ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત | ghau na lot ni tandoori rotli banavani rit

ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત - ghau na lot ni tandoori rotli banavani rit
Image credit – Youtube/Hebbars Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત – ghau na lot ni tandoori rotli banavani rit શીખીશું. do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube  If you like the recipe આપણે બહાર જઈ તંદુર રોટી જરૂર મંગાવતા હોઈએ છીએ પણ આજ આપણે ઘરે એજ તંદૂરી રોટી બનાવશું પણ આજ આપણે ઘઉં ના લોટ માંથી એ તૈયાર કરીશું જે ખાવા માં ટેસ્ટી તો લાગશે સાથે હેલ્થી પણ છે તો ચાલો જાણીએ ઘઉં ના લોટ માંથી તંદૂરી રોટી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 ½ કપ
  • ખાંડ 1 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ દહી ½ કપ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 2-3 ચમચી

ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત

ઘઉં ના લોટ માંથી તંદૂરી રોટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો

બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી ફરી મસળી લ્યો ત્યાર બાદ તેલ લગાવી અડધા થી એક કલાક ઢાંકી ને એક બાજુ મૂકો એક કલાક પછી ફરી લોટ ને મસળી લઈ એમાંથી લુવા કરી એક બાજુ મૂકો

Advertisement

હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને ત્યાર બાદ કોરા લોટ સાથે રોટલી થી થોડી જાડી  વણી લ્યો ત્યાં બાદ પાણી લગાવો અને પાણી વારો ભાગ તવી પ્ર મૂકી હલકા હાથે દબાવી ને મિડીયમ તાપે ચડવા દયો

રોટી નીચે ના ભાગે થોડી ચડી જાય ને ઉપર ના ભાગ માં ફુગ્ગા થવા લાગે એટલે તવી ને હાથા વડે કે સાણસી વડે ઉથલાવી ને ગેસ પર ફેરવી ફેરવી ને ચડાવી લ્યો ત્યાર બાદ તવી સીધી કરી લ્યો અને તવીથા થી ઉખાડી લ્યો અને ઘી લગાવી લ્યો 

બીજી રોટી ને વણી પાણી લગાવી એને પણ થોડી ચડાવી ઉથલાવી શેકી લ્યો ને એને પણ ઉખાડી ઘી લગાવી લ્યો આમ ગરમ ગરમ તંદૂરી રોટી તૈયાર કરો ને ઘી લગાવી સર્વ કરો ઘઉં ના લોટ માંથી તંદૂરી રોટી.

ghau na lot ni tandoori rotli banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કોળા નો સૂપ બનાવવાની રીત | kola nu soup banavani rit | kola nu soup recipe in gujarati

રીંગણ ના ભજીયા બનાવવાની રીત | ringan na bhajiya banavani rit | ringan na bhajiya recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

લસણ ડુંગળી વગરનું ભેરેલ રીંગણ નું શાક બનાવવાની રીત | lasan dungri vagar nu bharela ringan nu shaak banavani rit

મમરા ના પૌવા બનાવવાની રીત | mamra na pauva banavani rit | mamra na pauva recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement