Rolls-Royce એ તેની પ્રથમ SUV Cullinan ની જાહેરાત કરી

Rolls Royce Cullinan
Advertisement

Rolls-Royce એ તેની પ્રથમ SUV ની જાહેરાત કરી છે જેનું નામ કુલીનન( Cullinan ) રાખવામાં આવ્યું છે. કુલીનન( Cullinan ) નામ  અત્યાર સુધી શોધાયેલા સૌથી મોટા હીરા ઉપરથી રાખવામાં આવ્યું છે. Rolls-Royce પોતાની આ SUV નું વેચાણ આ વર્ષ અંત સુધીમાં ચાલુ કરશે. અને તેની કીમત અંદાજીત $ ૩,૨૫,૦૦૦ હશે જે હીરા ની કીમત નો ૧/૧૦૦ મો ભાગ છે

Rolls Royce Cullinan Deshbord

Rolls-Royce Cullinan ની અંદર 6.75લીટર ટ્વીન-ટર્બો V12 એન્જિન ફીટ કરવામાં આવ્યું છે જે 563 હોર્સપાવર અને 627 પાઉન્ડ-ફુટ ટોર્ક ઉત્પન કરે છે સાથે સાથે તે ઓલવ્હિલ ડ્રાઈવ ની પણ સગવડ આપવામાં આવી છે

Advertisement

Rolls Royce Cullinan back

Rolls-Royce તેની વૈભવી સગવડો માટે પણ બહુ પ્રચલિત છે તેવીજ રીતે તેની આ નવી SUV ની અંદર પણ કઈ કસર છોડી નથી , આ SUV ની અંદર પાછળ ની સીટ ની વચ્ચે આવેલ કોન્સોલ માં વ્હીસ્કી ના ગ્લાસ રાખવાની સગવડ તથા એક ડીકોનર, શેમ્પેઇન વફ્લુત અને ફ્રિજ ધરાવે છે વાહન ની અંદર સરળતાથી પ્રવેશ કરવા તે એક ઇંચ કે અડધા ઈચ જેટલી પોતાની હાઈટ ઘટાડી શકે છે સ્ટિયરીંગ વ્હીલ અને બેઠક સીટ ની અંદર હિટીંગ ની સગવડ છે કુલીનન( Cullinan ) ની અંદર વપરાયેલ ટેકનોલોજી ની વાત કરીએ તો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, પાંચ યુએસબી પોર્ટ, વાઇફાઇ હોટ સ્પોટ અને ડ્રાઇવરની સામે હેડ-અપ ડિસ્પ્લેનો સમાવેશ કરે છે તેમજ સુરક્ષા ની વાત કરીએ તો કુલીનન( Cullinan ) ની અંદર રાત્રિ વિઝન કેમેરા, સક્રિય ક્રૂઝ કંટ્રોલ અને અકસ્માત ચેતવણી અને લેન બદલવાની ચેતવણીઓ શામેલ છે.

તો ચાલો જોઈએ Rolls-Royce Cullinan નો પૂરો ઓવરવ્યુ  નીચે વિડીયો માં

Artical ગમ્યું? રેગ્યુલર Facebook પર આવીજ મહત્વ પૂર્ણ માહિતી મેળવવા માટે like કરો Naradmooni page અને share કરો તેમજ Whatsapp પર રેગ્યુલર ઉપડેટ મેળવવા Subscribe Naradmooni પર ક્લિક કરો

Advertisement