કીસમીસ ના ફાયદા અને ઘરેલું ઉપચાર | દ્રાક્ષ ના પ્રકાર | દ્રાક્ષ ના નુકસાન | Kismis na fayda

કીસમીસ ના ફાયદા - સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા - Kismis na fayda - drax na fayda in Gujarati – Raisins benefits in Gujarati
Advertisement

સ્વસ્થ અને ફીટ રહેવા માટે જો આપણે નિયમિત પણે સીમિત માત્રા માં જો આપણે કીસમીસ નું સેવન કરીએ છીએ તો તે કીસમીસ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક( Health benefits ) સાબિત થાય છે જો તેનું યોગ્ય માત્રા માં સેવન કરીએ છીએ તો ઘણીબધી બીમારીઓ થી બચી શકાય છે તો ચાલો જાણીએ,સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા,કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા,દ્રાક્ષ ના પ્રકાર ,કીસમીસ ના ફાયદા,  Kismis na fayda, drax na fayda in Gujarati, Raisins benefits in Gujarati.

Table of contents

કીસમીસ વિશે માહિતી

કાજુ, બદામ, પીસ્તા, અંજીર, ઝરદાલું, વગેરે અનેક પ્રકાર ના કુદરતી મેવાઓ આપણે ખાતા હોઈએ છીએ. એમનું એક કુદરતી મેવો દ્રાક્ષ પણ છે. જેને આપને કીસમીસ પણ કહીએ છીએ.

નાના મોટા દરેક ને ભાવતો મેવો છે દ્રાક્ષ. ભારત માં દ્રાક્ષનું વાવેતર પંજાબ. હરિયાણા તથા મહારાષ્ટ્ર માં મોટા પ્રમાણ માં થાય છે. પુના, નાસિક માં પણ તેનું ઉત્પાદન સારું એવું થાય છે.

Advertisement

ગુજરાત માં ખેડા જીલ્લા માં દ્રાક્ષ નું ઉત્પાદન વિશેષ થાય છે.

દ્રાક્ષ બે જાત ની આવે છે. કાળી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષ. લીલી દ્રાક્ષ જે સુકાઈ ને સફેદ દ્રાક્ષ કે કીસમીસ કહેવાય છે.

સફેદ દ્રાક્ષ સ્વાદમાં વધારે મીઠી હોવાથી કિમતમાં મોંઘી હોય છે અને કાળી દ્રાક્ષ બધી તાસીર વાળા વ્યક્તિઓને માફક આવે છે. અને તેનો વધારે પડતો ઉપયોગ દવાઓમાં કરવામાં આવે છે.

બેદાણા, મુન્નકા અને કીસમીસ એ દ્રાક્ષની મુખ્ય જાતો છે. સુકી દ્રાક્ષ માટે આ નામો વપરાય છે.

બેદાણા દ્રાક્ષ સુકી હોય છે અને તેમાં બીજ હોતા નથી. મુનક્કા દ્રાક્ષ કૈક અંશે કાળી હોય છે. કીસમીસ ઘણું ખરું બેદાણા જેવી જ પરંતુ થોડીક નાની હોય છે.

ભારત માં સુકી દ્રાક્ષ અરબસ્તાન , ઈરાન અને કબુલ થી મંગાવવામાં આવે છે. બીજા દેશોની સરખામણી માં ત્યાં ની દ્રાક્ષ વધારે સારી હોય છે. સુકી દ્રાક્ષ કરતા લીલી દ્રાક્ષ જરા ખાટી પણ વધુ સ્વાદિષ્ટ હોય છે.  

દ્રાક્ષ માં વિટામીન  એ, વિટામીન  બી,વિટામીન સી અને આયરન જેવા તત્વો મળી રહે છે. તદુપરાંત તેમાં પોટેશિયમ, સેલ્યુલોઝ, શર્કરા, તથા કાર્બનિક અમ્લ હોય છે.

દ્રાક્ષમાં ફળશર્કરા અને કાર્બોહાઈડ્રેટ મોટા પ્રમાણ માં હોય છે.

કીસમીસ ના ફાયદા – Kismis na Fayda

કીસમીસ ના ફાયદા તે હાડકા મજબુત કરે છે

સુકી દ્રાક્ષ ની અંદર સારા પ્રમાણમાં કેલ્સિયમ હોય છે જે આપણા હાડકા મજબુત કરવામાં મદદ કરે છે અને તેની અંદર રહેલ બોરન( Boran ) જે એક માઈક્રો ન્યુટ્રીઅંટ છે તે આપણા હાડકા ના નિર્માણ માટે ખુબજ જરૂરી છે

કીસમીસ ના ફાયદા ડાયાબીટીશ ના દર્દીઓ માટે 

સૂકી દ્રાક્ષ – કીસમીસ નું સેવન યોગ્ય માત્રામાં કરવાથી  ડાયાબીટીશ ના દર્દી ને ફાયદાકારક સાબિત થાય છે તે તેનું બ્લડસુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબીટીશ ના દર્દીઓ એ કીસમીસ નું સેવન ખુબજ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.

કીસમીસ ના ફાયદા તે આપણા ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરે છે.

સુકી દ્રાક્ષ – કીસમીસ નું સેવન કરવાથી આપણી ઈમ્યુન સીસ્ટમ મજબુત થાય છે અને હાલ કોરોના ના સમયમાં આપણી ઈમ્યુન સીસ્ટમ સારી હોવી ખુબજ જરૂરી છે.Kismis na fayda.

કીસમીસ ના ફાયદા બ્લડપ્રેશર મા – Kismis na fayda

ઘણીબધી વ્યક્તિઓ ને બ્લડપ્રેશર ની સમસ્યા થતી હોય છે રોજ થોડા પ્રમાણમાં તેનું સેવન કરવાથી બ્લડપ્રેશર કન્ટ્રોલ મા રહે છે તેમજ તેની અંદર રહેલ પોટેશિયમ આપણા હ્રદય માટે ફાયદાકારક છે.

સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા તે કેન્સર ના સેલ્સ ને વધતા રોકવામાં મદદ કરે છે.

કીસમીસ એ કેન્સર સેલ્સ ને વધતા રોકવામાં મદદ કરે છે તેમજ આપણા ડાયટ ની અંદર કીસમીસ ઉમેરવાથી ઘણીબધી બીમારીઓ થી બચી સકાય છે.

સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા લીવર માટે ફાયદાકારક છે – Kismis na fayda

રેગ્યુલર સેવન કરવાથી આપણા શરીર ના લીવર ને ખુબજ ફાયદાઓ કરે છે માટે લીવર ના દર્દીઓ ને તેનું સેવન કરવું

સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા એનીમિયા ની સમસ્યા મા

જે પણ વ્યક્તિ ને એનીમિયા ની તકલીફ હોય તેને કીસમીસ નું સેવન કરવું જોઈએ તેના સેવન થી લોહી ની ઉણપ દુર કરી શકાય છે.

સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા આંખો માટે ફાયદાકારક

કીસમીસ ની અંદર સારા ફ્રી રેડિકલ્સ અને વિટામીન A હોય છે જે આંખો ને નુકશાન થતા બચાવે છે તેમજ વધતી ઉમર સાથે થતી મોતિયા, આંખો ની નબળાઈ થી પણ બચવામાં મદદ કરે છે. Kismis na fayda.  

કીસમીસ નો ઘરેલું ઉપચાર મા ઉપયોગ

નોધ : અહી જણાવેલ ૧ તોલા ને આયુર્વેદ ની અંદર ૧ કરસા(Karsa) તરીકે પણ ઓળખવામાં આવે છે અને ૧ કરસા બરાબર ૧૨ ગ્રામ થાય(Source – Pharmaceutical scince textbook)

જૂની કબજીયાત વાળી વ્યક્તિઓ જો દરરોજ નિયમિત દ્રાક્ષ નું સેવન કરે તો ઝાડો નરમ આવે છે અને કબજીયાત પણ દૂર થાય છે.

જે લોકોને હરસ અને મસા ની તકલીફ છે તેઓએ પણ દ્રાક્ષ નું નિયમિત સેવન કરવું જોઈએ.

પિત્ત ની સમસ્યા થી પીડિત વ્યક્તિઓ જો દ્રાક્ષનું સેવન કરે તો પિત્ત પ્રકોપ શાંત થાય છે, શરીર માં થતી બળતરા મટે છે, અને ઉલટી થતી હોય તો બંધ થઇ જાય છે.

દ્રાક્ષનું સેવન કરવાથી શરીર માં રહેલી ખોટી ગરમી દૂર થાય છે અને લોહી શુધ્ધ તથા ઠંડુ થાય છે, વળી જો શરીર નબળું રહેતું હોય અને બળતરા રહેતી હોય તો દ્રાક્ષ ખાવથી એ ફરિયાદો દૂર થાય છે.

દ્રાક્ષમાં રહેલા વિટામીન-C  ને કારણે સ્કર્વી અને ત્વચા રોગો માં સારો ફાયદો મળે છે. એટલું જ નહિ તે શરદી, માનસિક અસ્વસ્થતા, શ્વાસ જેવા રોગો સામે પણ રક્ષણ આપે છે.

હોજરી, આતરડા કે શરીર માં બીજી જગ્યા એ થયેલા ચાંદા ને દ્રાક્ષ ના સેવન થી દૂર કરી શકાય છે. ત્વચા અને લોહીના બધા રોગોને દ્રાક્ષ દૂર કરે છે.

સૂકી દ્રાક્ષ નો ઉપયોગ ઘરગથ્થું ઉપચાર મા

સુંઠ, મરી, પીપળ,અને સિંધા નમક આ બધું સરખે ભાગે લઇ તેને એકદમ બારીક પીસીને તેમાં બીજ કાઢેલી કાળી દ્રાક્ષ નાખીને ચટણી જેવું બનાવીને બરણી માં ભરી લેવું. આ ચાટણ ને “પંચામૃત ચાટણ” કહેવાય છે.

દરરોજ સવાર સાંજ આ ચાટણ નું સેવન કરવાથી અરુચિ, ગેસ, કબજીયાત, સુદ, મોડ, કફ વગેરે મટી જાય છે.

એકસોવીસ તોલા પાણીમાં એકસો આઠ તોલા ખાંડ નાખી ગરમ કરવા મુકવું, ઉભરો આવ્યા બાદ તેમાં એંસી તોલા દ્રાક્ષનો રસ નાખવો અને દોઢ તાર ની ચાસણી બનાવી શરબત બનાવવું.

આ શરબત પીવાથી તરસ રોગ, શરીર ની ગરમી, ક્ષય રોગ, વગેરે માં ફાયદો થાય છે.

કાળી દ્રાક્ષ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી તેમાં જીરું નું ભુક્કો નાખી પીવાથી પિત્ત ને કારણે થતી બળતરા મટે છે.

દ્રાક્ષ, પિતપાપડો અને ધાણા આ ત્રણેય ને પાણીમાં ભીંજવી, ગાળીને પીવાથી આમ જલ્દી પાકી આમવાળો તાવ શાંત થાય છે. તેમજ માથાનો દુખાવો, ઉધરસ શારીરિક ગરમી વગેરે પણ દૂર થાય છે.

Kismis na fayda gharelu upchar ma 

દ્રાક્ષ, આમળા, ખજૂર, પીપળ અને મરી સરખે ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ કરીને તેમાંથી પા-પા તોલો લઇ તેમાં મધ નાખીને દિવસ માં ત્રણ વાર ચાટવાથી સુકી ઉધરસ ઝડપથી મટી જાય છે.

દ્રાક્ષ અને આમળા પીસી ઘી માં મિલાવી તેની નાની નાની ગોળી બનાવી ચૂસવાથી જીભ, તાળવા, અને ગળા નો શેષ મટી રૂચી ઉત્પન થાય છે.

કાળી દ્રાક્ષ અને જેઠીમધ નો ઉકાળો પીવાથી તૃષા રોગ મટે છે. દ્રાક્ષ અને વરીયાળી બબે તોલા લઈને પાણીમાં ભીજવી રાખી સવારે મસળી ગાડી તેમાં એક તોલો સાકર નાખીને થોડાક દિવસ સુધી પીવાથી એસીડીટી, ખાટા ઓડકાર, ખાટી ઉલટી, મોઢામાં ચાંદા વગેરે સમસ્યા માંથી છુટકારો મળે છે.

બીજ કાઢેલી દ્રાક્ષ, ઘી અને મધ એકત્ર કરીને તેને ચાટવાથી લોહીની ઉલટી થતી હોય તો તે મટે છે.

સૂકી દ્રાક્ષ નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

બીજ કાઢેલી દ્રાક્ષ બે તોલા ખાઈને તેના પર અડધો ગ્લાસ દૂધ પીવાથી ભૂખ ઉઘડે છે, મદ શુદ્ધિ થાય છે, અને તાવ પછીની નબળાઈ મટી શરીર માં શક્તિ આવે છે.

દ્રાક્ષ, જેઠીમધ અને લીલી ગળા વેલ એક એક ઓલો લઇ ચાર ગણા પાણીમાં મેળવી તેનો ઉકાળો બનાવી સવાર સાંજ પીવાથી નાક, મોઢા અને કાન માંથી થતો રક્તસ્ત્રાવ મટે છે.

દ્રાક્ષ અને ધમાસો એક એક્તોલો લઇ તેનો ઉકાળો કરીને પીવાથી છાતીમાં શૂળ થઈને ઉધરસમાં લોહી પડતું હોય તો તે બંધ થઇ જાય છે.

અરડુસી અને દ્રાક્ષ નો ઉકાળો કરીને પીવાથી પેટનુ શૂળ મટે છે.

સિંધા નમક, મરી અને દ્રાક્ષને બારીક વાટીને ખાવાથી કબજિયાત દૂર થાય છે.

કીસમીસ ના ફાયદા ઘરેલું ઉપચાર મા 

કીસમીસ અને નાની એલચીના દાણા ચટણી ની પીસીને પાણીમાં મિલાવી ગાળી તેમાં સાકર નાખીને પીવાથી તડકા ને કારણે થયેલી ગરમીથી પેશાબ માં જે બળતરા થાય છે તે મટી જાય છે.

ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે પાણી માં પલાળી સવારે મસળી, ગાળી તેમાં જીરું નો પાવડર નાખીને પીવાથી પેશાબ ની ગરમી મટે છે અને પેશાબ સાફ આવે છે.

બે તોલા દ્રાક્ષને દૂધમાં ઉકાળીને રાત્રે એ દૂધ પી જવાથી મગજ ની ગરમી નીકળી જાય છે.

બબ્બે તોલા દ્રાક્ષ લઈને ઘી વાળા હાથ કરીને તવા પર શેકીને થોડુક સિંધા નમક અને મરીનું બારીક ચૂર્ણ લગાવી રોજ સવારે ખાવાથી વાતપ્રકોપ મટી નિર્બળતા થી આવનાર ચક્કર મટી જાય છે.

કીસમીસ ના ફાયદા ઘરગથ્થું ઉપચાર મા 

દ્રાક્ષ અને ધાણા ને ઠંડા પાણીમાં પલાળી રાખી પીવાથી આધાશીશી મટે છે.

બે તોલા દ્રાક્ષને રાત્રે પાણી માં પલાળી સવારે મસળી, ગાળી તેમાં સાકર નાંખીને પીવાથી આંખ ની ગરમી દૂર થાય છે.

દ્રાક્ષ કફ ને પાતળો કરી બહાર કાઢે છે, સ્ત્રીઓનો માસિક ધર્મ નિયમિત કરે છે, કબજીયાત દૂર કરે છે, લોહી વધારે છે, અને માંસપેશીઓને મજબૂત બનાવે છે.

ફેફસાં, લીવર, મૂત્રાશય ના રોગો માથાના દુખાવો વગેરે ને મટાડે છે દ્રાક્ષ.

દ્રાક્ષ ના વેલાની ડાળખીઓ મૂત્રાશય –અંડકોષ ના સોજા માં ફાયદા કારક છે. તેના વેલા ની રાખ મૂત્રાશય ની પથરીને ઓગાળી નાખે છે. તેમજ સાંધા ના દુખાવામાં ફાયદો કરે છે.  

કીસમીસ ના નુકશાન

આમ તો દ્રાક્ષમાં કેલરીની માત્ર ઓછી જ હોય છે પરંતુ વધારે સેવન કરવાથી વજન વધવાની શક્યતા રહેલી છે.

વધારે પડતી દ્રાક્ષ ખાવાથી અપચાની સમસ્યા થઇ શકે છે, અને ઝાડા થઇ જાય છે. ગેસ થઇ જવાની પણ શક્યતા રહે છે.

કીસમીસ નું જો વધુ સેવન કરવામાં આવે તો તે તમારા લીવર ને નુકશાન પહોચાડી શકે છે.

તમને જણાવી દઈએ કે કીસમીસ ની અંદર સુગર નું પ્રમાણ વધુ હોવાના કારણે ઘણી વ્યક્તિઓ ને વજન વધવાની સમસ્યા થાય છે

કીસમીસ ની અંદર ફ્રેક્ટોઝ ( Fructose ) ખુબજ પ્રમાણમાં હોય છે જે આપણા લોહી ની અંદર ટ્રેઇ ગ્લાઇસેરાઇડ નું પ્રમાણ વધારે છે જેના કારણે જો વધુ સેવન કરવામાં આવે તો  ડાયાબીટીસ ની સમસ્યા થઇ શકે છે.

કીસમીસ ને લગતા કેટલાક મુજવતા પ્રશ્નો 

કીસમીસ ને અંગ્રેજી મા શું કહેવાય છે | સુકી દ્રાક્ષ in English

અંગ્રેજી મા કીસમીસ ને Raisins તરીકે ઓળખવામાં આવે છે

ભૂખ્યા પેટે દ્રાક્ષ નું સેવન કરવાથી શું થાય છે?

દ્રાક્ષ મા કુદરતી સુગર નું પ્રમાણ સારી એવી માત્રા મા હોય છે અને દ્રાક્ષ મા એસીડીટ દ્રવ્યો હોય છે તેથી જો ભૂખ્યા પેટે દ્રાક્ષ નું સેવન કરવામાં આવે તો અપચા ની સમસ્યા થઇ શકે છે

ડાયાબીટીસ મા દ્રાક્ષ નું સેવન કરી શકાય?

હા, કરી શકાય કારણ કે તે કુદરતી સુગર નો સ્ત્રોત છે પરંતુ તમારા ડોક્ટર ની સલાહ લીધા પછીજ તેનું સેવન કરવું જોઈએ જે તમને યોગ્યમાત્રા જણાવી શકે છે તમારા સુગર લેવલ પ્રમાણે

દ્રાક્ષ મા સુગર નું પ્રમાણ કેટલું હોય છે?

દ્રાક્ષ મા સુગર નું પ્રમાણ લગભગ ૨૨% જેટલું હોય છે તેમાં વિટામીન બહુજ ઓછા હોય છે પરંતુ લોહતત્વ વધારે હોય છે

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

તલ ના ફાયદા | તલના તેલ ના ફાયદા અને ઘરેલું ઉપચારમા ઉપયોગ | Tal na fayda

મધ ના ફાયદા | મધ ના પ્રકાર | મધ ના નુકસાન | મધ ની પરખ | મધ નો ઉપયોગ ઘરેલું ઉપચાર | Madh na fayda

શિયાળામાં ફુલાવર નું સેવન કરવાના ફાયદા | Fulavar na Fayda

તમાલ પત્ર નું સેવન કરવાના 6 ફાયદા | Tamal Patra na fayda

કાળા મરી ની ચાય જે વજન ઉતારવા સાથે કરે બીજા ફાયદા | Black Pepper Tea

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement