્થી જ્યુસ બનાવવાની રીત – healthy juice banavani rit શીખીશું. do subscribe Satvic Movement YouTube channel on YouTube  If you like the recipe આ જ્યૂસ તમે સાંજ ની ચા,કોફી, સવાર ના કસરત પછી કે પછી આવેલ મહેમાન ને દસ પંદર મિનિટ માં તૈયાર કરી સર્વ કરી શકો છો અને આ જ્યૂસ પીવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવા ખૂબ સરળ છે તો ચાલો જાણીએ ત્રણ પ્રકારના હેલ્થી જ્યુસ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

એ. બી. સી. જ્યુસ માટેની સામગ્રી

  • સફરજન / એપલ 1
  • બીટ 2
  • ગાજર 6-7
  • ફુદીના ના પાન ¼ કપ
  • આદુ નો ટુકડો ½ ઇંચ નો

ગ્રીન જ્યુસ બનાવવા માટેની સામગ્રી

  • કાકડી 2
  • સફરજન 2
  • પાલક ¼ કપ
  • ફુદીના ના પાન ¼ કપ
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીંબુ નો રસ 1 ચમચી

ક્લીન ગાજર જ્યુસ બનાવવા માટેની સામગ્રી

  • ગાજર 2
  • સંતરા 2
  • પપૈયા ના કટકા 3 કપ
  • આદુ નો ટુકડો ½ ઇંચ

હેલ્થી જ્યુસ બનાવવાની રીત | healthy juice banavani rit

સૌપ્રથમ આપણે એ. બી. સી. જ્યુસ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ગ્રીન જ્યુસ બનાવવાની રીત જાણીશું પછી ક્લીન ગાજર જ્યુસ બનાવવાની રીત શીખીશું.

એ. બી. સી. જ્યુસ બનાવવાની રીત

એ.બી.સી. જ્યુસ એટલે એપલ બીટ અને ગાજર માંથી તૈયાર થતો જ્યુસ આ જ્યૂસ બનાવવા માટે બધી સામગ્રી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સફરજન / એપલ ને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ બીટ ને છોલી એના પણ કટકા કરી લ્યો અને ગાજર ને પણ છોલી એના હાડકા કાઢી કટકા કરી લેવા

Advertisement

હવે મિક્સર જારમાં કટકા કરેલ સફરજન, બીટ અને ગાજર નાખો સાથે આદુ નો કટકો અને ફુદીના ના પાન નાખી ને એક કપ પાણી નાખી પીસી લ્યો જ્યુસ બરોબર પીસી લીધા બાદ સફેદ કોટન ના કપડા થી ગાળી લ્યો અથવા જ્યુસર મશીન માં નાખી ને પીસી લ્યો ને તૈયાર જ્યુસ ને ચાવી ચાવી ને પીવો

ગ્રીન જ્યુસ બનાવવાની રીત

ગ્રીન જ્યુસ માં શાક અને ફ્રુટ નો ઉપયોગ કરી તૈયાર કરવા માં આવે છે આ જ્યૂસ બનાવવા બધા શાક અને ફ્રુટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કાકડી / દૂધી ના મીડીયમ સાઇઝ માં ના કટકા કરી લ્યો અને પાલક ના પડદાં સાફ કરી મોટા મોટા કટકા કરી લ્યો અને સાથે બે સાથે બે સફરજન ને પણ કાપી ને કટકા કરી લ્યો

હવે મિક્સર જારમાં કટકા કરેલ કાકડી, સફરજન, પાલક, ફુદીના ના પાન અને આદુ નો ટુકડો નાખી પીસી લ્યો અને એક કપ પાણી નાખી પીસી લ્યો ટાયર બાદ કોટન ના કપડા માં નાખી ને ગાળી લ્યો અને છેલ્લે લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો  અથવા જ્યુસર માં સુધારેલ કાકડી, પાલક અને સફરજન ના કટકા ફુદીના ના પાન અને આદુ નો ટુકડો નાખી ને જ્યુસ કાઢી એમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી તૈયાર કરી શકો છો ગ્રીન જ્યુસ

ક્લીન ગાજર જ્યુસ બનાવવાની રીત

આ જ્યૂસ બનાવવા બધી સામગ્રી ને ધોઇ લ્યો અને છોલી ને સાફ કરી લ્યો અને સંતરા ના બીજ કાઢી લ્યો અને પપૈયા ના બીજ કાઢી અલગ કરી કટકા કરી લ્યો

હવે મિક્સર જારમાં કટકા કરેલ ગાજર, પપૈયા ના કટકા અને સંતરા આદુનો ટુકડો નાખી એક કપ પાણી નાખી પીસી લ્યો અને ત્યાર બાદ કોટન ના કપડા માં નાખી ગાળી લ્યો અથવા જયુસર માં કટકા નાખી પીસી લ્યો ને તૈયાર જ્યુસ ને સર્વ કરો.

healthy juice banavani rit Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Satvic Movement ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગોળ ની રોટલી બનાવવાની રીત | Gol ni rotli banavani rit | Gol ni rotili recipe in gujarati

હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત | hot and sour soup banavani rit | hot and sour soup recipe in gujarati

મગદાળ નમકીન બનાવવાની રીત | moong dal namkeen banavani rit | moong dal namkeen recipe in gujarati

કરાચી બિસ્કીટ બનાવવાની રીત | karachi biscuitbanavani rit | karachi biscuit recipe in gujarati

પાલક પનીર બનાવવાની રીત | palak panir banavani rit | palak panir recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement