પાકેલા કેળા ની બરફી બનાવવાની રીત | Pakela kela ni barfi banavani rit

પાકેલા કેળા ની બરફી - પાકેલા કેળા ની બરફી બનાવવાની રીત - Pakela kela ni barfi banavani rit
Image credit – Youtube/Creative class @ SARIKA
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પાકેલા કેળા ની બરફી બનાવવાની રીત – Pakela kela ni barfi banavani rit શીખીશું. કેળા તો દરેક ના ઘર માં આવતી જ હોય છે, do subscribe  Creative class @ SARIKA YouTube channel on YouTube If you like the recipe , અને ક્યારે ખવાઈ જાય તો ક્યારેક રહી જાય અને આ રહી ગયેલ કેળા વધારે પાકી થઈ જાય ને વધારે પાકેલ કેળા કોઈ ને ખાવી પસંદ નથી આવતી. તો આજ આપણે એજ પાકેલ કેળા માંથી બરફી બનાવશું જે એક દમ ટેસ્ટી લાગશે તો ચાલો જાણીએ પાકેલા કેળા ની બરફી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પાકેલા કેળા ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • પાકેલા કેળા 2-3
  • છીણેલો ગોળ 1 કપ
  • ઘી ⅓ કપ
  • કાજુ ના કટકા 2-3 ચમચી
  • બદામ ના કટકા 2-3 ચમચી
  • પિસ્તા ના કટકા 1-2 ચમચી
  • એલચી પાઉડર ⅛ ચમચી
  • ઓરેન્જ ફૂડ કલર 1-2 ટીપાં
  • પાણી 4-5 ચમચી

પાકેલા કેળા ની બરફી બનાવવાની રીત

પાકેલા કેળા ની બરફી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં છીનોલો ગોળ લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો ગોળ પાણી સાથે ઓગળી જાય એટલે પાણી ને ગરણી વડે ગાળી એક બાજુ મૂકો. હવે કેળા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો.

હવે કેળા ના કટકા ને મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ, બદામ અને પીસ્તા ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. કાજુ બદામ અને પીસ્તા શેકાઈ જાય એટલે અલગ વાસણમાં કાઢી ઠંડા કરી કટકા કરી લ્યો.

Advertisement

હવે ઘી વાળી કડાઈમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને ધીમા તાપે શેકો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રાહી શેકી લ્યો. લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસી ને તૈયાર કરેલ કેળા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને સાથે એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી શેકો.

કેળા ની પેસ્ટ નાખ્યા પછી પાંચ મિનિટ મિડીયમ તાપે હલાવતા રહી શેકી લ્યો કેળા શેકાઈ જાય એટલે એમાં ગાળી રાખેલ ગોળ નું પાણી નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને કેસરી ફૂડ કલર નાખો ને મિક્સ કરી ને હલાવતા રહી શેકી લ્યો.

મિશ્રણ ને ત્રણ ચાર મિનિટ હલાવ્યા બાદ એમાં કાજુ, બદામ અને પીસ્તા ના કટકા અને એક ચમચી ઘી નાખી બીજી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ને એક સરખી ફેલાવી લ્યો ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને ફરી એક સરખી ફેલાવી લ્યો ને એક થી બે કલાક ઠંડી થવા દયો.

બે કલાક પછી ચાકુથી મનગમતા આકાર ના કાપા કરી લ્યો ને ડબ્બા માં ભરી બહાર અઠવાડિયું અને ફ્રીઝ માં પંદર વીસ દિવસ રાખી મજા લઇ શકો છો. તો તૈયાર છે પાકેલા કેળા ની બરફી.

Pakela kela ni barfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Creative class @ SARIKA ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ગોળ પાપડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | gud papdi recipe in gujarati

આઈસક્રીમ કોન બનાવવાની રીત | Ice cream cone banavani rit

ફરાળી મોરો ચેવડો બનાવવાની રીત | Farali moro chevdo banavani rit

બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement