Kakdi pauva banavani rit | કાકડી પૌવા બનાવવાની રીત

Kakdi pauva - કાકડી પૌવા
Image credit – Youtube/Parimala Kitchen
Advertisement

આ પૌવા સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બની ને તૈયાર થાય છે અને એક પ્રકારના પૌવા બનાવી અને ખાઈ કંટાળી ગયા હો તો આ રીતે નવા સ્વાદ અને ડુંગળી કે બટાકા નો ઉપયોગ કર્યા વગર Kakdi pauva – કાકડી પૌવા બનાવશું જે ઘરમાં બધા ને પસંદ આવશે.

Ingredients list

  • પૌવા 1 કપ
  • છીણેલી કાકડી 1 કપ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • મીઠા લીમડા ના પાંદ 8-10
  • સીંગદાણા 5-6 ચમચી
  • તાજુ છીણેલું નારિયળ ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ચમચી

Kakdi pauva banavani rit

કાકડી પૌવા બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને ચારણી માં નાખી બધું પાણી નિતારી લ્યો. પૌવા નું પાણી નીતરી જાય ત્યાં સુંધી કાકડી ને ધોઇ ને છોલી લ્યો અને ફરી એક વખત ધોઇ લ્યો અને થાળી માં છીણી વડે છીણી લ્યો. હવે એક તપેલી માં નિતરેલ પૌવા અને છીણેલી કાકડી નાખી બને ને બરોબર મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો.

પૌવા અને કાકડી ના મિશ્રણ ને દસ મિનિટ મુકેલ છે ત્યાં સુંધી એના વઘાર ની તૈયારી કરી લઈએ. જેના માટે લીલા મરચા ને ઝીણા ઝીણા સુધારી લેવા, લીલા નારિયળ ને છીણી વડે છીણી અથવા મિક્સર જાર માં પ્લસ મોડ માં ફેરવી છીણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ ને ધોઇ સાફ કરી તૈયાર કરી લ્યો.

Advertisement

ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમ રાઈ, જીરું, ચણા દાળ અને અડદ દાળ નાખી તતડાવી લીધા બાદ એમાં સીંગદાણા,  મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો. મરચા અને સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એમાં મિક્સ કરેલ કાકડી પૌવા નું મિશ્રણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.

ચાર મિનિટ પછી એમાં લીંબુનો રસ,લીલા ધાણા સુધારેલા અને છીણેલું નારિયળ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો કાકડી પૌવા.

 નીચે બીજી રેસીપી પણ આપેલ છે તે અચૂક જુઓ

Advertisement