Sundar Pichai એ Google ના Earthquake detect કરી જાણ કરે તે પ્રોજેકટ વિષે જાહેરાત કરી

Sundar Pichai Google CEO
Sundar Pichai Google CEO
Advertisement

ભૂકંપ અને ત્સુનામી જેવી કુદરતી આફતો એ કોઈ પણ જગ્યા કે દેશ માટે ભયાવહ સાબિત થઈ શકે છે. તેમાં ખુબજ હ્યુમન તથા ઇકોનોમિક નુકસાન થતું હોય છે, અને એ આપણા ગુજરાતના ભૂતકાળ ઉપર થી જ સમજી શકીએ છીએ.

હાલની પરિસ્થિતિ જોઈએ તો દેશના અનેક ભાગો માં ભૂકંપ ના નાના-મોટા આંચકા નોંધાઇ રહ્યા છે. જે કદાચ એક મોટા ભૂકંપ નો ઈશારો હોઈ શકે છે. શુ આપણે એવી ટેકનોલોજી ન વિકસાવી શકીએ, જે Earthquake detect નું અનુમાન પહેલાથી જ કરી લે? Google અને તેના CEO નો પણ આ જ પ્રશ્ન છે. અને તેમની પાસે કેટલાક જવાબ પણ છે!

Google એ તેના દરિયા ની નીચે રહેલ ફાઇબર ઓપ્ટિક કેબલ થી એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. અને તેમાં જાણવા મળ્યું કે તે ભૂકંપ અને ત્સુનામી ની આગાહી કરવામાટે વોર્નિંગ સિસ્ટમ બનાવવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

Advertisement
Google earthquake Detection via subsea cables
Google earthquake Detection via subsea cables

Google Global Networking ના Valey Kamalov  અને Mattia Cantono એ એક બ્લોગ પોસ્ટ કર્યો હતો જેમાં Google Earthquake detect  કેવી રીતે શોધી કાઢવાની યોજના ધરાવે છે, તેની વિગતો આપી હતી.  “ગયા ઓક્ટોબરમાં, અમને એક આઈડિયા આવ્યો: અમે ભૂકંપના લાક્ષણિકતા આવર્તનને જોવા માટે સ્ટોક્સના પરિમાણોના વર્ણપટ વિશ્લેષણ કરતા વર્ણપત્ર હસ્તાક્ષરોના આધારે Earthquake detect કરી શકીએ,”

Google નું માનવુ છે કે, તેની આ ટેકનોલોજી આજના ફાઇબર નેટવર્ક જે ખુબજ ફેલાયેલ છે, તેના પર આધારિત છે. દુનિયાભરમાં આ ફાઇબર ઓપ્ટિક કેબલ લાખો કિલોમીટર માં પથરાયેલા છે, જે ગવરમેન્ટ, ટેકનો-કોમ્યુનિકેશન પ્રોવાઇડર્સ અને ટેકનોલોજી કંપની (Google સહિત) ની માલિકીના છે. તેમજ બ્લોગમાં જણાવ્યું હતું.  “વૈશ્વિક Subsea ( દરિયાની અંદર આવેલ ) કેબલ સમુદાય સાથે સહયોગ કરીને, અમે વિશ્વની સિસ્મિક પ્રવૃત્તિ શોધવા અને સંશોધન કરવાની વિશ્વની ક્ષમતામાં સુધારો કરી શકીશું,”

Google એ આ પ્રોજેક્ટ ઉપર 2013 માં કામ કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ 2019 માં તેઓ તેનો પ્રથમ એક્સપેરિમેન્ટ કર્યો. તેના પહેલા કોઈ SOP ( state of polarization ) હતું જ નઇ જેથી કોઈ Earthquake detect થઈ શકે. પછી 28 જાન્યુઆરી 2020 ના દિવસે તેમણે 7.7 મેગ્નિટ્યૂડ નો ભૂકંપ જમાઈકા થી 1500 કિલોમીટર દૂર નોંધ્યો, જે તેમના એક કેબલ થી ખુબજ નજીક જ હતો!! અને તેમના કેબલ થી જમાઈકા સુધી ભૂકંપની વેવ પહોંચવા નો સમય 10 મિનિટ જેટલો હતો. ત્યારબાદ તેઓ મધ્યમ સાઈઝ ના મેક્સિકો અને ચિલી માં Earthquake detect  કર્યા હતા.

કંપનીએ બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, “Subsea કેબલ્સથી સિસ્મિક ઘટનાઓ શોધી કાઢવાની પ્રારંભિક સફળતાથી અમે ઉત્સાહિત છીએ, જે પૃથ્વીની રચના અને ભૂકંપ ગતિશીલતા બંનેનું નિરીક્ષણ કરવાની આપણી ક્ષમતામાં સુધારો કરી શકે છે.”  જો કે, Google મુજબ આ ફક્ત શરૂઆત છે. બ્લોગ પોસ્ટમાં વધુ નોંધ્યું છે કે, “એક તીવ્ર ધરતીકંપ મોનિટરિંગ સિસ્ટમ બનાવવા માટે, સંશોધકોને અદ્યતન ગણિત અને ડેટા એનાલિટિક્સની જરૂર છે, જ્યાં ગૂગલ ક્લાઉડ જેવી એડવાન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમો નિમિત્ત હોઈ શકે છે.”

હવે ચાલુ કરો પોતાનો Reliance Jio Bp Petrol Pump Dealership તમામ માહિતી વાંચો વિગતો સહિત.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

Article ગમ્યું?નીચે અચૂક જણાવજો કેવું લાગ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp ગ્રુપ Only Admin માં જોઇન થઈ રેગ્યુલર Update મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો.

Advertisement