મુંગલેટ બનાવવાની રીત | Moonglet banavani rit

મુંગલેટ બનાવવાની રીત - Moonglet banavani rit - Moonglet recipe in gujarati
Image credit – Youtube/Kunal Kapur
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મુંગલેટ બનાવવાની રીત – Moonglet banavani rit શીખીશું. સાથે આમચૂર ની ચટણી બનાવીશું, do subscribe Kunal Kapur YouTube channel on YouTube If you like the recipe ,  હાંડવા ની જેમ  મુંગ્લેટ બનાવવામાં આવે છે. તેને મગ ની દાળ ના પેનકેક પણ કહી શકાય.તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. કેમ કે પ્રોટીન અને ફાઇબર થી ભરપુર છે અને ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Moonglet recipe in gujarati શીખીએ.

મુંગલેટ બનાવવાની સામગ્રી

  • છડીયા દાળ 1 કપ
  • આદુ 1 ઇંચ
  • હળદર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી 3 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • જીરું 1 ચમચી
  • ગ્રેટ કરેલા ગાજર ⅓ કપ
  • ઝીણા સુધારેલા ટામેટા ⅓ કપ
  • કેપ્સીકમ ⅓ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મીઠો લીમડો 7-8
  • ઇનો 1 ચમચી

આમચૂર ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • પાણી 2 કપ
  • આમચૂર પાવડર ½ કપ
  • ખાંડ ¾ કપ
  • ચાટ મસાલો 1 ચમચી
  • મરી પાવડર ½ ચમચી
  • જીરું પાવડર 1 ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું 1 ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું

મુંગલેટ બનાવવાની રીત | Moonglet recipe in gujarati

મુંગલેટ બનાવવા માટે સૌથી પહેલા બે થી ત્રણ કલાક માટે પલાળી ને રાખેલી દાળ લઈ લ્યો. હવે તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં આદુ અને હળદર નાખો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ગ્રેટ કરેલા ગાજર, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા લીલાં ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને લીમડો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

હવે તેમાં ઇનો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું તેલ નાખો. હવે તેમાં બે કડછી જેટલું મિશ્રણ નાખો. હવે તેને ઢાંકી ને ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ તેની ઉપર તેલ છાંટી ને તેને તવિઠા ની મદદ થી પલટાવી દયો. હવે ફરીથી તેને ઢાંકી ને ચડવા દયો. આવી રીતે બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી મુંગલેટ ચડાવી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા મુંગલેટ બનાવી ને તૈયાર કરી લ્યો.

આમચૂર ની ચટણી બનાવવાની રીત

આમચૂર ની ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં પાણી નાખો. હવે તેમાં આમચૂર પાવડર, ખાંડ, ચાટ મસાલો, મરી પાવડર, જીરું પાઉડર, સંચળ પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ચટણી નું મિશ્રણ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આમચૂર ની ચટણી.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી મુંગલેટ અને આમચૂર ની ચટણી. હવે તેને ગ્રીન ચટણી અને આમચૂર ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ મુંગલેટ ખાવાનો આનંદ માણો.

moonglet Recipe NOTES

  • મુંગલેટ ના મિશ્રણ માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.

Moonglet banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Chocolate Pancake banavani rit

યુનિક ક્રિસ્પી કટોરી ચાટ બનાવવાની રીત | Unique Crispy Katori Chat banavani rit

રાજભોગ બનાવવાની રીત | Rajbhog banavani rit | Rajbhog recipe in gujarati

મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | makai na lot ni bafla bati banavani rit | makai na lot ni bafla bati recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement