ચોળા ના ફાયદા અને ઘેરેલું ઉપચાર મા ઉપયોગ | BLACK EYED PEA Benefits

ચોળા ના ફાયદા અને ઘેરેલું ઉપચાર - ચોળા ખાવાના ફાયદા - BLACK EYED PEA Benefits in Gujarati – COWPEA Benefits in Gujarati
Advertisement

ઉનાળો આવતાની સાથે લીલા શાકભાજી જાણે ઓછા જ મળતા થઇ જાય છે અને ઘણા શાકભાજી એવા પણ હોય છે જે આપણને ભાવતા હોતા નથી. ત્યારે આવા શાકભાજીના વિકલ્પ સ્વરૂપે આપણે કઠોળ ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ. આજ ના આર્ટીકલ ની અંદર આપને માહિતી મેળવીશું ચોળા ના ફાયદા, ચોળા ખાવાના ફાયદા, BLACK EYED PEA Benefits in Gujarati, Cowpea Benefits in Gujarati

ચોળા | BLACK EYED PEA | COWPEA

કઠોળ ની ઘણી બધી જાતો આવે છે. જેમકે, મગ, મઠ, વાલ, અડદ, ચોળા, મસૂર ચણા, વગેરે. આજે આપણે એવા જ એક કઠોળ જે મુખ્ય તો મધ્ય અઆફ્રિકા નું વતની છે, પણ ઘણા લાંબા સમય થી ભારત માં પણ તેનું વાવેતર થાય છે એવા ‘ચોળા’ ની,

ચોળા ના છોડ ઉચા અને વેલ જેવા થાય છે. સફેદ ચોળા,લાલ, અને કાળા એમ ત્રણ પ્રકાર ના થાય છે.

Advertisement

ચોળા અને ચોળી અંને માં થોડોક જ ફરક હોય છે. ચોળા થોડાક મોડા ફળે છે અને ચોળી વહેલી ફળે છે. ચોળા ની સીંગો પ્રમાણ માં નાની અને પાતળી હોય છે, જયારે ચોળીની સીંગો લાંબી અને જાડી હોય છે.

ચોળીમાં પણ ત્રણ ચાર જાતો થાય છે. એક જાતની ચોળીની સીંગો અઢી ત્રણ ફૂટ જેટલી લાંબી થતી હોવાનું મનાય છે. ચોળી કરતા ચોળાફળી સ્વાદિષ્ટ લાગે છે.

ચોળા અને ચોળી બને ની લીલી સીંગો નું શાક બનાવાય છે. જે અત્યારે ઉનાળામાં ખુબ જ મળે છે.

સુકા ચોળા નો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે અને આજે આપણે સુકા ચોળા ના જ આયુર્વેદિક ઉપચારો અને એક ઔષધી તરીકે તે શું કામ આવે છે તેના વિષે માહિત મેળવીએ.

ચોળા ના ફાયદા અને ઘેલું ઉપચાર મા ઉપયોગ

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે

ચોળા માં શરીર માં ભળી જાય એવા ફાઈબર અને પ્રોટીન હોય છે. જે શરીર માં જમા થયેલા વધારા ના અને ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરવામાં મદદ કરે છે સાથે સાથે તે કોલેસ્ટ્રોલ ની કન્ટ્રોલ માં પણ રાખે છે.

ચોળા વજન ઘટાડવામાં ઉપયોગી

chora na fayda – ચોળા નું નિયમિત રીતે તમારા ડાયેટ માં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે. ચોળામાં રહેલા ફાઈબર અને પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે સાથે જ ચોળામાં કેલેરી ખુબ જ છી હોય છે માટે તેનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થઇ શકે છે.

ડાયાબીટીશ માં ચોળાનું સેવન

ડાયાબીટીશ ના દર્દીઓ ,માટે ચોળા એક ઉત્તમ વિકલ્પ છે. ચોળામાં રહેલા ઔષધીય ગુણો બ્લડ શુગર ને કન્ટ્રોલ માં રાખવાનું કામ કરે છે. ચોળામાં ભળી જાય તેવું ફાઈબર હોય છે જે શુગરને અને ગ્લુકોઝને કન્ટ્રોલ માં રાખી શકે છે. તમે લીલા ચોળા ની ભાજીનો પણ ખાવામાં ઉપયોગ કરી શકો છો.

ચોળા ના ફાયદા પેટ સબંધિત સમસ્યાઓમાં

ચોળામાં રહેલા પોષકતત્વો આપણા શરીર ના આતરિક અંગો ની સફાઈ કરવામાં મદદ કરે છે. અને તે સારી રીતે કામ કરી શકે તેમાં પણ મદદ કરે છે. તેમાં રહેલી ફાઈબરની માત્રા પેટ સબંધી સમસ્યાઓમાં અને કબજીયાત માં ફાયદો કરે છે.

હૃદય માટે ચોળા

ચોળામાં મેટાબોલાઈટસ ફ્લેવોનોઈડ હોય છે. આ તત્વ હૃદય સબંધી સમસ્યાઓનો ઇલાઝ કરવામાં મદદ કરે છે અને સાથે સાથે તેને વધવા પણ દેતું નથી.

નિયમિત રીતે ચોળા નું સેવન કરવાથી હૃદય સબંધી સમસ્યાઓ અને બ્લડ પ્રેશર ની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

BLACK EYED PEA Benefits in Gujarati | COWPEA Benefits in Gujarati

પાચનશક્તિ સારી બનાવે છે ચોળા

ચોળાનું સેવન કરવાથી આપણી પાચનશક્તિ મજબૂત બને છે. ૧૦૦ ગ્રામ ચોળામાં લગભગ ૨૮% ફાઈબર હોય છે અને આના કારણે જ કબજીયાત અને પાચન સબંધી સમસ્યાઓમાં ચોળાનું સેવન કરવાનું કહેવામાં આવે છે.

અપચો, ઝાડા, અને કબજીયાત ના ઉપચાર તરીકે તમે ચોળા નું સેવન કરી શકો છો.

ચોળા ના ફાયદા અનિદ્રા ની સમસ્યા મા

ચોળામાં મેગ્નેશિયમ ની માત્રા ખુબ જ પ્રમાણ માં હોય છે. સાથે સાથે તેમાં ટ્રીપટોફેન નામનું પણ તત્વ હોય છે જે આપણા મગજ ને ખુબ જ કાર્યક્ષમ બનાવે છે.

જો તમને અનિદ્રાની પરેશાની છે તો રાતના ભોજન માં ચોળા ને સામેલ કરવા જોઈએ. તેમાં રહેલા ઔષધીય ગુણો તણાવગ્રસ્ત નસોને અરમ આપવામાં મદદ કરે છે.

ચોળા ના ફાયદા તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કાચા ચોળા કે કઠોળ ના સ્વરૂપ માં ચોળા નું સેવન કરવાથી આપ્નીરોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે છે. તેમાં રહેલા વિટામીન સી એક એન્ટી ઓક્સીડેન્ટ નું કામ કરે છે.

ચોળામાં વિટામીન એ પણ સારી એવી માત્રા માં હોય છે. ચોળા ખાવાથી આપણે અલગ અલગ પ્રકારના સંક્રમણ થી બચી શકીએ છીએ.

ચોળા ખાવાના ફાયદા તે એનીમિયાનો ઇલાજ કરે છે

એનીમિયા નો રોગ શરીર માં લોહીની ઉણપ ને કારણે થતી હોય છે. અથવા તો શરીરમાં યારન ની ઉણપ ને કારણે થાય છે.ચોળામાં આયરન ની માત્રા ખુબ જ હોય છે.

આયરન આપણા શરીર માં રેડ બ્લડ સેલ્સ ને વધારે છે માટે આપણા દૈનિક આહારમાં ચોળા નું સેવન કરવાથી આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો.

ચોળા એન્ટી એન્જીંગ નું કામ કરે છે

સમય થી પહેલા કરચલીઓ પડવી અને શરીક કમજોરી આવી જવી એ ખરાબ સંકેત હોય છે.આ સમસ્યા ના થાય તે માટે ચોળાનું સેવન કરવું સારું માનવામાં આવે છે.

ચોળામાં એન્ટી ઓક્સીડેન્ટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જે ત્વચા ને નુકસાન પહોચાડનાર ફ્રી રેડીક્સલ ના પ્રભાવ ને ઓછું કરે છે.

ચોળા ખાવાના ફાયદા ખરતા વાળ ની સમસ્યામા

નિયમિત રીતે ચોળા નું સેવન કરવાથી ફક્ત સ્વાસ્થ્ય માટે જ સારું નથી પરંતુ વાળ ને પણ પોષણ આપે છે.

ચોળામાં પ્રોટીન ની માત્રા સારા એવા પ્રમાણ માં હોય છે. જે વાળ ને ખરતા અટકાવવામાં મદદ કરે છે.

ચોળા ના નુકસાનો

કોઈપણ પ્રકારના કઠોળ નું વધારે પ્રમાણ માં સેવન કરવાથી નુકસાનો થઇ શકે છે.

જેમકે, ખાટા ઓડકાર આવવા, ઉલટી થવી, પેટ ફૂલી જવું, મોઢામાંથી વાંસ આવવી, કબજીયાત થઇ જવી વગેરે.

ચોળા ને સંબંધિત લોકો ને મુજ્વતા પ્રશ્નો

ચોળા ને અંગ્રેજી માં શું કહેવાય?

ચોળા ને અંગ્રેજીમાં  ‘ BLACK EYED PEA ’ અથવા  ‘ COWPEA ’ કહેવાય છે.

ચોળા ખાવાથી શું ફાયદા થાય છે?

ચોળામાં ફાઈબર અને પ્રોટીન સારા એવા પ્રમાણ માં હોય છે માટે તે વાળ માટે, સ્કીન માટે, હૃદય સબંધિત સમસ્યાઓમાં, પાચન સબંધિત સમસ્યાઓ માં ખુબ જ ફાયદો કરે છે.

શું ચોળા નું સેવન દરરોજ કરી શકાય?

હા તમે પર્યાપ્ત માત્રામાં ચોળાનું સેવન દરરોજ કરી શકો છો. તે કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને શરીર ની બહાર કાઢવામાં મદદ કરે છે.

ચોળા કેટલા પ્રકાર ના આવે છે?

ચોળા ત્રણ પપ્રકાર ના હોય છે. સફેદ ચોળા, લાલ ચોળા અને  કાળા ચોળા.

નીચે આપેલ માહિતી પણ અચૂક વાંચો

આયુર્વેદિક ઉપચાર ગુજરાતી | ઘરેલુ ઉપચાર | ઘરેલુ નુસ્ખા | દાદીમાં નું વૈદું | health tips in Gujarati | હેલ્થ ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો જ્યાં ઘણી બધી માહિતી છે

મરી ના ફાયદા | મારી નો ઉપયોગ ગજન ઓછુ કરવામાં | Balck pepper tea benefits for weight loss in Gujarati

જીરું ખાવાના ફાયદા | જીરું ના ફાયદા તેમજ જીરું નો ઘરગથ્થું ઉપચાર મા ઉપયોગ કરવાની રીત | Jiru na fayda | Health benefits of cumin seed in Gujarati

રીંગણ ખાવાના ફાયદા અને નુકશાન | રીંગણ ના ફાયદા | Ringan na fayda in Gujarati | Brinjal benefits in Gujarati

કચુકા ના ફાયદા | કચીકા ના ફાયદા અને ઘરેલું ઉપચાર | Aambli na kachuka | Kachuka na fayda | Kachika na fayda in Gujarati

નોંધ :- જનસેવા એજ પ્રભુસેવા ના આશય થી અમારો હેતુ ફક્ત ને ફક્ત લોકો સુધી માહીતી પહોંચાડી ને લોક કલ્યાણ અર્થે મદદરૂપ બની ને જન આશીર્વાદ મેળવવા નો જ છે,

કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડો. ની અલાહ અચૂક લો.

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement