પાલક ના ફાયદા અને નુકશાન | પાલક નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

Palak fayda in Gujarati - પાલક ના ફાયદા - પાલક ના નુકશાન - Palak na Fayda in Gujarati - Palak benefits in Gujarati
Advertisement

સામાન્ય રીતે આપણે સૌને ડોક્ટર લીલોતરી ઓ નું સેવન કરવાનું કહે છે જેથી આપણી આંખો અને આપણા શરીર ને જરૂરી તમામ પોષકતત્વો મળી રહે ત્યારે અમે એવીજ લીલોતરી પાલક વિશે કેટલીક માહિતી જાણીશું,પાલક ના ફાયદા, Palak na Fayda in Gujarati, Palak Benefits in Gujarati

પાલક એક ખુબ જ જાણીતી ભાજી છે. પ્રાચીન સમય થી ભારત માં તેની ખેતી કરવામાં આવે છે. પાલક ની સંખ્યાબંધ જાતો થાય છે. જેના કુણા પાંદ ની ગુણવત્તા ઉચી હોય, દરેક કાપણી પછી નવા પાંદ સારા અને ઝડપી રીતે આવતા હોય છે.

પાલક માં વિટામીન- એ, બી, સી, મેગ્નેશિયમ, સોડીયમ, કેલ્શિયમ , ફોસ્ફરસ, ક્લોરીન અને લોહતત્વ રહેલા છે. પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.

Advertisement

Palak – પાલક માં વધારેમાં વધારે પ્રોટીન ઉત્પાદક એમીનો એસીડ છે. તેના લીલા પાંદ માં એક એવું તત્વ છે જે પ્રાણીમાત્ર ની વૃદ્ધિ અને વિકાસ કરે છે અને મગજ શક્તિ વધારવામાં કરે છે.

આપણે જયારે કોઈપણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને પ્રોટીન ખુબ જ સારા પ્રમાણ માં મળે છે અને એ જ પ્રોટીન ને અને કઠોળ ને પચાવવા માટે આવશ્યક વિટામીન એ અને બી પાલક પુરા પાડે છે.

દાળમાંથી મળતા પ્રોટીન માં એમીનો એસીડ હોતા નથી એટલે દાળની સાથે લીલા પાંદ ની ભાજી મેળવીને ખાવામાં આવે તો અ ખોટ પાલક પૂરી પડે છે.

પાલક ની વાત કરીએ તો તેનું સેવન આપણે સીધું પણ કરી શકીએ છીએ, ઘણા વ્યક્તિ પાલક નું જ્યુસ બનાવી ને પીવે છે, ઘણી વ્યક્તિ તેનું શાક બનાવી તેનું સેવન કરે છે.

પાલક ના ફાયદા 

આપણે સૌને એ તો ખબર છે જ કે લીલોતરી નું સેવન કરવાથી આપણી આંખો સારી રહે છે તો પાલક તો તેમાં તો ફાયદાકારક છેજ પરંતુ પાલક બ્લડપ્રેશર ને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે તો ચાલો જાણીએ વિસ્તૃત માં માહિતી

પાલક આપણું વજન ઓછુ કરવામાં મદદ કરે છે કેમકે તેની અંદર ખુબજ ઓછા પ્રમાણમાં ફેટ અને કેલેરી હોય છે તે ઉપરાંત પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે

પાલક ની અંદર પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીદ્ન્ત હોય છે જે આપણા ઈમ્યુન સીસ્ટમ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તમને કોઈપણ ચેપ લાગવાની શક્યતાઓ ઘટે છે.

જો તમે કોઈ હેવી કાર્ય કરો છો તો તેમાં તમારા શરીર ની ઉર્જા નો વપરાશ થાય છે ત્યારે તેની અંદર રહેલ મેગ્નેશિયમ આપણા શરીર ને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. જેથી તમને થાકોળો લાગશે નહી.

ઉપર તમને જણાવ્યું તેમ તેની અંદર રહેલ વિટામીન A આપણા આંખો માટે ખુબજ ફાયદાકારક છે જો તમે  પાલક ના શુપ નું પણ સેવન કરી શકો છો જેથી તમારી દ્રષ્ટિ સારી રહે.

Palak na Fayda in Gujarati

જે લોકો ને લોહી ની ઉણપ હય તેઓએ પાલક નું ખાસ કરી ને સેવન કરવું કેમકે તેની અંદર આયર્ન ભરપુર હોય છે જે લોહી બનવાની પ્રક્રિયા માં મદદ કરે છે.

આપણે સૌ જાણીએ છીએ કે કેલ્શિયમ આપણા હાડકા માટે ફાયદાકારક છે જે આપણા હાડકા મજબુત કરે છે માટે આપણે દૂધ નું સેવન કરીએ છીએ પરંતુ પાલક પણ કેલ્શિયમ મેળવવાનો સારો સ્ત્રોત છે.

હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા, હાર્ટએટેક જેવી સમસ્યાઓ માં પાલક ફાયદાકારક છે

આપણે ઉપર પાલક અંદર રહેલ પોષકતત્વો જણાવ્યા આટલા બધા ગુણો મેળવા ના કારણે તે આપણી સ્કીન ને ફ્રેશ રાખે છે.

પાલક નો ઉપયોગ ઘરેલું ઉપચાર મા

પાલક ના પાંદ ને પીસી પોટીસ બનાવી, અથવા તેના બીજને કુટી ગરમ કરી પોટીસ બનાવી અપક્વ ગાંઠ પર બાંધવાથી ગાંઠ જલ્દી પાકી જાય છે.

Palak – પાલક ના પાંદ નો રસ કરીને પીવાથી પથરી ઓગળી જાય છે, અને મૂત્ર વૃદ્ધિ થઇ ને પથરીના કણ બહાર નીકળી જાય છે.

પાલક ના પાંદ માં આતરડા ને કષ્ટ આપનાર તત્વો ના હોવાથી તેનું સેવન કરવું આતરડા માટે ખુબ જ ફાય્દાકાર્ક્છે.

પાલક ન પાંદ ના રસના કોગળા કરવાથી ગળા ની બળતરા ઓછી થઇ જાય છે.

પાલકના બીજ સારક તથા શીતળ છે તે યકૃતના રોગ, કમળો, પિત્તપ્રકોપ, કફરોગ અને શ્વાસ ના રોગોમાં હિતકારી છે, તેના બીજ માંથી ચરબી જેવું ઘટ્ટ તેલ નીકળે છે તે કૃમિ અને મૂત્રરોગો માં લાભકારી છે.

ડાયાબીટીશ ના દર્દીઓમાંતે પાલક નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ છે, પાલક ના બીજ કફરોગ અને શ્વાસ વિકારમાં ખુબ જ હિતકારી છે.

પાલક ફેફસાના સડાને સુધારે છે. ઉપરાંત આતરડા ના રોગ, ઝાડો, મરડો, સંગ્રહીની વગેરેમાં પણ તે લાભદાયક છે.

ટામેટા પછી શાકભાજી માં પાલકની ભાજી સૌથી વધુ તાકાત આપનાર છે.

પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.

જયારે દૂધ પુરતા પ્રમાણ માં ન મળી શકે ત્યારે પાલકના લીલા પંડનો રસ બાળકોને આપવાથી પુરતો ફાયદો મળી શકે છે.

પાલક ના ઘરગથ્થું ઉપચાર

પાલકનું સેવન કરવાથી મોતિય બિંદ ની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

બદલાતા જતા મોસમ સાથે ગળા માં ખારાશ ની સમસ્યા ઉદ્ભવે છે, ત્યારે પાલક નું જ્યુસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

લીવર માં આવતા સોજા ને કારણે કમળો થઇ શકે છે, ત્યારે પાલકના બીજ અથવા પાલક ખાવથી લાભ થાય છે.

૫-૧૦ ગ્રામ પાલક ના બીજ નો ઉકાળો બનાવી ને નિયમિત પીવાથી પેશાબ માં દુખાવો અને બળતરા ની સમય માંથી છુટકારો મળી જાય છે.

પાલકના પાંદડા અને તેના બીજ ને પીસીને ઘુટણ પર લગાવવાથી ગઠીયા વા નો દુખાવો ઓછો થાય છે.

શરીર મથતા સફેદ દાઢ માં પાલક ની પેસ્ટ બનાવીને લગાવવાથી ડાઘા ઓછા થઈ જાય છે.

ક્યારેક કોઈક પ્રકાર ની એલર્જી ને કારણે શરીરમાં ખંજવાળ આવતી હોય છે અને શરીર ઉપર લાલ લાલ દાણા થઇ જાય છે ત્યારે પાલકના બીજ અને ખસખસ ને સરખા પ્રમાણ માં લઈને તેને પીસી લો અને પ્રભાવિત જગ્યા પર આ પેસ્ટ લગાવવાથી ફાયદો છે.

શારીરિક કમજોરી દોર કરવામાટે ૫-૧૦ મિલી પાલક નો જ્યુસ દરરોજ પીવાથી શરીર માં રહેલી લોહીની ઉણપ દૂર કરી શકાય છે.

હાઈ બ્લડ પ્રેશર માં ૫-૧૦ મિલી પાલકના જ્યુસ માં તેના જેટલું નારીયેલ પાણી મિક્સ કરીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

આ તો આપણે જોયા Palak na Fayda in Gujarati –  Palak benefits in Gujarati હવે જોઈએ તેના થી થતા નુકશાન

પાલક ના નુકશાન | પાલક થી થતા નુકશાન

આપણે જાણીએ છીએ કે પાલક અંદર સારા પ્રમાણમાં ફાઈબર છે જો આપણે તેનું વધુ સેવન કરીએ છીએ તો ગેસ, અપચા ની સમસ્યા થઇ શકે છે.

પાલક અંદર રહેલ ઓર્ગેનિક પદાર્થ શરીર ની અંદર યુરિક એસીડ બની જાય છે જે આપણા શરીર માટે નુકશાન કારક છે જે સમય જતા નાની પથરી માં પરિવર્તિત થઈ શકે છે.

જો તમે પાલક ને બીજા ફાઈબર યુક્ત આહાર સાથે સેવન કરો છો તો તમારા શરીર ની અંદર ફાઈબર નું પ્રમાણ વધી જાય છે જેના કારણે તાવ,માથું દુખવું, અને લુસમોસન ની સમસ્યા ઉદ્ભવી શકે છે.

પાલકની ભાજી વાયુ કરનાર હોઈ ચોમાસામાં તેનું સેવન કરવું નહિ.

પાલકની ભાજીના વધારે સેવન થી આપણા શરીરમાં ખાનીજ્ તત્વો વધી જાય છે, જે આપનું શરીર પચાવી શકતું નથી માટે પર્યાપ્ત માત્રા માં જ પલકનું સેવન કરવું જોઈએ.

પાલકને બીજી કોઈપણ ફાઈબર વાળી શાકભાજી સાથે ખાવાથી શરીરમાં ફાઈબર ની માત્રા ખુબ જ વધી જવાની શક્યતા રહે છે. જે શરીર માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

પાલક ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

પાલક ને કેવી રીતે ખાઈ શકાય?

પાલક નું ઘણી બધી રીતે સેવન કરવામાં આવે છે. પરંતુ જો તેનો સર્વોત્તમ લાભ લેવો હોય તો પાલક નો જ્યુસ પીવું.

પાલક નું જ્યુસ પીવાથી શું ફાયદો થાય?

પાલકા નું જ્યુસ પીવાથી શરીર માં લોહતત્વ વધે છે, ત્વચામાં કરચલીઓ જલ્દી પડતી નથી, હાડકા મજબૂત થાય છે.

પલકમાં આયરન ની માત્રા કેટલી હોય છે?

૧૦૦ ગ્રામ પલકમાં ૨.૭૨ ગ્રામ આયરન મળી રહે છે.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

પંજાબી સ્ટાઇલ નું પાલક પનીર રેસીપી | પાલક પનીર નું શાક | પાલક પનીર ની સબ્જી બનાવવાની રીત

ઘરે બનાવો હેલ્ધી ક્રીમી પાલક સૂપ | પાલક નું સૂપ બનાવવાની રીત

કેળા નું સેવન કરવાના ફાયદા અને નુકશાન | kela na fayda

ક્યાં પાત્ર નું પાણી પીવું ઉત્તમ છે તેમજ તેના નિયમ

આવીજ સ્વાસ્થ્ય માટે ઉપયોગી બીજી માહિતી વાંચવા અહી ક્લિક કરો.

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે, કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement