પરફેક્ટ ચાસણી વડે અડદિયા બનાવવાની રીત| Chasni vade aadiya banavani rit

ચાસણી વડે અડદિયા બનાવવાની રેસીપી - Chasni vade aadiya banavani rit
Image credit – Youtube/Ruchira's Kitchen
Advertisement

આજે આપણે ચાસણી વડે અડદિયા બનાવવાની  રેસીપી – Chasni vade aadiya banavani rit શીખીશું. do subscribe  Ruchira’s Kitchen YouTube channel on YouTube  If you like the recipe શિયાળો આવતા દરેક ગુજરાતી ને અડદિયા યાદ આવે ને બજાર માં હમેશા ખૂબ વધારે માત્રા માં મસાલા નાખેલ અડદિયા મળતા હોય છે જે મોઢા ના સ્વાદ ને બગાડી નાખે છે તો આજ આપણે ઘરે આપણે પસંદ પડે એવા ઓછા મસાલા સાથે અડદિયા શીખીએ.

અડદિયા રેસીપી માટે જરૂરી સામગ્રી

  • અડદ નો કરકરો લોટ 2 કપ
  • ચણાદાળ નો લોટ 1 કપ
  • ઘઉંનો લોટ ¼ કપ
  • છીણેલું નારિયેળ 1 કપ
  • ખાંડ 3 કપ
  • મોરો માવો 1 કપ
  • અડદિયા મસાલો ½ કપ
  • ઘી 2-3 કપ
  • ગુંદર ¼ કપ
  • દૂધ 2-3 ચમચી
  • જાવેત્રી 2-3 ફૂલ અને જાયફળ ½, એલચી 10-12 નો પાઉડર
  • બદામ ની કતરણ ¼ કપ
  • કાજુની કતરણ ¼ ચમચી
  • પિસ્તા ની કતરણ 5-6 ચમચી
  • કીસમીસ ¼ કપ
  • ખસખસ 3-4 ચમચી

ચાસણી વડે અડદિયા બનાવવાની  રેસીપી

અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ, ચણાદાળ નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં દૂધ ને બે ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી ભેગો કરી ઢાંકી ને અડધા કલાક માટે મૂકી દયો અડધા કલાક પછી લોટ ને ચારણી થી ચાળી એક બાજુ મૂકો

હવે કડાઈ માં છીણેલો મોરો માવો લ્યો ને એને ધીમા તાપે હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો માવો બરોબર શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈ માં એક કપ ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી થોડો થોડો ગુંદ નાખી ગોલ્ડન તરી લઈ એક વાસણમાં કાઢી લ્યો

Advertisement

ત્યાર બાદ એજ કડાઈ માં બાકી નું ઘી નાખી ગરમ કરો ને એમાં ચાળી રાખેલ લોટ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો અને લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય અથવા તો લોટ માંથી ઘી અલગ થાય ત્યાં સુધી હલાવતા રહી ને શેકવો ( લોટ ને શેકવા માં ઉતાવળ ના કરવી નહિતર કાચા લોટ નો સ્વાદ લાડવા નો સ્વાદ બગાડશે)

હવે એમાં શેકેલ માવો, તરી રાખેલ ગુંદ ને મસળી ને નાખો સાથે નારિયળ નું છીણ, ડ્રાય ફ્રુટ પીસી ને અથવા કતરણ, અડદિયા મસાલો , જાવેત્રી જાયફળ ને એલચી પાઉડર અને ખસખસ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી થોડી વાર હલાવતા રહો

હવે ગેસ પર બીજા વાસણમાં ખાંડ લ્યો ને ખાંડ ડૂબે એટલું પાણી નાખી ગેસ ચાલુ કરો હલાવતા રહી એક તારી ચાસણી બનાવો ખાંડ ઓગળી જાય ને એમાં કચરો લાગે તો ચમચી દૂધ નાખી કચરો ચમચી થી અલગ કરી લ્યો ને ત્યાર બાદ ચાસણી ઉકળવા લાગે એટલે ચેક કરો જો એક તાર થાય તો ગેસ બંધ કરી ને તૈયાર ચાસણી ને શેકેલ મિશ્રણ માં બરોબર મિક્સ કરી લ્યો

મિશ્રણ સાથે ચાસણી બરોબર મિક્સ થઈ જાય એટલે જો લાડવા બનાવવા હોય તો મિશ્રણ ને ઠંડુ થવા દયો ને જો કટકા કરવા હોય તો ગ્રીસ કરેલ થાળી માં પાથરી એક સરખું ફેલાવી લ્યો ને એના પર કાજુ, બદામ, પિસ્તાની કતરણ અને ખસખસ છાંટી ત્રણ ચાર કલાક સેટ થવા મૂકો ત્યાર બાદ એના ચાકુ થીં કટકા કરી મહિના સુંધી મજા લ્યો અડદિયા

aadiya recipe notes

  • અહી તમે માત્ર અડદ નો લોટ નાખી ને પણ અડદિયા તૈયાર કરી શકો છો
  • અડદિયા મસાલો તૈયાર ના મળતો હોય તો જાવેંત્રી, જાયફળ, એલચી, સૂંઠ, ગંઠોડા વગેરે પીસી ને પણ નાખી શકો છો
  • જો ચાસણી ઘણી ઘટ્ટ થઈ જાય તો બે ચાર ચમચી પાણી નાખી ને નરમ કરી શકો છો ને જો નરમ હોય તો વધારે ઉકળી ને ચડાવી ને સેટ કરી શકો છો

Chasni vade aadiya banavani rit | aadiya recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchira’s Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સીતાફળ રબડી બનાવવાની રીત | sitafal rabdi banavani rit | sitafal rabdi recipe in gujarati

શિંગોડા લોટ ના પરોઠા બનાવવાની રીત | Singoda na lot na paratha banavani rit | Singoda na lot na paratha recipe in gujarati

અચારી મસાલા પરોઠા બનાવવાની રીત | achari masala paratha banavani rit | achari masala paratha recipe in gujarati

વઘારેલી રોટલી બનાવવાની રીત | vaghareli rotli banavani rit | vaghareli rotli recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement