ચાટ મસાલો બનાવવાની રીત | chat masala banavani rit | chaat masala recipe in gujarati

chaat masala recipe in gujarati - chat masala banavani rit - ચાટ મસાલા ની રેસીપી - ચાટ મસાલો બનાવવાની રીત
Image credit – Youtube/Food Fusion
Advertisement

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Food Fusion  YouTube channel on YouTube આજે આપણે હોમ ચાટ મસાલો બનાવવાની રીત – ચાટ મસાલા ની રેસીપી – chat masala banavani rit શીખીશું. આ મસાલો બજાર કરતા પણ વધારે ટેસ્ટી ને સસ્તો પડે છે અને એક વખત તૈયાર કરી છ માસ સુધી સાચવી શકાય છે તો ચાલો જાણીએ હોમ મેડ ચાર્ટ મસાલો chaat masala recipe in gujarati બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે.

ચાટ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | Chaat masala ingredients

  • ફુદીના પાન ½ કપ
  • અજમો ½ ચમચી
  • કાળા જીરું 1 ચમચી
  • આખા સૂકા ધાણા 1 ચમચી
  • સૂકા દાડમ ના દાણા 1 ચમચી
  • સૂંઠ 1 નાનો ટુકડો
  • જીરું2 ચમચી
  • મરી 1 ચમચી
  • જાયફળ 1-2 ટુકડા
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • લીંબુના ફૂલ 1 ચમચી
  • મીઠું 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી

ચાટ મસાલો બનાવવાની રીત | ચાટ મસાલા ની રેસીપી | chaat masala recipe in gujarati

સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં ફુદીના ના પાન ને ધીમા તાપે શેકી ને સૂકવી લ્યો (અથવા તો સૂકવેલા ફુદીના પાન પણ થોડી વાર શેકી ને વાપરી શકાય) પાન સુકાઈ જય એટલે એક વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં જીરું, અજમો , કાળા જીરું ને આખા સૂકા ધાણા નાખી ધીમા તાપે શેકો જ્યાં સુધી એમાં થી સુંગધ આવે નહિ ત્યાં સુધી અથવા થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવા શેકાઈ જાય એટલે ફુદીના ના પાન રાખેલ વાસણમાં કાઢી ને ઠંડા થવા દેવા

Advertisement

ત્યાર બાદ એજ કડાઈમાં મરી, દાડમ દાણા ને સૂંઠ, જાયફળ ને ત્રણ ચાર મિનિટ સુંધી ધીમા તાપે શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે કાઢી ને ઠંડા થવા દયો

 બધી જ સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં લઈ લ્યો ને એને પીસી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, લીંબુના ફૂલ ( જો તમે ના ખાતા હો તો આમચૂર પાઉડર ની માત્ર દોઢ થી બે ચમચી કરી નાખવી) , લાલ મરચાનો પાઉડર, સંચળ ને સ્વાદ મુજબ મીઠું નાખી ફરી થી એક મિનિટ પીસી લ્યો તો તૈયાર છે હોમ મેડ ચાર્ટ મસાલો

ચાટ મસાલા ની રેસીપી | chat masala banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Fusion ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દહીં ભાત બનાવવાની રેસીપી | curd rice recipe in gujarati | dahi bhat banavani rit gujarati ma

અંજીર હલવો બનાવવાની રીત | anjir halvo banavani rit | anjir halva recipe in gujarati

મસાલા પુરી બનાવવાની રીત | masala puri recipe in gujarati | masala puri banavani rit

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak banavani rit | chocolate modak recipe in gujarati

સુરતી ઊંધિયું બનાવવાની રીત | surti undhiyu banavani rit | surti undhiyu recipe in gujarati

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

આંબા ની ગુલ્ફી આઇસ્ક્રીમ | Mango Kulfi Ice cream recipe in Gujarati

આંબલી પન્ના બનાવવાની રીત | આંબલવાણું બનાવવાની રીત | aambalvanu banavani rit | aambal vanu banavani rit

સાબુદાણા ના વડા બનાવવાની રીત | સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada banavvani rit | sabudana vada recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement