બટાકાની સ્માઇલ બનાવવાની રીત | bataka ni smiley banavani rit | bataka ni smiley recipe in gujarati

bataka ni smiley recipe in gujarati - bataka ni smiley banavani rit - બટાકાની સ્માઇલ બનાવવાની રીત
Image credit – Youtube/Tiffin Box
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ બટાકા સ્માઇલ બનાવવાની રીત બતાવો તો આજ- bataka ni smiley banavani rit શીખીશું. do subscribe Tiffin Box YouTube channel on YouTube  If you like the recipe  આજ કાલ બજારમાં બાળકો માટે અલગ અલગ પ્રકારના નાસ્તા મળતા હોય છે એમાં બાળકો ને સ્માઈલ કરતી બટેકા ની સ્માઈલી ખૂબ પસંદ આવતી હોય છે તો આજ આપણે ઘરે જ એ સ્માઇલી બનાવવાની એકદમ સરળ રીત શીખીશું તો ચાલો જાણીએ બટાકાની સ્માઇલ બનાવવાની રીત –  bataka ni smiley recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

બટાકાનું સ્માઇલ બનાવવા જરૂરી સામગ્રી

  • મરી પાઉડર 1 ચમચી
  • બટાકા 5-6
  • બ્રેડ ક્રમ ⅓ કપ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

બટાકાની સ્માઇલ બનાવવાની રીત | bataka ni smiley recipe in gujarati

બટાકા ની સ્માઇલી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કુકર મા કે તપેલી માં બટાકા ને બાફી લ્યો બટાકા બફાઈ જય એટલે એની છાલ કાઢી છીણી વડે છીણી લ્યો

હવે એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, કોર્ન ફ્લોર અને બ્રેડ ક્રમ નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો અને લોટ બાંધી એમ લોટ બાંધી લ્યો

Advertisement

હવે બાંધેલા લોટ ને તેલ લગાવેલ પાટલા પર મિડીયમ જાડી રહે એમ દબાવતા જઈ રોટલી હલકા હાથે બનાવો અથવા વેલણ વડે હલકા હાથે વણી લ્યો ને ઢાંકણ વડે ગોળ ગોળ કટ કરી લ્યો

ત્યાર બાદ સ્ટ્રો વડે ગોળ આંખો  બનાવી લ્યો ને ચમચી વડે સ્માઈલ કરતો આકાર આપી દયો આમ બધા સ્માઈલી બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ સ્માઈલી નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો

આમ બધી જ સ્માઇલી તરી લ્યો ને ઠંડી કરી સોસ સાથે સર્વ કરો બટાકા ની સ્માઇલી

 bataka ni smiley banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tiffin Box ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement