લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | lasan bataka na gathiya banavani rit

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત - lasan bataka na gathiya banavani rit
Image credit – Youtube/Cooking Studio by Bijal
Advertisement

નમસ્તે મિત્રો do subscribe Cooking Studio by Bijal YouTube channel on YouTube  If you like the recipe આજે આપણે લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત – lasan bataka na gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા ખૂબ જ ટેસ્ટી અને ચટપટા લાગે છે તો ચાલો જાણીએ લસણ બટાકા ના ગાંઠિયા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | lasan bataka na gathiya Ingredients

  • બેસન 4 કપ
  • બાફેલા છીણેલા બટાકા 2 કપ
  • આદુ લસણ લીલા મરચા પેસ્ટ 3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સંચળ ½ ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ 1-2 ચમચી + તરવા માટે

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવા માટે સૌપ્રથમ બટેકા ને કુકર માં બાફી લ્યો અને બટેકા બફાઈ જાય એટલે છાલ ઉતરી છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એક વાસણમાં બેસન ને ચારણી થી ચાળી લ્યો એમાં છીણેલા બટાકા, આદુ લસણ લીલા મરચા પેસ્ટ, હિંગ, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને સંચળ નાખી ને બરોબર મિક્સ કરો

ત્યાર બાદ જરૂર લાગે તો પાણી ને એક બે ચમચી પાણી નાખો (પાણી જરૂર લાગે તો જ નાખવું કેમ કે ક્યારેક બટાકા માં પાણી વધારે હોય તો પાણી નાખવા ની જરૂર નથી પડતી એટલે જરૂર લાગે તો જ નાખવું ) ને ફરી મિડીયમ નરમ લોટ બાંધો બાંધેલા લોટમાં એક થી બે ચમચી તેલ નાખી ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો

Advertisement

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના સંચા માં તેલ લગાવો અને ગાંઠિયા ની ઝાડી પર તેલ લગાવી એમાં ગાંઠિયા નો લોટ ભરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં ગાંઠિયા નાખો ને ગાંઠિયા ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો

ગાંઠિયા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા ગાંઠિયા નાખી ને તરો આમ બધા ગાંઠિયા તરી લ્યો અને ઠંડા કરી લ્યો ( તમે ચાહો તો ગાંઠિયા પર ચાર્ટ મસાલો છાંટી ને પણ ખાઈ શકો છો) અને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને મજા લ્યો લસણ બટાકા ના ગાંઠિયા.

lasan bataka na gathiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સફેદ ચોળા નું શાક બનાવવાની રીત | safed choda nu shaak banavani rit | safed choda nu shaak recipe in gujarati

રીંગણ બટાકાનું શાક ની રેસીપી | ringan bateta nu shaak recipe

મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati

તંદુરી ભુટ્ટો બનાવવાની રીત | tandoori bhutta banavani rit | tandoori bhutta recipe in gujarati

મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri banavani rit | magdal ni papdi puri recipe in gujarati

કોળા નું શાક બનાવવાની રીત | kola nu shaak banavani rit | kola nu shaak gujarati recipe

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement