ઘરે બનાવો સ્પગેટી તંદુરી પાસ્તા | Spaghetti Tandoori Pasta recipe in Gujarati

Spaghetti Tandoori Pasta - spaghetti tandoori pasta recipe in Gujarati - સ્પગેટી તંદુરી પાસ્તા
image - Youtube -Your Food Lab
Advertisement

નમસ્તે મિત્રો આજ આપણે બનાવીશું Yummy સ્પગેટી તંદુરી પાસ્તા જે ઘર ના દરેક વ્યક્તિ ને ખુબજ પસંદ આવશે, spaghetti tandoori pasta recipe in Gujarati.

spaghetti tandoori pasta

સ્પગેટી તંદુરી પાસ્તા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ૧ પેકેટ સ્પગેટી પાસ્તા
  • ૨ ચમચી લાલ મરચા નો ભૂકો
  • ૧ ચમચી ધાણા નો ભૂકો
  • અડધી ચમચી કસુરી મેથી
  • ૧ ચમચી જીરૂ નો ભૂકો
  • ૧ ચમચી આમચૂર પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી મરી નો ભૂકો
  • ૨-૩ ચમચી મેંદા નો લોટ
  • ૫-૬ કપ દૂધ
  • ૩ ચમચી માખણ
  • ૧ ચમચી પીસેલું લસણ
  • ૧ લીલું મરચું સુધારેલું
  • ચીઝ

spaghetti tandoori pasta recipe

સૌ પ્રથમ એક વાસણ માં પાણી ઉકળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં સ્પગેટી ને નાખી મીઠું તેમજ પાણી નાખી બાફી લ્યો બફાઈ જાય એટલે તને ચારણી માં કાઢી તેને થોડા તેલ ને મરી ભૂકા થી મિક્સ કરી લ્યો એટલે સ્પગેટી એક બીજા સાથે ચીપકી ના જાય ત્યાર બાદ

એક વાસણ માં લાલ મરચા નો ભૂકો,ધાણા નો ભૂકો,જીરું નો ભૂકો,આમચૂર પાવડર,કસુરી મેથી, મરી નો ભૂકો, ગરમ મસાલો નાખી એક મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકી દયો ત્યાર બાદ

Advertisement

પાસ્તા બનાવવા એક વાસણ માં માખણ ગરમ મૂકો માખણ થોડું ગરમ થાય એટલે એમાં પીસેલું લસણને લીલા મરચા નાખી ૨ મિનિટ સેકો ત્યાર બાદ એમાં ૨-૩ ચમચી મેંદો નાખી ધીમા તાપે શેકો,

મેંદો સેજ બ્રાઉન થાય ત્યાં સુધી સેકો મેંદો શેકાઈ જાય પછી તેમાં ધીરે ધીરે દૂધ નાખી ને હલાવતા રહો જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં તૈયાર કરેલ સુકો તંદુરી મસાલો ૧-૨ ચમચી નાખી ને હલાવો ત્યાર બાદ તેમાં

સ્પગેટી નાખી બરોબર મિક્સ કરો મિક્સ થઈ ગયાં બાદ છેલ્લે તેમાં ચીઝ નાખો ને લીલા ધાણા નાખી ડ્યોટો તૈયાર છે સ્પગેટી તંદુરી પાસ્તા,tandoori pasta recipe in Gujarati.

સ્પગેટી તંદુરી પાસ્તા  રેસીપી વિડીયો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ મસાલેદાર સેકેલા બટાકા ઓવન વગર

ઘરે બનાવો સ્વાદિષ્ટ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ નો ટોમેટો સૂપ

ઈન્સ્ટન્ટ ઓટ્સ રવા ઢોસા રેસીપી

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement