આજે અમે લાવ્યા છીએ કોલકત્તા ના ખુબજ ફેમુસ મસાલેદાર તીખા મમરા બનાવવાની રીત , આ મમરા દરેક ને ખુબજ પસદ આવશે તો ચલો જોઈએ, kolkata famous mamra recipe in Gujarati.
મસાલેદાર તીખા મમરા બનાવવાની રીત
મસાલેદાર તીખા મમરા બનાવવા નીચે મુજબ ની સામગ્રી જોઈશે
- મમરા ૨-૩ કપ
- ડુંગરી નાની ૧ સુધારેલી
- ટમેટું નાનું ૧ સુધારેલ
- તીખા લીલા મરચા ૨-૩ સુધારેલ
- ચણા બાફેલા અડધો કપ
- સફેદ વટાણા બાફેલા પા કપ
- ચણા ચટપટી પા કપ
- બટાકા ૧ બાફેલું
- લીલું નારિયળ ૪-૫ કટકા
- સરસિયું તેલ / સરસીયા તેલ માં બનેલ અથાણાં નું તેલ ૨-૩ ચમચી
- જીરું ૧ ચમચી
- એલચી ૧-૨
- વરિયાળી ૧ ચમચી
- આખા ધાણા અડધી ચમચી
- સ્વાદ મુજબ મીઠું
kolkata famous mamra recipe in Gujarati
મસાલેદાર તીખા મમરા બનાવવા સૌ પ્રથમ તેનો મસાલો બનાવવા ગેસ પર એક કડાઈ માં ૧ ચમચી જીરૂ, વરિયાળી ને અડધી ચમચી આખા ઘણા ને ૨ એલચી નાખી ધીમા તાપે સેકો,
૩-૪ મિનિટ સેકી લીધા પછી તેમાં ૨-૩ ચપટી મીઠું નાખો ને ૨ મિનિટ સેકી લીધા પછી ગેસ બંધ કરી શકેલા મસાલા બીજા વાસણ માં કાઢી ઠંડા થવા દો.
ત્યાર બાદ મિક્ષચર જાર માં ઠંડા થયેલા મસાલા ને પીસી ને મસાલો તૈયાર કરી લઇ એક બાજુ મૂકો.
મસાલેદાર તીખા મમરા બનાવવા મમરા ને ૩-૪ મિનિટ ગેસ પર એક કડાઈ માં સેકી લેવા હવે સેકાઇ ને ક્રિસ્પી થયેલા મમરા એક વાસણ કે ડબ્બા માં લ્યો,
તેમાં સૌ પ્રથમ જીણા સુધારેલા તીખા લીલા મરચા, ચણા ચટપટી, બાફેલા ચણા ,બાફેલા સફેદ વટાણા, પહેલા તૈયાર કરેલ મસાલો, બાફેલા બટાકા ના કટકા ,
સુધારેલી ડુંગરી,સુધારેલ ટમેટું ને લીલા નારિયળ ના કટકા ને સરસિયું તેલ ગરમ કરી ઠંડુ કરેલ/ અથાણાં માંથી કાઢેલું સરસિયું તેલ ની બે ત્રણ ચમચી નાખો,
અને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરી તૈયાર થઈ ગયો કલકત્તા ના ફેમસ મસાલેદાર તીખા મમરા.
કોલકત્તા ના ફેમસ મસાલેદાર તીખા મમરા બનાવવાની રીત
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ક્રીમી પનીર ભુરજી બનાવવાની રીત | Paneer bhurji recipe in Gujarati
ચોક્લેટી ચોકોબાર ગુલ્ફી બનાવવાની રીત | Chocobar kulfi recipe in Gujarati
હેલ્ધી પાલક ની પૂરી જે ઘરમાં દરેક ને પસંદ આવશે | Palak puri recipe in Gujarati
ઘરે નવીજ રીતે બનાવો હેલ્ધી મકાઈ પુલાવ બનાવવાની રીત |કોર્ન પુલાવ રેસીપી
આવીજ બીજી ગુજરાતી રેસીપી જાણવા અહી ક્લિક કરો.
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે