ક્રિસ્પી મેંદુ વડા ની રેસીપી – Medu vada recipe

Medu Vada - medu vada recipe in gujarati - મેદુવાડા રેસીપી - મેંદુ વડા ની રેસીપી
image - youtube/ Kitch Cook
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે દરેકને ભાવતી સાઉથ ઇન્ડિયન વાનગી મેંદુ વડા ની રેસીપી સોડા વગર તેમજ મશીન વગર હાથેથી બનાવતા શીખીશું જે ખાવામાં એકદમ ટેસ્ટી સોફ્ટ અને બજારમાં મળતા વડા જેવાજ સ્વાદિષ્ટ બને છે,મેંદુ વડા ની રેસીપી, Medu vada recipe in Gujarati.

Medu vada recipe in Gujarati

મેંદુ વડા બનાવવા જોઈતી સામગ્રીઓ

  • બે વાડકી અડદની દાળ
  • ચારથી પાંચ મીડીયમ તીખા મરચાં
  • પા ટુકડા જેવો જાદુ
  • એક ડુંગરી (જો જૈન હો તો નાખવી ના હોય  તો નહિ નાખો તો એના વગર પણ બનાવી સકો છો)
  • મીઠું સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ

મેંદુ વડા ની રેસીપી

Medu vada recipe in Gujarati માટે સૌ પ્રથમ અડદની દાળને બે વખત પાણીમાં ધોઈ ઓછામાં ઓછા ૪ થી ૫ કલાક અને વધુમાં વધુ ૮ કલાક સુધી પલાળી રાખો જો ટાઇમ ઓછો હોય તો ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી નવશેકા પાણીમાં પલાળી દો તો પણ ચાલે દાળ પલડી ગયા બાદ ચારણી માં નાખી તેનું પાણી નિતારી લો,

ત્યારબાદ મિક્સર ના મીડીયમ જાર માં નાખી પહેલા ડારની થોડી પીસી લો,ચમચી વડે બધી દાળ મિક્સ કરી એકથી બે ચમચી જેટલું પાણી નાખી ફરી પીસી લો બને તેટલું પાણી ઓછું નાખી દાળનો સ્મુથ અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો બધી દાળ પીસાઈ જાય

Advertisement

ફરી એક વખત ચમચાથી બરોબર હલાવી લો ત્યારબાદ તેમાં સુધારેલા મરચાં છીણેલું આદુ મીઠું તેમજ ઝીણી સુધારેલી ડુંગળી નાખી બરોબર મિક્સ કરો.

આ મિશ્રણને હાથ વડે અથવા ચમચા વડે મિક્સ કરી શકાય મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ પાંચથી દસ મિનિટ સાઈડમાં મુકી ગેસ પર તળવા માટે તેલ ગરમ મૂકવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસ મીડીયમ હાઇ પર રાખી દેવો

હવે એક તપેલીમાં પાણી ભરી સાઈડમાં મૂકવું પ્રથમ બંને હાથને પાણીમાં બોરી પાણી ખંખેરી તૈયાર કરેલ દાર નું મિશ્રણ થોડું હાથમાં લઇ બીજા હાથ વડે તેમાં કાણું પાડી તેલમાં તળવા માટે નાખી દો મેદુવાડા ગોલ્ડન થાય ત્યાં સુધી બંને બાજુ તરી લ્યો,

આવી રીતે ધીરે ધીરે બધા જ મેંદુ વડા (Medu vada) તૈયાર કરી લો તૈયાર મેદુવાડા ને ટોપરાની ચટણી સાથે, સંભાર સાથે, પરિવારજનો સાથે આનંદ માણો

Medu vada recipe video

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement