અનાનસ ના ફાયદા | ઘરેલું ઉપચાર મા અનાનસ નો ઉપયોગ | અનાનસ ના નુકસાન

Ananas na fayda in Gujarati - Pineapple na fayda in Gujarati - અનાનસ ના ફાયદા - પાઈનેપલ ના ફાયદા - Pineapple juice fayda
Advertisement

અનાનસ કયો કે પાઈનેપલ જે સ્વાદિષ્ટ તો છે જ પણ આપણા શરીર ને ખુબજ ફાયદાકારક પણ છે. તે ભલે એક ફળ છે પરંતુ તેની અંદર ઘણાબધા ફળો ના ગુણો સમાયેલા છે. તેમજ ગુણો ખુબજ પ્રમાણમાં મળી રહે છે જેના કારણે થતા મૂક્ય 10 ફાયદા( Health Benefits ) વિશે વાત કરીશું.  તો ચાલો જોઈએ, અનાનસ ના ફાયદા, પાઈનેપલ ના ફાયદા,Ananas na fayda in GujaratiPineApple na fayda in Gujarati.

અનાનસની ગણના ગરમ પ્રદેશના પાચ ફળો માં શ્રેઠ ફળ છે. આમ તો અનાનસ અમેરિકાનું વતની છે.

અંગ્રેજો ભારત માં લાવ્યા છે. ઉનાળુ ફળો કેરી, તરબૂચ ની સાથે સાથે અનાનસ પણ ખાવામાં આવે છે,

Advertisement

સ્વાસ્થ્ય માટે અનાનસ ખુબ જ સારું છે. તેનો જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે સારો છે.

પાઈનેપલ ની અંદર વિટામીન A અને વિટામીન C ખુબજ પ્રમાણમાં હોય છે. તેમજ આ શિવાય ફાયબર , પોટેશિયમ, ફોસ્ફરસઅને ખુબજ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.

આ બધા તત્વો શરીર ને હેલ્ધી રાખવા ખુબજ જરૂરી છે

અનાનસ ના ફાયદા 

અનાનસ ની અંદર એન્ટીઓક્શીડેંટ ખુબજ પ્રમાણમાં હોય છે જે શરીર ને સાફ રાખી શરીર ના સેલ્સ ને મદદ કરે છે

આ એન્ટીઓક્શીડેંટ અલગ અલગ બીમારીઓ જેવી કે સંધિવા, હ્રદય ની સમસ્યા અને ઘણા પ્રકાર ના કેન્સર h બચાવ કરે છે.

તેની અંદર ખુબજ પ્રમાણમાં મેગ્નેશિયમ મળી આવે છે જે આપણા શરીર ના હાડકા અને ટીસ્યુ ને તાકાત પૂરી પાડે છે.

એક કપ પાઈનેપલ ના જ્યુસ ની અંદર તમને 73% મેગ્નેશિયમ મળે છે.

તે તમારા પેઢા અને દાંત ને સ્વસ્થ રાખવામાં પાઈનેપલ ખુબજ ઉપયોગી થાય છે જેથી તમારા દાંત મજબુત થાય છે.

પાઈનેપલ ની અંદર મૈક્યુંલર ડીજેનેરેશન રોકવાની ક્ષમતા રહેલી છે, મૈક્યુંલર ડીજેનેરેશન તમારી ઉમર ને લગતી બીમારી છે જેમાં ધીરે ધીરે આંખ નું સેન્ટ્રલ વિઝન ઓછુ થાય છે.

અનાનસ એ સોજા ઓછા કરવા માટે એક ઉત્તમ ફળ માનવામાં આવે છે, આના જ કારણે તે સંધિવા માટે ખુબજ ફાયદાકારક છે,

તેનો ઉપયોગ કરવાથી હાડકામાં તાકાત આવે છે.

Ananas na Fayda in Gujarati

તેની અંદર રહેલ વિટામીન C આપણા શરીર ના ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરે છે જે આપણે વિભિન્ન બીમારીઓ થી બચાવી રાખે છે.

જો તમને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા છે તો તમે તમારા ડાયટ માં ઉમેરવું જોઈએ. તેની અંદર પોટેશિયમ, ખુબજ પ્રમાણમાં હોય છે અને સોડીયમ ઓછા પ્રમાણમાં હોય છે.

જેના કારણે શરીર ની અંદર લોહી ના પરિભ્રમણ ને કન્ટ્રોલ કરે છે.

પાઈનેપલ ની અંદર પાચન ક્રિયા ને મદદ કરે એવા એન્જાઈમ જેવાકે બ્રોમેલેન હોય છે. જો તમે તેનું સેવન કરો છો તો તે તમારા પેટ ના કૃમિ થી પણ છુટકારો અપાવે છે,

Pineapple na fayda

આપણા શરીર ની અંદર વિટામીન A ની ઉણપ ના કારણે તમારા નખ નબળા અને સુકાઈ જાય છે, તેમજ જો વિટામીન B ની ઉણપ ને કારણે નખ ફાટીજવાની સમસ્યા આવે છે.

અનાનસ નું નિયમિત સેવન કરવા થી આ બન્ને વિટામિન્સ ની મળી રહે છે અને તમારા નખ ફરી સ્વસ્થ થઇ સુંદર દેખાશે.

જો તમને વારંવાર હોઠ સુકાઈ જવાની સમસ્યા હોય તો પાઈનેપલ નું સેવન એ તમારી સમસ્યા નો ઉપાય છે,Pineapple na fayda in Gujarati.

એક કપ અનાનસ ની અંદર 82 કેલેરી, 0 ગ્રામ ફેટ, 0 ગ્રામ કોલેસ્ટ્રોલ, 2 મીલીગ્રામ સોડીયમ, 22 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 1 ગ્રામ પ્રોટીન હોય છે. જે ઘણાબધા મહત્વપૂર્ણ વિટામિન્સ નું યોગ્ય સમન્વય છે.

જો તમે તેનો નિયમિત ઉપયોગ કરો છો તો તમારા શરીર ને જરૂરી તત્વો મળી રહે છે અને તમારા શરીર ને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

પાઈનેપલ ના ફાયદા ઘરેલું ઉપચાર મા

પાકું અનાનસ ખાવાથી પિત્ત માં રાહત મળે છે. ગરમી થી થતા તાવ માં અને લૂ લાગી હોય તો તેમાં ફાયદો થાય છે. અનાનસ નું ફળ પેટ માં રહેલા કૃમીઓનો નાશ કરે છે અને પેટનો દુખાવો, કમળો, વગેરે ને મટાડે છે.

પાકા અનાનસ ના ગર્ભ ને નાના નાના ટુકડા કરી એક દિવસ ચુના ના પાણીમાં રાખી મુકવા બીજા દિવસે પાણી માંથી કાઢી લઇ કોરા કરવા. ખાંડ ની એક તાર ની ચાસણી બનાવીને તેમાં આ કટકા નાખી દેવા. ઠંડુ થાય એટલે એલચી અને થોડું ગુલાબ જળ નાખીને મુરબ્બો બનાવવો. આ મુરબ્બો પિત્ત નું નાશ કરે છે અને મનને પ્રસ્સન કરે છે.

અનાનસ નો રસ કાઢી અનાનસ થી બમણી ખાંડ લઇ ને એક તાર ની ચાસણી બનાવવી અને તેમાં અનાનસ નો રસ નાખીને શરબત બનાવવું. આ શરબત પીવાથી હૃદય મજબૂત થાય છે અને પિત્ત ની સમસ્યા દૂર થાય છે.

અનાનસ ના ફાયદા ઘરેલું ઉપચાર મા 

પાઈનેપલ ના કટકા કરીને તેના પર મરી નો ભુક્કો નાખીને તેનું સેવન કરવાથી એસીડીટી માં રાહત થાય છે.

અનાનસ નો રસ  મધ સાથે પીવાથી પરસેવો વળીને તાવ ઉતરી જાય છે.

પાકા અનાનસ ના કટકા પર મરી તથા સિંધા નમક નાખીને ખાવાથી તાવ મટે છે .

પીપળી મૂળ ના ચૂર્ણ ને અનાનસ પર છાંટીને ખાવાથી પેશાબ ની સમસ્યા માં રાહત થાય છે. અનાનસ નો રસ પીવાથી ડીફથેરીયા માં ફાયદો થાય છે.

પેટ માં કરમિયા થયા હોય તો અનાનસ નું સેવન કરવાથી એક અઠવાડિયા માં જ ફાયદો થાય છે.

અનાનસ ના પાંદ નો ઉકાળો બનાવીને તેમાં હરડે નું ચૂર્ણ નાખીને આં ઉકાળો પીવાથી ઝાડા માં ફાયદો થાય છે.

અનાનસ નો રસ પીવાથી અપચા ની સમસ્યામાંથી છુટકારો મળે છે, Ananas na Fayda in Gujarati.

પાઈનેપલ ના ફાયદા ઘરગથ્થું ઉપચાર મા

૫૦ થી ૧૦૦ મિલી. અનાનસ ના જ્યુસ માં પીપળી મૂળ, સુંઠ અને બેહડા ના ૨-૨ ગ્રામ ચૂર્ણ કરીને મિલાવીને પીવાથી ઉધરસ મટે છે.

શ્વાસ સંબંધિત સમસ્યા માં અનાનસ નો જ્યુસ, બેહડા અને મધ મિક્ષ કરીને પીવાથી રાહત મળે છે.

રક્તપિત્ત ના દર્દીઓ માટે પણ અનાનસ એક ઔષધી સમાન છે. અનાનસ ના જ્યુસ નો લેપ કરવાથી રક્ત પિત્ત માં અમુક જ દિવસો માં ફાયદો થતો જોવા મળે છે.

શરીર ના કોઈપણ ભાગ પર સોજા આવી ગયા છે તો અનાનસ ને છુંદી ને તેનો લેપ કરવાથી ફાયદો થાય છે.

પથરીની સમસ્યામાં અનાનસ નું જ્યુસ પીવાથી ઘણો ફાયદો થાય છે. શરીર માં લોહીની ઉણપ હોય તો અનાનસ નું સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે,Pineapple na fayda in gujarati .

અનાનસ ખાવથી થતા નુકસાનો

ક્યારેય પણ ભૂખ્યા પેટે અનાનસ નું સેવન અર્વું નહિ. ભૂખ્યા પેટે ખાવાથી તે ઝેર સમાન બની જાય છે.

સગર્ભા સ્તિઓએ તેનું સેવન બિલકુલ કરવું નહિ. ગર્ભપાત થવાની શક્યટા વધી જાય છે.

વધારે અનાનસ નું સેવન કરવાથી શ્વાસ નદી અને સ્વરપેટીને નુકસાન થઇ શકે છે.

એલર્જી ની સમસ્યા વાળા વ્યક્તિઓએ અનાનસ નું સેવન કરવું નહિ.. તેનાથી શરીરમાં ખંજવાળ આવવી, ઉલટી અને પેટ ના દુખાવો થઇ શકે છે.

ડાયાબીટીશ ના દર્દીઓએ અનાનસ નું સેવન કરવું નહિ, અથવા તો પ્રમાણસર કરવું. કારણકે તેમાં કુદરતી રીતે જ શુગર હોય છે.

 પાઈનેપલ ને લગતા કેટલાક મુજ્વતા પ્રશ્નો

અનાનસ ની તાસીર કેવી હોય છે ?

અનાનસ ની તાસીર ઠંડી હોય છે , તેથી જ તેને ઉનાળા દરમિયાન સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

શું રાત્રે અનાનસ નું સેવન કરી શકાય?

હા, રાત્રે અનાનસ/પાઈનેપલ નું સેવન કરી શકાય તેનું રાતે સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.

દિવસ દરમિયાન કેટલા અનાનસ નું સેવન કરવું જોઈએ?

એક દિવસ દરમિયાન એક કપ અથવા વધારેમાં વધારે એક વાટકી અનાનસ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હિતકારી છે.

આશા છે અમારા દ્વારા આપવામાં આવેલ માહિતી અનાનસ ના ફાયદા,પાઈનેપલ ના ફાયદા,Ananas na fayda in Gujarati, Pineapple na fayda in Gujarati તમને ગમી હશે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

શિયાળામાં આદુ નું સેવન કરવાના 10 ફાયદા અને આ રીતે બનાવો આદુ ની ચાય ખુબજ ફાયદો થશે

પપૈયા ના પણ નું જ્યુસ બનાવવાની રીત , તેના જ્યુસ ના ફાયદા અને કોને પપૈયા ના પણ નું જ્યુસ પીવું નહિ

જાંબુના પાન ડાયાબિટીસ, મોઢા ના ચાંદા જેવી 6 સમસ્યામા છે ફાયદાકારક

શિયાળામાં સ્વાસ્થ્ય ને ફાયદાકારક ભોજન તેમજ ક્યાં ભોજન નું સેવન કરવાનું ટાળવું

તલ નું તેલ બાળકો ને માલીશ પેઢા નો સોજો જેવી બીજી 7 સમસ્યા મા કરે છે ઉત્તમ ફાયદો

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરજો મિત્રો અને પરિવારજનો સાથે.

તમે અમને Facebook & Instagram મા પણ OfficialNaradmooni અથવા Naradmooni થી સેર્ચ કરી અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement