વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Vegetable salad banavani rit | Vegetable salad recipe in gujarati

વેજીટેબલ સલાડ - વેજીટેબલ સલાડ બનાવવાની રીત - Vegetable salad banavani rit - Vegetable salad recipe in gujarati
Image credit – Youtube/Cook eat fit junction
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે વેજીટેબલ સલાડ બનાવવાની રીત – Vegetable salad banavani rit શીખીશું. આ સલાડ આપણે લાગેલી ભૂખ થી અડધી માત્રા માં ખાઈ ને ભૂખ શાંત કરી ને તમારા સ્વાસ્થ્ય ને સુધારી શકો છો, do subscribe Cook eat fit junction YouTube channel on YouTube If you like the recipe , અથવા તો ડાયટ માં પણ આ સલાડ તૈયાર કરી ખાઈ શકો છો અને નાના મોટા પ્રસંગ માં પણ તૈયાર કરી સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ Vegetable salad recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

વેજીટેબલ સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • ગાજર 1
  • સલગમ 1
  • કાકડી 1
  • ટમેટા 2
  • ડુંગળી 1-2  (ઓપ્શનલ છે )
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મરી પાઉડર સ્વાદ મુજબ
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 1 ચમચી

વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Vegetable salad recipe in gujarati

વેજિટેબલ સલાડ બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ ફરી એને ધોઇ ને સાફ કરી લ્યો અને એના બે ભાગ કરી એમાં રહેલ સફેદ ભાગ અલગ કરી નાખો ને મિડીયમ સાઇઝ ના કટકા કરી એક વાસણમાં મૂકો. ત્યાર બાદ સલગમ ને છોલી ને સાફ કરી ધોઈ એના પણ મિડીયમ સાઇઝ ના કટકા કરો ગાજર વાળા વાસણમાં નાખો.

હવે ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એના પણ મિડીયમ સાઇઝ ના કટકા કરી ગાજર સાથે નાખો સાથે ડુંગળી ને છોલી સાફ કરી એને ધોઇ ને સુધારી ને ગાજર સાથે નાખો. ત્યાર બાદ કાકડી ને ધોઇ સાફ કરી ને કટકા કરી ગાજર સાથે નાખી દયો.

Advertisement

ત્યાર બાદ લીલા ધાણા સાફ કરી ધોઇ ને સુધારેલ ગાજર સાથે નાખો  ( આ સિવાય તમને બીજા કોઈ શાક નાખવા હોય તો એ પણ ધોઇ ને સુધારી ને નાખી શકો છો) હવે એમાં સંચળ, સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તાજો જ મજા લ્યો વેજીટેબલ સલાડ.

Vegetable salad banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook eat fit junction ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement