સુરણ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Suran na fayda

સુરણ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ | Suran na fayda | Jimikand benefits in Gujarati - ELEPHANT FOOT YAAM benefits in Gujarati
Advertisement

આજ ના આર્ટીકલ ની અંદર અમે સુરણ વિશે માહિતી લાવ્યા છીએ જેમાં સુરણ ના ફાયદા અને ઘરેલું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત – સુરણ ખાવાના ફાયદા, suran na fayda, suran khavana fayda, ELEPHANT FOOT YAAM – Jimikand benefits in Gujarati.

સુરણ | Suran | ELEPHANT FOOT YAAM | Jimikand

સૂરણ જમીન માં થતું એક પ્રકાર નું કંદ છે. તેના છોડ થડ વગરના અને મોટા પાનવાળા થાય છે. તેનો પાક ફળદ્રુપ એવી રેતાળ જમીન માં થાય છે.

સૂરણ માં બે જતો થાય છે. એક મીઠી અને બીજી ખંજવાળ આવે એવી. ખંજવાળ વાળું સૂરણ ખાવાથી શરીરે ખંજવાળ આવે છે અને શરીર સોજી જાય છે. આવી સૂરણનો કંદ લીસો હોય છે અને તેનું સંવર્ધન કંદના નાના નાના કટકા કરીને થાય છે.

Advertisement

મીઠી જાત નું સંવર્ધન ઉપકંદો થી થાય છે. મીઠી જાત ગુણવત્તા માં વધારે સારી છે. તેના ગર્ભ નો રંગ સફેદ અથવા આછો ગુલાબી હોય છે.

મીઠી જાત શાક માટે વપરાય છે અને ખુજલીવાળી જાત ઔષધી તરીકે વપરાય છે.

સૂરણ માં પ્રોટીન. કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તેમજ સર પ્રમાણ માં વિટામીન એ મળી રહે છે.

સુરણ ના ફાયદા અને ઘરેલું ઉપચાર

ડાયાબીટીશ માટે સૂરણ નો ઉપયોગ

સૂરણ માં ALLANTOIN નામનું કેમિકલ કમ્પાઉન્ડ મળી રહે છે જે ડાયાબીટીશ ના દર્દીઓ માટે ખુબ જ લાભકારી હોય છે માટે ડાયાબીટીશ ના રોગીઓએ સૂરણનું સેવન અવશ્ય કરવું જોઈએ.

સુરણ ના ફાયદા તે વજન ઓછું કરવામાં મદદરૂપ

સૂરણ નો ઉપયોગ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે,સૂરણ માં એન્ટી-ઓબેસિટી નો ગુણ હોય છે.

સૂરણ માં રહેલું ફ્લેવોનોઈડ ને કારણે જ એન્ટી-ઓબેસિટી મળી રહે છે, જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ફાઈબર ની માત્રા ભરપૂર હોવાના કારણે તેનું સેવન કર્યા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

લોહીની ઉણપ ને દૂર કરે છે સૂરણ

શરીર માં આયરન અને ફોલેટ ની ઉણપને લીધે એનીમિયા નો રોગ થઇ શકે છે. સૂરણ આયરન અને  ફોલેટ થી ભરપૂર હોય છે.

આ બન્ને પોષક તત્વો હોવાને કારણે સૂરણ નું સેવન કરવાથી લોહીની ઉણપ ને દૂર કરી શકાય છે.

સુરણ ના ફાયદા તે પાચનશક્તિ સારી કરે છે

સૂરણ માં ફાઈબર ની માત્રા સારા એવા પ્રમાણ માં હોવાથી પાચન સબંધિત સમસ્યાઓના નિવારણ માં ખુબ જ મદદ કરે છે.

પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે અને કબજિયાત થવા દેતું નથી.

સૂરણ ડાયઝેસ્ટીવ સીસ્ટમ ને વધારવાનું અને મેટાબોલીઝમ ને સારું કરવામાં મદદ કરે છે.

સુરણ ખાવાના ફાયદા તે ત્વચા માટે ફાયદેમંદ છે

સૂરણ માં વિટામીન ઈ અને નીયાસીન બન્ને હોય છે જે ત્વચા ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે માટે જ સૂરણ નું સેવન સ્વસ્થ ત્વચા માટે અવશ્ય કરવું જોઈએ.

વાળ ની મજબૂતી વધારે છે

વિટામીન-B6 હોવાને કારણે સૂરણ નું સેવન કરવું વાળ માટે સારું માનવામાં આવે છે કારણકે વિટામીન B6 વાળ ને પોષણ પૂરું પાડે છે અને તે સૂરણ માંથી મળી રહે છે.

સંધી-વા માં સૂરણ નું સેવન ફાયદાકારક

સૂરણ માં સોજા ઓછા કરવાના ગુણો રહેલા છે. જે સંધિવા ના સોજા ને દૂર કરવમાં મદદ કરે છે.

દુખાવો ઓછો કરવાનો ગુણ સૂરણ માં રહેલો છે માટે સંધી વા માં સૂરણ નું સેવન કરવું ફાયદેમંદ છે.

બવાસીરમાં સૂરણ નો ઉપયોગ

જે વ્યક્તિઓ બવાસીર ની સમસ્યા થી પરેશાન હોય છે તેમણે ખાસ સૂરણ નું સેવન કરવાનું કહેવામાં આવે છે.

આંખો માટે લાભકારી છે સૂરણ

આંખો ને સ્વસ્થ રાખવા માટે વિટામીન ઈ ખુબ જ આવશ્યક છે. વિટામીન ઈ ની ઉણપ ને લીધે આંખો ની આસપાસ ડાર્ક સર્કલ થઇ જતા હોય છે.

સૂરણ માં વિટામીન-ઈ ની સારીએવી માત્ર હોય છે માટે આંખોને સ્વસ્થ અને રોશની તેજ કરવા માટે સૂરણ નું સેવન અવશ્ય કરવું જોઈએ.

અસ્થમાના દર્દીઓ માટે સૂરણ નો ઉપયોગ

અસ્થમા/દમ ના દર્દીઓ માટે સૂરણ એક શ્રેષ્ઠ જડી બુટી છે. સૂરણ માં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામીન-ઈ, એન્ટી ઓક્સીડેન્ટ, અને એન્ટી ઈમ્ફ્લામેંટરી તત્વ મળી રહે છે જે અસ્થમા ના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

સુરણ ના ફાયદા તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે

રોગ પ્રતિકારક શક્તિ માનવીને અનેક બીમારીઓ, સંક્રમણ, વાયરસ વગેરે સામે લાદવામાં મદદરૂપ થાય છે.

જો તમે પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઈચ્છો છો તો સૂરણ નું સેવન કરવું જોઈએ કારણકે સૂરણ માં એન્ટી-બેકટેરીયલ તત્વોની સાથે સાથે ફાઈબર પણ હોય છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

સુરણ ખાવાના ફાયદા અને ઘરેલું ઉપચાર

સૂરણ ના કંદ સુકવી તેનું ચૂર્ણ કરી ઘીમાં શેકી તેમાં સાકર નાખીને ખાવાથી આમ મટે છે.

સૂરણ ના કટકા ઘીમાં શેકીને ખાવાથી હરસ અને મસા મટે છે.

લો બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે સૂરણ નું સેવન કરવું ફાયદેમંદ છે.                                          

સૂરણ એક પ્રકારનું એન્ટી ઓક્સીડેન્ટ કંદ છે જે વધતી ઉમર ને રોકવાનું કામ કરે છે.

સૂરણ માં રહેલા ફાઈબર તત્વ લીવર ને સાફ કરવામાં મદદ કરે છે.

માનસિક તણાવ માં પણ સૂરણ નું સેવન કરવાનું કહેવામાં આવ્યું છે.

કોલેસ્ટ્રોલ ને ઘટાડવા અને તેને લેવલમાં રાખવાનું કામ પણ સૂરણ કરે છે.

સૂરણ ના નુકસાન

દાદર, કોઢ, અને રક્તપિત્ત ના રોગીઓએ સૂરણ નું સેવા કરવું જોઈએ નહિ.

અસ્થમા ના દર્દી, સાઈનસ ના દર્દીએ પણ સૂરણ નું સેવન કરવું જોઈએ નહિ.

સુરણ ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

સૂરણ ને અંગ્રેજી માં શું કહેવાય?

સૂરણ ને અંગ્રેજી મા Jimikand  અને  ELEPHANT FOOT YAAM ના નામે ઓળખવામાં આવે છે.

શું સૂરણ ને કાચું જ ખાઈ શકાય?

ના, સૂરણ ને કાચું ખાઈ શકાતું નથી. તેને ઉકાળીને બાફીને, પીસીને તેનું શાક, ચટણી વગેરે વસ્તુઓ બનાવીને ખાઈ શકાય છે.

સૂરણ ની તાસીર કેવી હોય છે?

સૂરણ ની તાસીર ઠંડી હોય છે.

શું સૂરણ સુપરફૂડ છે?

હા તેમાં રહેલા અનેક પોશકતત્વો ને કારણે સૂરણ ને સુપર ફૂડ કહેવામાં આવે છે.

શું રાત્રે સૂરણ નું સેવન કરી શકાય?

હા, રાત્રે સૂરણ નું સેવન કરી શકાય છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

બંધ નાક ખોલવા માટે ના ઘરગથ્થુ ઉપાય | Bandh Naak kholvana upay in Gujarati

પેટમાં ગેસ થવાના કારણો અને ઘરગથ્થું ઉપચાર | ગેસ નો ઉપચાર | Ges Na Gharelu Upay | Ges thavana karan | ges na gharelu upay | Ges thay to su karvu | gas na ilaj

આંકડા ના ફાયદા | આંકડા ના પાન નો ઉપયોગ | આંકડા ના ફૂલ નો ઉપયોગ | આંકડા ના પાન ફાયદા | Aakda na fayda | aakda na pan na fayda in Gujarati

રાગી ના ફાયદા અને ઘરેલું ઉપચાર | બાળકો માટે રાગી નો ઉપયોગ | રાગી ની વાનગી | Ragi na fayda | Ragi benefits in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement