સોજી અને ગુલાબ શરબત ની બરફી બનવાની રીત | Soji ane gulab sarbat ni barfi banavani rit

સોજી અને ગુલાબ શરબત ની બરફી બનવાની રીત - Soji ane gulab sarbat ni barfi banavani rit - Soji ane gulab sarbat ni barfi recipe in gujarati
Image credit – Youtube/Maa Beti Kitchen Star
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સોજી અને ગુલાબ શરબત ની બરફી બનવાની રીત – Soji ane gulab sarbat ni barfi banavani rit શીખીશું. આ મીઠાઈ એકદમ ટેસ્ટી લાગે છે, do subscribe Maa Beti Kitchen Star YouTube channel on YouTube If you like the recipe  અને આ મીઠાઈ બનાવવા કોઈ મિલ્ક પાઉડર કે ના કોઈ માવા નો ઉપયોગ નથી કરવાનો એટલે આ મીઠાઈ જલ્દી બગડશે નહિ અને ઘર ના નાના પ્રસંગ માં એક નવી મીઠાઈ બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ સોજી અને ગુલાબ શરબત ની બરફી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સોજી અને ગુલાબ શરબત ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 2 કપ
  • દૂધ ½  કપ
  • ઘી / તેલ 3-4 + 2 ચમચી
  • ખાંડ ¾ કપ
  • ગુલાબ નો શરબત ¼ કપ
  • પાણી ¾ કપ
  • ડ્રાય ફ્રુટ ની કતરણ 3-4 ચમચી

સોજી અને ગુલાબ શરબત ની બરફી બનવાની રીત | Soji ane gulab sarbat ni barfi recipe in gujarati

સોજી અને ગુલાબ શરબત ની બરફી બનાવવા સૌપ્રથમ સોજી ને સાફ કરી કડાઈમાં નાખો ને ધીમા તાપે સોજી ને લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડી થવા દયો સોજી બિલકુલ  ઠંડી થઇ જાય એટલે એમાં પોણો કપ દૂધ થોડું થોડુ નાખી ને મિક્સ કરી લ્યો.

હવે સોજી ને ઢાંકી ને પાંચ સાત મિનિટ એમજ મૂકી દયો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી એમાં સોજી એમાં નાખી મિડીયમ તાપે હલાવતા રહી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો અને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી એક બે વખત પીસી લ્યો.

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખી એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ને પાણી માં ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય ને પાણી ને બે મિનિટ ઉકાળી લીધા બાદ એમાં એક બે ચમચી ઘી અને ગુલાબ નો શરબત નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ ઉકાળી લ્યો.

ત્યારબાદ હવે ગેસ ફૂલ કરી લ્યો એમાં પીસી રાખેલ સોજી નાખી મિક્સ કરી લ્યો ને બરોબર મિક્સ કરી લીધા બાદ ગેસ ને મીડીયમ કરી ને મિશ્રણ ને હલાવતા રહી ચડાવો ને મિશ્રણ કડાઈ મૂકી ભેગુ થવા લાગે ને કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો.

હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ મિશ્રણ નાખો ને એકસરખું ફેલાવી ને દબાવી દયો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને ઠંડુ થવા દયો ત્યાર બાદ ચાકુથી કાપા પાડી દયો ને ઠંડુ થવા  ચાર થી પાંચ કલાક સેટ થવા દયો ટાયર બાદ પીસ અલગ કરી મજા લ્યો સોજી અને ગુલાબ શરબત ની બરફી.

Soji ane gulab sarbat ni barfi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Maa Beti Kitchen Star ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઝુણકા બનાવવાની રીત | Zunka banavani rit

ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત | Ghau na bataka stuffing rolls banavani rit

બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત | Bachela bhat mathi dhosa banavani rit

રાજભોગ બનાવવાની રીત | Rajbhog banavani rit | Rajbhog recipe in gujarati

દુધીનુ રાયતુ બનાવવાની રીત | dudhi nu raitu banavani rit | dudhi nu raitu recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement