પ્રથમ વાર વિદેશ પ્રવાસ કરતા લોકો માટે ધ્યાન રાખવાની બાબતો

travel
Advertisement

પ્રથમ વખત વિદેશમાં પ્રવાસ સાથે અસંખ્ય લાગણીઓ જોડાયેલી હોય છે. આપણા માથી દરેક વ્યક્તિ પોતાના પ્રથમ વિદેશી પ્રવાસ માટે ખુબજ ઉત્સુક હોય છે, જયારે વિદેશ પ્રવાસે જવા નું નક્કી થાય ત્યારે નવી યાદીઓ બનાવવાનો આનંદ અને  ઉલ્લેખ ના કરી સકાય તેવો રોમાંચ પણ લાવે છે, પરંતુ તેની સાથે તે તેના પોતાના પડકારો પણ હોય છે.

તમારો પહેલો આંતરરાષ્ટ્રીય પ્રવાસ અનુભવ સરળ બનાવવા માટેની પાયાની બાબત ની વાત કરીએ તો  એક શબ્દ સામે આવે તે છે  “આયોજન”, આ આયોજન માં તમારી ટિકિટોને બુકિંગ, હોટલના રૂમ ની બુકિંગ વગેરે નાની મોટી બાબતો નો સમાવેશ થાય છે, જો તમારું આયોજન વ્યવસ્થિત હશે તો તમારો પ્રવાસનો અનુભવ વધુ સારો રહેશે. જો તમે એવા કોઈ વ્યક્તિ છો કે જે ટુક સમય માં તમારા પ્રથમ વિદેશમાં પ્રવાસ ની તૈયારી કરી રહ્યા છો તો, અહીં વસ્તુઓની અંતિમ ચકાસણી નું લીસ્ટ છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ.

૧) તમારા કીમતી દસ્તાવેજો/ઓળખપત્રો ને સલામત અને સરળતાથી મળી જાય તેમ રાખો

Advertisement

વિદેશી મુસાફરીમાં ઘણી બધી બુકિંગ શામેલ હોય છે, તેથી તમારે તે બધાને વ્યવાથીત પાર પાડવા માટે સિસ્ટમ બનાવવો. તમારી ફ્લાઇટ ટિકિટ, હોટલ બુકિંગ અને પાસપોર્ટ દરેક દસ્તાવેજની સોફ્ટ કૉપિ અને હાર્ડ કૉપિઝ બનાવી સાથે રાખો, છે. બૅકપેક અથવા બટવામાં હાર્ડ કૉપીઓ હંમેશા રાખો કે જે તમેને જલ્દી થી ઍક્સેસ કરી શકો. તમારા કીમતી દસ્તાવેજો ની સોફ્ટ કોપી ને સ્કેન કરી તમારા સ્માર્ટફોન માં સાચવી જોઈએ.

Passport

૨) દેશના કાયદાનું પાલન કરો

શાબ્દિક અને લાક્ષણિક બન્ને રીતે તમે  કોઈ પણ દેશ ની મુલાકાત લઈ રહ્યાં હોવ ત્યારે તે સ્થળ તેમજ ત્યાં ના લોકોનો આદર કરવો એ આપના માટે વિવેકનીય છે. તેથી, તે ઉડાન ભરો તે પહેલાં, ખાતરી કરો કે અમુક દેશોની મુલાકાત વખતે તમે કઈ વસ્તુઓ ત્યાં લઇ જઈ શકો છો અને કઈ વસ્તુઓ ત્યાં લઇ જવા પર પ્રતિબંધ છે. તે જાણી લેવું આપના માટે હિતકારક છે અને ખૂબ જ ઉપયોગી પણ સાબિત થશે. દાખલા તરીકે  જો તમે સિંગાપોર જતા હોવ અથવા સ્પેન જતા હોવ ત્યારે તે દેશો માં ડ્રાઇવિંગ કરતી વખતે ફ્લિપ-ફ્લૉપ/ચપ્પલ પહેરી શકતા નથી અને તમેં ત્યાં તમારી સાથે ચ્વિંગગમ લઈ જઈ શકતા નથી.

3) વિદેશી નાણું સાથે રાખવા માટે શ્રેષ્ઠ માર્ગ

આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ અનુભવ બનાવવા માટે, એ મહત્વનું છે કે તમે તમારા નાણાંને લઈ જવાનો યોગ્ય માર્ગ પસંદ કરો. રોકડ, પ્રવાસીના ચેક, આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ અને ફોરેક્સ કાર્ડ્સ એ ઉત્તમ પસંદગીઓ છે. ઘણી વાર તમે દેશમાંથી કેટલી રકમ લઈ શકો તે અંગેની મર્યાદા હોઇ શકે છે, તેથી ખાતરી કરો કે તમે નિર્ધારિત મર્યાદાની અંદર નાણા સાથે રાખો.

નવા ચલણથી પરિચિત થવું હંમેશા સરળ નથી. આવી પરિસ્થિતિઓમાં, એચડીએફસી બેન્ક નો ફોરેક્સપ્લસ કાર્ડ(ForexPlus card) જેવા પ્રી લોડ કાર્ડનો ઉપયોગ કરીને તમે ચિંતા મુક્ત, કેશલેસ ટ્રાવેલ કરી શકો છો અને તમને ચલણના દરમાં વધઘટ જેવી વસ્તુઓ વિશે ચિંતા કરવાની જરૂર રેહતી નથી.

Currency

૪) પરિચિત દવાઓ સાથે રાખો

દરેક દેશ માં દવાઓ જુદી જુદી હોઈ શકે છે. તો જરૂરી નથી કે તે દવા તમારા શરીર ને માફક આવે, ત્યારે હંમેશા સલાહભર્યું એ છે કે તમે તમારા શરીર માફક આવતી દવાઓ સાથે રાખો અને તમારા ડોક્ટર દ્વારા જે દવાઓ આપવામાં આવતી હોય એ નું પ્રિસ્ક્રિપ્શન તમારા સાથે રાખો જે એમેર્જેનસી સમય કામ લાગે.

medicines

૫) ખોરાક સાથે અખતરા ટાળો

પ્રથમ વાર વિદેશમાં મુસાફરી કરો ત્યારે વિવિધ પ્રકાર ના ખોરાક તમને આકર્ષિ શકે છે, ધ્યાનમાં રાખો કે બધા ખોરાક જરૂરી નથી તમે અનુકૂળ શકે છે સ્થાનિક રસોઈપ્રથા, ખાસ કરીને શેરી ખોરાકમાં પ્રવેશ કરતા પહેલાં થોડો સંશોધન કરો. નવા અથવા વિચિત્ર ખોરાક તમારા શરીર ને માફક ના પણ આવી શકે તો કોઈપણ કિંમતે પ્રયોગ કરવાનું ટાળો. જો જરૂર હોય તો, પેકેજ્ડ ખોરાક લઇ જાવ .

૬) જરૂરી વસ્તુઓ પૅક કરો

એક સૌથી મોટી ભૂલ જે પહેલી વખત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ  કરે છે કે જરૂરી ના હોય તેવી વસ્તુઓ પોતાના બેગ માં પેક કરે છે. તમે કઈ જગ્યાએ જઈ રહ્યા છો તેને ધ્યાનમાં રાખી કપડાઓ નું સીલેક્સન કરો, જરૂરી ના હોએ તેવા કપડા સાથે લઇ જવા નઈ જેથી તમારા બેગ માં જગ્યા વધશે જે તમારા દ્વારા કરવામાં આવતી શોપિંગ નો સમાન રાખવા માં મદદ કરશે.

bag stuff

૭) અગાઉથી યોગ્ય બુકિંગ

સૌથી મહત્વ ની ચીજ કે જે તમને તમારા આંતરરાષ્ટ્રીય સફર ના ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે તે તમારા બુકિંગનો સમય છે. છેલ્લી મિનિટની  ફ્લાઇટ્સ કે હોટલ ની બુકિંગ તમારા ખિસ્સા ને મોટો માર પાળી શકે છે માટે,  જો તમે તમારી મુસાફરીની તારીખો વિશે સુનિશ્ચિત છો, તો તમારી ફ્લાઇટ ટિકિટોને વહેલી બુક કરો. તેવી જ રીતે, કૂપન્સ / ડિસ્કાઉન્ટ ક્યાં વધુ મળી રહ્યું છે તે ચકાસો, વિવિધ વેબસાઇટ્સ પર ખર્ચની સરખામણી કરી તમે ખર્ચ ઓછો કરી શકો છો.

૮) ભાષા અવરોધો માટે પોતાને તૈયાર કરો

વિદેશમાં મુસાફરી કરતી વખતે તમેને જે સૌથી મોટો પડકારોનો સામનો કરવો પડશે તે છે “ભાષા” સામાન્ય રીતે અંગ્રેજી નો ઉપયોગ દરેક દેશ માં થતો હોય છે પરંતુ  એક બિન-અંગ્રેજી બોલતા દેશોમાં તમને સમસ્યા થઇ શકે છે.ત્યારે સ્માર્ટફોન પર અનુવાદની એપ્લિકેશન્સ તમને મદદરૂપ થશે, સ્થાનિક ભાષામાં ‘સહાય’, ‘ખોરાક’, ‘શૌચાલય’ વગેરે માટે અનુવાદો લખો અને તમારી બૅકપેક/પર્સ માં તમારી  સાથે રાખો.

communication

Advertisement