સોફ્ટ અને સ્ટફ્ડ દહીં વડા બનાવવાની પરફેકટ રેસીપી | Soft dahi vada recipe in Gujarati

સોફ્ટ દહીં વડા બનાવવાની રેસીપી - Soft dahi vada recipe in Gujarati
Image – Youtube/Chef Ranveer Brar
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ગરમી માટે ઠંડા ઠંડા અને એકદમ સોફ્ટ દહીં વડા બનાવવાની રેસીપી શીખીશું, આ સોફ્ટ દહીં વડા ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે, Soft dahi vada recipe in Gujarati.

સોફ્ટ દહીં વડા બનાવવાની રેસીપી

સ્ટફ્ડ દહીં વડા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે

  • અડદ દાળ ૧ કપ
  • મગ દાળ પા કપ
  • દહીં
  • લીલી ચટણી
  • લાલ ચટણી
  • ખજૂર આમલીની ચટણી
  • દાડમ ના દાણા
  • શેકેલા જીરું નો પાવડર
  • કાજુ, બાદમ ના કટકા ૧-૨ ચમચી
  • કીસમીસ ૧-૨ ચમચી
  • લીલા મરચા જીના સુધારેલા
  • લીલા ઘણા ૩-૪ સુધારેલા
  • જીણી સેવ પા કપ
  • ૨-૩ ચમચી લાલ મરચા નો પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

દહીં વડા બનાવવાની રેસીપી

સોફ્ટ  દહીં વડા બનાવવા સૌ પ્રથમ અડદ દાળ ને સાફ કરી પાણી થી બરોબર ધોઈ લ્યો ને ને ૪-૫ કપ પાણી નાખી ૫-૬ કલાક પલાળી મુકો ને મગ દાળ ને પણ સાફ કરી પાણી વડે ધોઈ ૩-૪ કપ પાણી માં ૫-૬ કલાક પલાળી રાખો.

બને દાળ પલાળી લીધા બાદ તેને મિક્ષચર જાર માં પીસી લ્યો ત્યાર બાદ મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને એક વાસણ માં લઇ ૪-૫ મિનિટ મસળી લ્યો જેથી મિશ્રણમાં હવા ભરાઈ જાય અને વડા સોફ્ટ થાય.

Advertisement

હવે વડા માં ભરવા માટે કાજુ , બાદમ ના જીના કટકા, કીસમીસ, લીલા મરચા જીના સમારેલા ને એક નાનું આદુ છીણી ને મિક્સ કરી તૈયાર કરી લયો

હવે વડા ને તરવા માટે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે પાણી વાળા હાથ કરી થોડું મિશ્રણ લ્યો તેને હથેળી માં થોડું ફેલાવો,

બીજી બાજુ કાજુ મરચા વાટી તૈયાર કરેલ મિશ્રણ નાખો ને ફરી તેને બીજી બાજુ થી બંધ કરી ને વડો તૈયાર કરી ગરમ તેલ માં એક પછી એક નાખતા જઈ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો,

બરોબર તરી લીધા બાદ તેને કાઢી લ્યો બધા વડા તૈયાર થઈ જાય એટલે,

એક વાસણ માં નવશેકું પાણી લ્યો તેમાં ૨-૩ ચમચી ખજૂર આમલી ની ચટણી સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી લાલ મરચા નો ભૂકો નાખી પાણી હલાવી તેમાં તારેલ વડા નાખી ને ૧ -૨ કલાક મૂકી દયો

હવે દહીં વડા ને તૈયાર કરવા પાણી માંથી વડા કાઢી ને પાણી ને હથેળી વડે દબાવી કાઢી લ્યો,

ફ્રીઝ નું ઠંડા દહીં માં ૧ ચમચી ખાંડ નાખી ને જરૂર મુજબ થોડું મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે જે પ્લેટ માં દહીં વડા પીરસવા હોય એમાં ૨-૩ વડા મૂકો તેના પ્ર તૈયાર કરેલ દહીં જરૂરત પ્રમાણે નાખો,

તેના પર કાજુ બાદમ વાળું મિશ્રણ છાંટો થોડું તેના પર લીલી ચટણી, લાલ ચટણી, ખજૂર આમલીની ચટણી જરૂરત પ્રમાણે નાખો,

ત્યાર બાદ તેના પર દાડમ ના દાણા , સેવ છાંટો છેલ્લે તેના પર શેકેલા જીરૂ નો ભૂકો , લાલ મરચા નો બુકો ને લીલા ઘણા થી ગાર્નિશ કરી પીરસો ઠંડા ઠંડા સ્ટફ્ડ દહીં વડા.

Soft dahi vada recipe in Gujarati

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દહીં ના ફાયદા અને નુકશાન | Dahi Na Fayda

કાઠીયાવાડી બટાકા વડા બનાવવાની રીત | Batata Vada Recipe in Gujarati

ફરાડી Stuffed સાબુદાણા વડા બોમ્બ | Sabudana Vada Bombs

ક્રિસ્પી મેંદુ વડા ની રેસીપી – Medu vada recipe

કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની પરફેક્ટ રીત | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in Gujarati

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement