ટેસ્ટી અને ક્રિસ્પી ભાજી કોન બનાવવાની રીત રેસીપી | Bhaji cone recipe Gujarati

bhaji cone recipe in Gujarati - ભાજી કોન બનાવવાની રેસીપી - ભાજી કોન બનાવવાની રીત
Image – Youtube/Shreeji food
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા સીખુશું બહાર જેવાજ ટેસ્ટી અને ક્રિસ્પી ભાજી કોન બનાવવાની રેસીપી રીત, bhaji cone recipe in Gujarati

Bhaji cone recipe in Gujarati

ભાજી કોન બનાવવાની રેસીપી માટે નીચે મુજબ ની સામગ્રી જોઈશે.

  • મેંદો ૧ કપ
  • બટાકા બાફેલા ૩-૪ નંગ
  • મસાલા શીંગ ૧ કપ
  • સેવ ૧ કપ
  • તેલ ૨-૩ ચમચી
  • દાબેલી મસાલો અડધો કપ
  • લીલા ઘણા ગાર્નિશ માટે
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ
  • જરૂર મુજબ પાણી
  • તૂટી ફૂટી ૨-૩ ચમચી / દાડમ ના દાણા ૪-૫ ચમચી ( ઓપસનલ)
  • ચીઝ જરૂર મુજબ
  • ટામેટા સોસ કે ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ

મસાલા ભાજી કોન બનાવવાની રીત

મસાલા ભાજી કોન બનાવવા સૌ પ્રથમ એક વાસણ માં મેંદો લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું ને નવશેકું ગરમ  તેલ નાખી બરોબર મિક્સ કરો ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી ને ૫-૭ મિનિટ મસળી ને ઢાંકી ને ૧૫-૨૦ મિનિટ એક બાજુ મૂકી દયો

હવે ગેસ પર એક કડાઈ માં ૧-૨ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી ને છૂંદો કરેલા બટાકા /કેળા ને ૨-૩ મિનિટ સેકો ત્યાર બાદ તેમાં દાબેલી નો મસાલો નાખી બરોબર મિક્સ કરો ને ૨-૩ મિનિટ સેકો ને ગેસ બંધ કરી ઠંડુ થવા દયો

Advertisement

હવે  કોન ને બનવા માટે બાંધેલા લોટને બરાબર મસળી લ્યો ને મોટા મોટા લુવા બનાવી ને પાતળી મોટી રોટલી બનાવી લ્યો તેમાં કાટા ચમચી થી કાણા ક્રીનલ્યો જેથી કોન ફૂલ નહી ને રોટલી ના ચાર કટકા કરી લ્યો ને ત્રિકોણ ૪ કટકા બનાવી લ્યો,

કોન મોલ્ડ પર રોટલી ના કટકા માંથી એક ત્રિકોણ કટકો લઇ તેને મોલ્ડ પર ગોળ વિતાડો ને છેલ્લે કિનારી પર પાણી લગાડી બંધ કરી કાટા ચમચી થી દબાવી નાખી કોન બનવો (આ કોન મોલ્ડ બજાર માં મળી રહે છે ૨-૪ વસાવી લ્યો તો તેને તમે વારંવાર વાપરી સકો છો)

ભાજી કોન બનાવવાની રેસીપી

હવે કોન ને તરવા માટે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મોલ્ડ સાથે બનાવેલ કોન ને મીડીયમ તાપે તરો,

કોન અડધા તરી લેસો એટલે કોન મોલ્ડ ને મૂકી દેસે એટલે ચીપિયા વડે તેલ નિતારી મોલ્ડ કાઢી લ્યો મોલ્ડ કાઢો ત્યારે ધ્યાન રહે કે મોલ્ડ ગરમ હસે તો ધ્યાન થી કાઢવો જેથી બરો નહી કે તેલ ઊડે નહી ને કોન ને ૧-૨ મિનિટ ગોલ્ડન રંગ નો થાય ત્યાં સુધી તરો.

કાઢેલા મોલ્ડ ઠંડો થાય એટલે ફરી તેના પર ત્રિકોણ આકાર વાળી રોટલી ગોળ લગાડી ને છેલ્લે પાણી લગાડી કાટા ચમચી થી બંધ કરી કોન બનાવી બધા કોન તરી લેવા ને ઠંડા કરી લેવા

હવે મસાલા કોન બનાવવા સૌ પ્રથમ કોન લ્યો તેમાં એક ચમચી ટામેટા સોસ કે ખજૂર આમલીની ચટણી બધી બાજુ નાખો ત્યાર બાદ તેમાં બટાકા નું મિશ્રણ નાખો,

થોડું વચ્ચે મસાલા સિંગ નાખો ફરી બટાકા મસાલો નખો સોસ કે ચટણી નાખો ત્યાર બાદ છેલ્લે ઉપર મસાલા સિંગ ને સેવ,તૂટી ફૂટી,દાડમ દાણા કે ચીઝ થી ગાર્નિશ કરી લ્યો,

આમ બધા કોન એક પછી એક ભરી લઇ તૈયાર કરી લ્યો ને મજા માણો ટેસ્ટી અને ક્રિસ્પી ભાજી કોન બનાવવાની રીત રેસીપી નો.

Bhaji cone recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પરShreeji food ને Subscribe કરજો

અમારા દ્વારા જણાવેલ ભાજી કોન બનાવવાની રીત રેસીપી , Bhaji cone recipe Gujarati વિશે તમારું મંતવ્ય અચૂક જણાવજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

લચ્છા પરોઠા બનાવવાની રીત | Lachcha parotha recipe

ચકરી બનવવાની રીત | ઘઉં ના લોટ ની ચકરી રેસીપી | Chakri recipe in Gujarati

ચીઝ મસાલા પાઉં બનાવવાની રીત

આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement