મીઠા મોરું બટાકા નું શાક અને આંબા નું રાયતું બનાવવાની રીત | Mitha moru bataka nu shaak ane aamba nu raitu banavani rit

મીઠા મોરું બટાકા નું શાક અને આંબા નું રાયતું બનાવવાની રીત - Mitha moru bataka nu shaak ane aamba nu raitu banavani rit
Image credit – Youtube/Cooking With Shalini
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા મોરું બટાકા નું શાક અને આંબા નું રાયતું બનાવવાની રીત – Mitha moru bataka nu shaak ane aamba nu raitu banavani rit શીખીશું, do subscribe Cooking With Shalini YouTube channel on YouTube If you like the recipe , હાલ માં નાની નાની છોકરીઓ ના મોરાકાત શરૂ થાય છે ત્યાર બાદ જયાપાર્વતી ના વ્રત પણ ચાલુ થશે આ વ્રત માં મીઠા  ( સોલ્ટ ) વગરનું પાંચ દિવસ જમવાનું હોય છે ત્યારે શું બનાવવું એ પ્રશ્ન થાય તો આજ આપણે મીઠા વગર નું બટાકા નું શાક સાથે આંબા માંથી દહી નું રાયતું બનાવવાની એકદમ સરળ રીત લઈ આવ્યા છીએ જે મીઠા મોરા ફરાળ કે એકટાણા માં બનાવી ને ખાઈ શકો છો તો ચાલો જાણીએ મીઠા મોરું બટાકા નું શાક અને આંબા નું રાયતું બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બટાકા નું શાક બનાવવા માટેની સામગ્રી

  • બાફી ને ઠંડા કરેલ બટાકા 6-7
  • તેલ / ઘી 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા 1-2 ( જો નાની છોકરીઓ માટે બનાવતા હો તો ના નાખવા અથવા મોરા નાખવા)
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • સીંગદાણા અધ કચરા પીસેલા 3-4 ચમચી  ( ઓપ્શનલ છે )
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

આંબા નું રાયતું બનાવવા માટેની સામગ્રી

  • આંબા નો પલ્પ 4-5 ચમચી
  • દહી 1 કપ

મીઠા મોરું બટાકા નું શાક અને આંબા નું રાયતું બનાવવાની રીત

મીઠા મોરું બટાકા નું શાક અને આંબા નું રાયતું બનાવવા સૌપ્રથમ આપણે આંબા ને દહી માંથી રાયતું બનાવી ફ્રીઝ માં મૂકી દેશું ત્યાર બાદ બાફેલા બટાકા ને તેલ માં વઘારી ને શાક તૈયાર કરી લઈ મજા લેશું મીઠા મોરું બટાકા નું શાક અને આંબા નું રાયતું.

આંબા નું રાયતું બનાવવાની રીત

રાયતું બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ છોલી એના કટકા કરી લ્યો ને કટકા ને મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી ને પલ્પ બનાવી લ્યો તૈયાર પલ્પ માંથી ચાર પાંચ ચમચી એક વાટકા ઠંડા દહી માં નાખી ( અહી તમને વધારે મીઠાસ જોઈએ તો પીસેલી ખાંડ જરૂર મુજબ નાખી શકો છો) બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે જેને ફ્રીઝ માં મૂકી દયો ને જમતી વખતે કાઢી ને ઠંડુ મજા લ્યો આંબા નું રાયતું.

Advertisement

મીઠા મોરું બટાકા નું શાક બનાવવાની રીત

મીઠા મોરું બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર બંધ કરી બાફી લ્યો ત્યાર બાદ બાફેલા બટેકા ને બિલકુલ ઠંડા કરી નાખો અને છોલી ને કટકા કરી લ્યો (અહી તમે બાફેલા બટાકા ને ફ્રીઝ મૂકી ને પણ ઠંડા કરી શકો છો).

હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ અથવા ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને અડધી મિનિટ શેકી લ્યો.

ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બટાકા ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ને ઠંડા આંબા ના રાયતા કે દહી સાથે સર્વ કરો મીઠા મોરું બટાકા નું શાક અને આંબા નું રાયતું.

Mitha moru bataka nu shaak ane aamba nu raitu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Shalini ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવાની રીત | Biscuit Appam chocolate cake banavani rit

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત | greavy vara sabudana banavani rit

મિલ્ક પાવડર ના પેંડા બનાવવાની રીત | milk powder na penda banavani rit | milk powder na penda recipe in gujarati

પ્રોટીન સલાડ બનાવવાની રીત | protein salad banavani rit | protein salad recipe in gujarati

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement