લસણ ડુંગળી વગરની પંજાબી શાક ની ગ્રેવી બનાવવાની રીત | lasan dungri vagar Panjabi shak ni greavy banavani rit

લસણ ડુંગળી વગરની પંજાબી ની ગ્રેવી બનાવવાની રીત - lasan dungri vagar Panjabi shak ni greavy banavani rit - Panjabi sabji greavy recipe without onion garlic video
Image credit – Youtube/Masala Kitchen
Advertisement

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube આજે આપણે લસણ ડુંગળી વગરની પંજાબી શાક ની ગ્રેવી બનાવવાની રીત શીખીશું. આ એક ગ્રેવી બનાવી ને તમે અલગ અલગ પ્રકારના પંજાબી શાક બનાવી શકાય છે તો ચાલો જોઈએ લસણ ડુંગળી વગરની પંજાબી ગ્રેવી બનાવવાની રીત શીખીએ.

કાજુ  પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • કાજુ 15
  • મગતરી બીજ/ તરબૂચ બીજ ¼ કપ
  • ખસખસ 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • સીંગદાણા 1 ચમચી
  • બફર ના ટુકડા જરૂર મુજબ

આદુ મરચા નો પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • આદુ 1 ટુકડો
  • લીલા મરચા 4-5

ટમેટાની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા 8-10
  • લવિંગ 4-5
  • એલચી 2-3
  • સ્ટાર ફૂલ 1
  • મોટી એલચી 1
  • તજ નો ટુકડો 1
  • તમાલપત્ર 1
  • જીરું 1
  • મરી 8-10
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી

લસણ ડુંગળી વગરની પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી ( ઓપ્શનલ છે)
  • સ્વાદ મુજબ મીઠું

લસણ ડુંગળી વગરની પંજાબી ની ગ્રેવી બનાવવાની રીત | lasan dungri vagar Panjabi shak ni greavy banavani rit

સૌ પ્રથમ એક થી બે કલાક માટે નવશેકા પાણીમાં  એક વાટકામાં કાજુ ને પલાળવા મૂકો બીજા વાટકામાં ખસખસ પલાળવા મૂકી દયો ત્રીજા વાટકામાં મગતરી ના બીજ પલળવા મૂકો ને ચોથા વાટકામાં સીંગદાણા પલાળવા મૂકો

 ( અહી તમે ખાલી કાજુ કે ખાલી મગતરી બીજ કે સીંગદાણા પણ વાપરી શકો છો અથવા એક બે સામગ્રી પલાળી ને પણ પેસ્ટ બનાવી શકો છો અને અલગ અલગ ની જગ્યાએ એક સાથે પણ પલાળી શકો છો)

Advertisement

બે કલાક માં બધી જ સામગ્રી બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરો ને એમા પલાળેલા ને નિતારી રાખેલ કાજુ , ખસખસ, મગતરી બીજ ને સીંગદાણા નાખી પાંચ સાત મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ ઠંડા કરી મિક્સર જાર માં નાખી પીસી ને ઝીણો પેસ્ટ બનાવી લ્યો ને તૈયાર પેસ્ટ ને એક બાજુ મૂકો

ત્યાર બાદ મિક્સર જાર માં આદુ ને લીલા મરચા નાખી એની પણ પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.

ટમેટાની ગ્રેવી બનાવવાની રીત

હવે એક વાસણમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં , લવિંગ, એલચી , સ્ટાર ફૂલ, મોટી એલચી, તજ નો ટુકડો , તમાલપત્ર, જીરું , મરી 8-10 નાખી તતડાવો

ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા નાખી મીઠું સ્વાદ મુજબ નાખી ટમેટા બરોબર ચડી ને નરમ થાય ને તેલ અલગ થાય ત્યાં સુધી ઢાંકી ને ચડાવી લ્યો.

lasan dungri vagar Panjabi shak ni greavy banavani rit | Panjabi sabji greavy recipe without onion garlic


ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં હળદર, ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર ને આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો ને બે મિનિટ શેકો

ત્યાર બાદ એમાં ટમેટા વાળી પ્યુરી નાખી બરોબર મિક્સ કરી ઉકાળો ટમેટા પ્યુરી ઉકળે એટલે એમાં કાજુ પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એમાં ખાંડ અને જો જરૂર લાગે તો સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો થોડી થોડી વારે વચ્ચે વચ્ચે હલાવી લેવી ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ને ગ્રેવી ને ઠંડી થવા દેવી

જો તમારે તરત જ વાપરવી હોય તો ત્યારેજ જે શાક બનાવું હોય એ નાખી મિક્સ કરી ચડાવી તૈયાર કરી શકો છો પણ જો તમને એને સાચવી હોય તો ઝીપ લોક વાળી બેગ અથવા નાની નાની એર ટાઈટ ડબ્બી માં ભરી ને ફ્રીઝર માં મૂકો ને મહિના સુંધી સાચવો ને જરૂર પ્રમાણે જોઈએ એ પ્રમાણે કાઢી ને વાપરી શકો છો

 (જો તમે એક મોટા ડબ્બા માં ભરી મૂકશો તો એક બે વખત કાઢો ને પછી ફ્રીઝર મૂકો તો ગ્રેવી બગડી શકે છે એટલે એક વખત માં જરૂર પડતી હોય એ પ્રમાણે ના ડબ્બા ભરવા ) તો તૈયાર છે લસણ ડુંગળી વગરની પંજાબી ગ્રેવી.

Panjabi sabji greavy recipe without onion garlic video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

કુરકુરી ગુવાર ફળી બનાવવાની રીત | kurkuri guvar fali banavani rit | kurkuri guvar recipe in gujarati

મગદાળ ની મંગોળી બનાવવાની રીત | મગદાળ ની વળી | mag ni dal ni vadi banavani rit | mangodi banavani rit

લેમન રાઈસ બનાવવાની રીત | lemon rice banavani ri | lemon rice recipe in gujarati

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavvani rit

પંજાબી સમોસા બનાવવાની રીત | Punjabi samosa recipe in Gujarati

નાનખટાઈ બનાવવાની રીત | Nankhatai recipe in Gujarati | nankhatai banavani rit

ખોબા રોટી બનાવવાની રીત | khoba roti banavani rit | Khoba roti recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement